24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આર્થરાઇટિસના પ્રત્યેક પેશન્ટે TKRકરાવવું જરૂરી નથી
ક્ષતિ પ્રાથમિક તબક્કામાં હોય તો uni ઉત્કૃષ્ટ વિકલ્પ છે

અંધેરીસ્થિત લોખંડવાલા વિસ્તારમાં રહેનારા ૮૧ વર્ષના સુદર્શના જૈનને અમેરિકાથી આવ્યા બાદ અચાનક જમણા પગમાં તીવ્ર દુખાવો ઊપડ્યો. જેને પરિણામે ચાલવા કે દાદરા ચઢ-ઉતર કરવા ઉપરાંત હલનચલન કરવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી. પ્રૌઢાવસ્થામાં પણ ખુમારીપૂર્વક જીવનારા સુદર્શનાબહેન માટે પથારીવશ થઇને રહેવું કાળાપાણીની સજા બરાબર હતું. કદી કોઇ પાસે પાણીનો ગ્લાસ સુધ્ધાં ન માગનારા સુદર્શના જૈન કથળેલી શારીરિક સ્થિતિને પરિણામે માનસિક રીતે પણ હતાશ થઇ ગયા. સમસ્યાનું સમાધાન સાધવા માટે મુંબઇના અનેક ઓર્થોેપેડિક સર્જનની સલાહ લીધી ત્યારે તમામે tkr (ટોટલ ની-રિપ્લેસમેન્ટ) કરાવવાની સલાહ આપી. જે વયસ્ક સુદર્શનાબહેનને માન્ય નહોતી. મોટી ઉંમરે તેઓ કોઇ પણ પ્રકારની સર્જરી કરાવવા તૈયાર નહોતા. શું કરવું અને શું ન કરવું એની ગડમથલ અનુભવનારા જૈન પરિવારની વહારે તેમના બિલ્ડિંગમાં રહેનારા તબીબ આવ્યા. જેમણે મુંબઇના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડૉ. અરુણ મુલ્લાજીનો કોન્ટેકટ કરવાનું સૂચન કર્યું. કેમ્પ્સ કોર્નરસ્થિત તબીબનો સંપર્ક સાધ્યો ત્યારે આવશ્યક એકસ-રે તથા અન્ય રિપોર્ટને ધ્યાનમાં રાખીને tkr (ની-રિપ્લેસમેન્ટ)ની જગ્યાએ કમ્પ્યુટર ટેક્નિક દ્વારા મિનિમલ ઇન્વેસિવ લેખાતી યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિસરફેસિંગ અર્થાત્ uni (યુનિ) પ્રક્રિયા કરવાનું સૂચન કર્યુઁ. જે જાણીને સુદર્શના જૈનના હતોત્સાહી ચહેરા પર ખુશાલીની લહેરખી વ્યાપી ગઇ. તબીબ પર સંપૂર્ણ વિશ્ર્વાસ રાખીને તેમણે જમણા ઘૂંટણની uni કરાવી. જેનું સફળ પરિણામ જોવા મળ્યું.....એ દિવસ જ હરફર કરવા ઉપરાંત પંદર દિવસમાં પંજાબ ફરી આવ્યા. આ ઓછું હોય તેમ પાલિતાણા, સમ્મેત શિખરજી અને ગિરનારની જાત્રા કરી. અમેરિકાસ્થિત દીકરા સાથે નાયગરા ફોલ્સને પ્રત્યક્ષપણે જોવાનો લ્હાવો પણ લીધો. વધુમાં દસ કિ.મી.નું પર્વતારોહણ પણ કર્યુંં. હાલમાં પણ ૮૧ વર્ષની ઉંમરે તેઓ દરરોજ પલાંઠી વાળીને બે કલાક સુધી નિયમિતપણે સામાયિક કરે છે. જે માટે તે તથા તેમના પરિવારજનો ડૉ. અરૂણ મુલ્લાજીનો અંત:કરણપૂર્વક આભાર માને છે.

