31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુશળધાર વરસાદમાં ફરજ દરમિયાન મૃત્યુ પામનારા ર્મચારીના એક વારસને પાલિકાની નોકરી મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બુધવાર ચાર સપ્ટેમ્બરના મુશળધાર વરસાદ દરમિયાન પી-વોર્ડમાં ફરજ બજાવતા સમયે મુંબઈ મહાનગરપાલિકાના મૃૃત્યુ પામેલા બે કર્મચારીઓના પરિવારના એક વારસદારને પાલિકાની નોકરીમાં સમાવી લેવાનો નિર્ણય પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ લીધો છે અને તે મુજબની કાર્યવાહી કરવાનો તથા નિયમ અનુસાર બંને કર્મચારીઓના બાકી રહેલી રકમ તાત્કાલિક ચૂકવી દેવાનો આદેશ પણ તેમણે આપ્યો છે. મૃત્યુ પામેલા કર્મચારીમાં ૫૪ વર્ષના જગદીશ પરમારનો અને ૪૦ વર્ષના વિજેન્દ્ર બાગડીનો સમાવેશ થાય છે. બુધવારે મુંબઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો હતો અને મોટાભાગનું મુંબઈ પાણીમાં ડૂબી ગયું હતું. એ દરમિયાન પાલિકાએ તે દિવસે પોતાના લગભગ ૩૨ હજારથી વધારે કર્મચારી, અધિકારીઓને રસ્તા પર ઉતાર્યા હતા. એ દરમિયાન પી-દક્ષિણ વોર્ડ ગોરેગામ-પશ્ર્ચિમમાં સિદ્ધાર્થ નગરમાં જગદીશ પરમાર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. તેમને તુરંત હૉસ્પિટલ લઈ જવામાં આવતા ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તો પાલિકાના ઘનકચરા વિભાગમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરનારા ૪૦ વર્ષના વિજેન્દ્ર બાગડી મુશળધાર વરસાદને કારણે ભરાયેલા પાણીમાં પડી જવાથી તણાઈ ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

ફરજ બજાવતા સમયે બંને જણનાં મૃત્યુ થયાં હતાં, તેથી બંને કર્મચારીઓના પ્રોવીડન્ડ ફંડથી લઈને બાકી રહેલી તમામ રકમ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમના પરિવારને આપવાનો સંબંધિત ખાતાને આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ બંને મૃતકના પરિવારમાંથી એક વારસને પાલિકામાં નોકરી આપવામાં આવવાની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

504qjI3T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com