24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

---------------------

ફોટોક્વિઝ

શ્રી કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ તરીકે ઓળખાય છે, જ્યારે વડોદરાથી ૪૫ કિલોમીટર દૂર આવેલા આ મંદિરમાં રણછોડરાય તરીકે ઓળખાય છે. આ મંદિર ક્યા સ્થળે આવેલું છે એ તમારે કહેવાનું છે. આ પ્રસિદ્ધ મંદિરમાં દર પૂનમે મેળો ભરાય છે. નાસ્તામાં અહીંના ગોટા ખૂબ પ્રસિદ્ધ છે.

-------------------

પેહચાન કૌન?

તાપી નદીના કાંઠે વસેલું દક્ષિણ ગુજરાતનું આ શહેર ટેક્સ્ટાઇલ સિટી અને ડાયમંડ સિટી તરીકેની ઓળખ પણ ધરાવે છે. અંગ્રેજોના કાળમાં આ શહેરે મહત્ત્વના બંદરની નામના મેળવી હતી. ખાવાના શોખીનોમાં આ શહેરના ઘારી, પોંક અને લોચો પ્રખ્યાત છે. ઓળખી ગયા ને આ શહેર ને?

-------------------

ગીત ગાતા ચલ

ગણેશોત્સવ દરમિયાન હિન્દી ફિલ્મનું ગીત ‘દેવા હો દેવા, ગણપતિ દેવા, તુમસે બઢકર કૌન’ અચૂક સાંભળવા મળે છે. આ ગીતને ૧૯૮૧માં રિલીઝ થયેલી કઈ ફિલ્મમાં લેવામાં આવ્યું હતું એ તમારે યાદ કરીને કહેવાનું છે. આ ગીતમાં અમજદ ખાન પ્રમુખરૂપે પડદા પર જોવા મળે છે.

-------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ) યુએસએ (૩) નિખિલ બંગાળી (૪) નૂતન વિપીન (૫) અમિતા સંઘવી (૬) ચંદ્રિકા દેસાઈ (૭) વિભા મહેશ્ર્વરી (૮) શ્રદ્ધા આશર (૯) શૈલજા ચંદરીયા (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) અરવિંદ કામદાર (૧૨) ચેતના છેડા (૧૩) મંજુલા દુબલ (૧૪) જયશ્રી દુબલ (૧૫) પરેશ દુબલ (૧૬) અંજના પરીખ (૧૭) સુરેન્દ્ર આશર (૧૮) સુરેખા દેસાઈ (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) નિરંજના જોશી (૨૨) દિલીપ પરીખ (૨૩) હેમેન્દ્ર શાહ (૨૪) ચેતના ઝવેરી (૨૫) મીનળ કાપડિયા (૨૬) નીતા દેસાઈ (૨૭) સંધ્યા પારેખ (૨૮) અંજુ ટોલિયા (૨૯) પુષ્પા ખોના (૩૦) જ્યોત્સના શાહ (૩૧) ભારતી બુચ (૩૨) સુનીલ બુચ (૩૩) નીતિન બજરિયા (૩૪) પુષ્પા સુતરીયા (૩૫) હરીશ સુતરીયા (૩૬) ધવલ દાંડ (૩૭) ડૉ. પ્રકાશ કાટકીયા (૩૮) ભારતી કાટકીયા (૩૯) પૂર્ણિમા પરીખ (૪૦) તહેર ઔરંગાબાદવાલા (૪૧) શીરીન ઔરંગાબાદવાલા (૪૨) લલિત જાદવ (૪૩) રસિક જુઠાણી (ટોરોન્ટો, કેનેડા) (૪૪) કાશ્મીરા પરીખ (૪૫) દેવ્યાની દેસાઈ (૪૬) જ્યોત્સના ગાંધી (૪૭) કાંતિલાલ મારૂ (૪૮) અલકા વાણી (૪૯) સુષમા મહેતા (૫૦) હિના દલાલ (૫૧) ઈનાક્ષી દલાલ (૫૨) રમેશચંદ્ર દલાલ.

--------------------

આપો જવાબ

કહેવતો પૂરી કરો

૧) જણનારીમાં જોર ન હોય તો -------- શું કરે?

૨) --------- લાડુ અને સગપણમાં સાઢુ.

૩) જમવામાં જગલો અને કૂટવામાં --------

૪) જર, જમીન ને ------- એ ત્રણેય કજિયાના છોરુ.

૫) જાતે ------- પર કુહાડો મારવો.

---------------------

ગયા મંગળવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: બેન સ્ટોક્સ

ૄ પેહચાન કૌન?: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ૄ ગીત ગાતા ચલ: હિમાલય કી ગોદ મેં

ૄ આપો જવાબ: ૧) બ્રાઝિલ, ૨) ધોની, ૩) અભિનવ બિન્દ્રા, ૪) બૅડમિન્ટન

૫) હૉકી

---------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

U0170M24
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com