ઇન્ડિયન સોસાયટી ઓફ હિપ એન્ડ ની-રિપ્લેસમેન્ટના વર્તમાન પ્રેસિડન્ટ ડૉ. અરુણ મુલ્લાજીના જણાવ્યા મુજબtkr અનેuni વચ્ચે જોજન જેટલો લાંબો તફાવત છે. ઝઊંછની સરખામણીમાંtkr મિનિમલ ઇન્વેસિવ છે. યુનિને અંતર્ગતuniની સરખામણીમાં ફક્ત ત્રીજા ભાગનો અર્થાત ખૂબ નાનો ચીરો કરવામાં આવે છે. જેને પરિણામે ટીકેઆર કરતાં વઘારેે ઝડપથી રાહત પ્રદાન થવા ઉપરાંત પીડા નજીવી અથવા નગણ્ય થાય છે. સોજો પણ ખૂબ ઓછો આવે છે. આ કારણસર પેશન્ટ તે દિવસે સાંજથી હરફર કરવા ઉપરાંત સર્જરીના ચોવીસથી ૪૮ કલાકમાં ઘરે રવાના થઇ જાય છે, યુનિમાં સાંધાના ફક્ત એક જ ભાગ પર નવી સપાટી (જેમ દાંત પર કેપ) લગાવવામાં આવે છે. જેને પરિણામે સ્નાયુ, કાર્ટિલેજ તથા હાડકાંઓ જળવાઇ રહે છે. ટૂંકમાં ઘૂંટણનો બહુધા પ્રમાણમાં ભાગ કુદરતી રાખવામાં આવે છે. એની સરખામણીમાંtkrમાં સંપૂર્ણ ઘૂંટણ બદલવામાં આવે છે. ઓકસફર્ડ યુનિવર્સિટીના સંશોઘન પરથી પણ એ ફલિત થયું છે કેuniની આવરદા લાંબી છે. ઝઊંછની સર્જરી કરવાના સમય કરતાં અડધા સમયમાં જ યુનિ થઇ જાય છે.

ભારતમાં ડૉ. અરુણ મુલ્લાજી સહિત ફક્ત જૂજ સર્જન ટોટલ ની-રિપ્લેસમેન્ટ, રિવિઝન ની-રિપ્લેસમેન્ટ તથા યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિસરફેસિંગ જેવી ની-સર્જરી કરે છે. તબીબના જણાવ્યા મુજબ આ વાત એકમાત્ર સુદર્શના જૈન પૂરતી સીમિત નથી. હકીકતમાં અનેક આબાલવૃદ્ધો અનોખી લેખાતી યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિસરફેસિંગ uni) પ્રક્રિયા કરાવીને હરફર કરવા ઉપરાંત દાદરા ચઢ-ઉતર કરી શકે છે. બિનધાસ્તપણે સાઇક્લિંગ અને સ્વિમિગ કરી શકે છે. હોર્સ રાઇડિંગ અને પોલો જેવી રમતનો આનંદ માણી શકે છે. બસ, રિક્ષા, ટેક્સી કે ટ્રેન વગેરેમાં સરળતાપૂર્વક મુસાફરી કરવા સાથે યોગા-મેડિટેશન પણ કરી શકે છે. અનેક લોકો તો પ્રક્રિયા કરાવ્યા બાદ સુદર્શના જૈનની જેમ પાલિતાણા, સમ્મેત શિખરજી, ચારધામ કે સુરકંડા દેવી મંદિર વગેરેની યાત્રા કરી ચૂક્યા છે. બીજે છેડે ટ્રેકિંગનો રોમાંચ પણ લઇ શકે છે.

કેમ્પસ કોર્નર, ઘાટકોપર, પવઇ અને ખારમાં ક્લિનિક ધરાવનાર ડૉ. અરુણ મુલ્લાજીના જણાવ્યા મુજબ ઓસ્ટિઓઆર્થરાઇટિસનું વેળાસર નિદાન કરીને ઇલાજ કરવામાં આવે તો યુનિ uni) દ્વારા સમાધાન સાધીને ની-રિપ્લેસમેન્ટ જેવી મસમોટી સર્જરીથી બચી શકાય છે. જોકે માત્ર આંગળીને વેઢે ગણાય એટલા તબીબ ઞગઈં કરતા હોવાને કારણે મોટા ભાગના પેશન્ટ અનોખી પ્રક્રિયાથી માહિતગાર નથી. આ બાબતને લક્ષમાં રાખીને ઘૂંટણના દુખાવાથી ત્રાહિમામ પેશન્ટને ભારપૂર્વક જણાવવાનું કે વહેલી તકે ડૉ. અરુણ મુલ્લાજી જેવા તબીબનો કોન્ટેક્ટ કરવામાં આવે તોtkr (ટોટલ ની-રિપ્લેસમેન્ટ)થી બચી શકાય છે.

અમેરિકન ની-સોસાયટી તથા યુરોપિયન ની-સોસાયટીમાં એકમાત્ર ભારતીય સભ્ય હોવાનું બહુમાન મેળવનાર ડૉ. અરુણ મુલ્લાજીના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે થોડું ચાલવાથી દુખાવો થતો હોય, ઘૂંટણ પર સતત સોજો રહેતો હોય, દવા, ઇન્જેકશન કે ફિઝિયોથેરપી લાભકર્તા સાબિત ન થતા હોય તેમના માટે યુનિ આશીર્વાદરૂપ પ્રક્રિયા છે. જે પેશન્ટને ઘૂંટણના ફક્ત મર્યાદિત ભાગ પર ઓસ્ટિઓઆર્થરાઇટિસની અસર જણાતી હોય તેમના માટે યુનિ ખૂબ લાભપ્રદ સાબિત થાય છે. આ ઉપરાંત યુનિ કરાવ્યા બાદ ફિઝિયોથેરપી કરાવવી જરૂરી નથી. અંદાજે વીસેક વર્ષ પછી tkr (ની-રિપ્લેસમેન્ટ) કરવાની જોગવાઇ રહે છે. મોટા ભાગના કિસ્સામાં તેની આવશ્યક્તા પડતી નથી.

------------------------

ઝઊંછ અને ઞગઈં વચ્ચેનો મૂળભૂત તફાવત

ક tkrની સરખામણીમાં ઞગઈં મિનિમલ ઇન્વેસિવ છે

ક tkrની સરખામણીમાં ફક્ત ત્રીજા ભાગનો અર્થાત્ ખૂબ નાનો ચીરો કરવામાં આવે છે

ક uniને અંતર્ગત ફિઝિયોથેરપીની જરૂરત પડતી નથી

ક tkrકરતાં ઞગઈંમાં વધારેે ઝડપથી રાહત પ્રદાન

ક uniમાં પીડા નજીવી અથવા નગણ્ય

ક uniમાં સોજો ખૂબ ઓછો આવે છે

ક uni કરાવ્યા બાદ પેશન્ટ તે દિવસે સાંજથી હરફર કરે

ક uni કરાવ્યાના ૨૪થી ૪૮ કલાકમાં ઘરે રવાના

ક uniમાં સાંધાના ફક્ત એક જ ભાગ પર નવી સપાટી (જેમ દાંત પર કેપ) લગાવવામાં આવે છે

ક uniમાં ઘૂંટણનો બહુધા પ્રમાણમાં ભાગ કુદરતી રાખવામાં આવે છે.

ક tkrની સર્જરી કરવાના સમય કરતાં અડધા સમયમાં જ uni

થઇ જાય

------------------------

+ Know

yr dr. +

નામ: ડૉ. અરુણ મુલ્લાજી

માનદ પદવી: ઓર્થોપેડિક સર્જન

એડ્રેસ: ધ આર્થરાઇટિસ ક્લિનિક, ૧૦૧, કોર્નેલિયન,

પહેલે માળે, ખંભાલા હિલ, કેમ્પ્સ કોર્નર, મુંબઇ ૪૦૦૦૩૬.

૧૫ સપ્ટેમ્બરના રોજ બપોરના ૧૧થી ૨ દરમિયાન

કાંદિવલીસ્થિત કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબમાં

પબ્લિક અવેરનેસ મીટિંગ (જનજાગૃતિ શિબિર)નું આયોજન કરવામાં આવ્યું છે

જ્યારે

ઘાટકોપર ક્લિનિકમાં ૨૬ સપ્ટેમ્બરના રોજ ડૉ. અરુણ મુલ્લાજી ક્ધસલ્ટ કરવાના છે.

ઇચ્છિત વ્યક્તિએ ફોન પર કોન્ટેક્ટ કરીને નામ રજિસ્ટર કરાવવું જરૂરી છે.

--------------------

કોન્ટેક્ટ નંબર: ૯૮૨૦૮ ૧૧૫૩૬

Email: drarunmullajiclinic@gmail.com

h¡bkpCV$: www.mullajikneeclinic.com

---------------------

તમામ તસવીરો

ડૉ. અરુણ મુલ્લાજી પાસે યુનિ કરાવી ચૂકેલાં સુદર્શનાબહેન જૈન સહિત અન્ય પેશન્ટની છે.

--------------------આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8282T8y7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com