31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્લાસ્ટિકની બૉટલોનોસદુપયોગ

ફોકસ-કલ્પના મહેતાઉપયોગ ઘટાડો,ફરી ઉપયોગ કરો અને તેનું રૂપાંતર કરીને ફરી ઉપયોગ કરવો - વેસ્ટમેનેજમેન્ટના આ સિદ્ધાંતો છે. જોતમને આ કામ કરવાની ઉત્સુક્તા હોય તો તમારા માટેતેમાં અનંત તકો છે. આવુંકામ પશ્ર્ચિમ બંગાળના મિદનાપોરના ૩૭ વર્ષના રેન્જ ઓફિસર પપન મોહન્તા કરી રહ્યા છે, જે લોકોને પણ પ્રોત્સાહિત કરે છે. તેઓ લોકોનેવેસ્ટ પ્લાસ્ટિક બોટલોને અપસાઇકલ કરવા માટે પ્રોત્સાહન આપે છે. તે પોતે આ કામ ૨૦૧૬થી કરી રહ્યા છે.

તેઓ કહે છે, પ્રથમવખત મારું અહીં પોસ્ટિંગ થયું ત્યારે મારી આજુબાજુ મને જોવા મળ્યું કે લોકો ઘણી વસ્તુઓ ફેંકી દેતા હોય છે, જેનો ફરી ઉપયોગ થઇ શકે છે. મને તે ન ગમ્યું. મારે કંઇક એવું કામ કરવું હતું જેનાથી કંઇક સારું કામ થાય અને લોકોને પણ તે કરવા માટે હું આકર્ષી શકું. ભૂતકાળમાં મારું જ્યાં જ્યાં પોસ્ટિંગ થતું ત્યારે પણ હું તે વિસ્તારમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરતો, જેનાથી તે બહુ સુંદર બની જાય. આથી મોહન્તાએ બહુ ઝડપથી અહીં પણ એક કામ શરૂ કરી દીધું.

મોહન્તાએ તેના મિત્રો અને પાડોશીઓ પાસેથી બધી જ વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સ ભેગી કરવાનું શરૂ કર્યું અને તેને પ્લાન્ટસમાં ફેરવવાનું શરૂ કર્યું. તેણે જે કામ નાના પાયે શરૂ કર્યું હતું તે આજે એટલું મોટું થઇ ગયું છે કે તેના ક્વાર્ટર્સના આગળના સમગ્ર યાર્ડમાં આ કામ માટે જગ્યા ભરાઇ ગઇ છે, જ્યાં તે અને તેનું કુટુંબ રહે છે. ‘મારી પાસે ૧૫૦૦થી વધારે પ્લાસ્ટિક બોટલ્સ છે, જે મેં પ્લાન્ટસમાં અને અન્ય ડેકોરેટિવ આઇટમ્સમાં ક્ધવર્ટ કરી છે. આ બહુ અદ્ભુત છે, કારણ કે હવે લોકો મારી પાસે તેમની વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો લાવે છે અને મને તેનો ઉપયોગ કરવાનું કહે છે. મારા આ કામે તે વિસ્તારમાં આવેલી સ્કૂલોને પણ પ્રેરિત કરી છે અને તેઓ તેને અનુસરી પણ રહ્યા છે,’ એમ તે ગર્વથી કહે છે.

મોહન્તાકહે છે, તે ઘણીવાર સ્કૂલોમાં જઇને વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની બોટલોનો પુન:ઉપયોગ કરવાનું જણાવે છે. તે કહે છે, હું તેમને કહું છું કે પ્લાસ્ટિક ક્યારે પણ બગડતું નથી અને તેનેસાચવી શકાય છે, આથી આપણે તેનો પુન: ઉપયોગ કરવો જોઇએ. આઉપરાંત તે સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓને તેણે પોતે કરેલા રચનાત્મક કાર્યોને જોવા માટે સક્રિય રહીને પ્રોત્સાહન આપે છે. તેનુંકારણ તે વિદ્યાર્થીઓ તેમના ઘરોમાં અને સ્કૂલોમાં પણ એજ રીતે તેનાજેવું કાર્ય કરવાની તેમને પ્રેરણા મળે, એમ મોહન્તા કહે છે. તેણે એ પણ વાત કહી હતી કે તેનો પાંચ વર્ષનો પુત્ર તેને કેવી રીતે મદદ કરે છે. તે કુદરતને વિસ્તારવામાં મદદ કરે છે અને હું જ્યારે પણ છોડવાઓ રોપું છું ત્યારે તે મને મદદ કરે છે. તેને બોટલોમાં કાદવ ભરવાનું બહુ ગમે છે અને તેનાહાથ ગંદા થાય તેનાથી ક્યારેય શરમાતો નથી. તેણે જે બોટલોમાં ફૂલો ઉગાડ્યા છે તેના વિશે તે કહે છે, ‘ફૂલોના છોડવાઓ ઉગાડવાશિયાળો શ્રેષ્ઠ સમય છે. પેટુનિયાએક એવું ફૂલ છે, જે ક્ધટેનર કે હેન્ગિંગ બાસ્કેટમાં વધારે સારી રીતે ઉગી શકે છે અને મારી પાસે વિવિધ પ્રકારના અને વિવિધ રંગના કેટલાયે ફૂલો છે. આ સિવાય સદા બહાર પણ એવા ફૂલો છે, જે આવી બોટલોમાં સારી રીતે ઉગે છે,’ એમ તે કહે છે. મોહન્તાઅન્ય વિવિધ પ્રકારની નકામી વસ્તુઓ પર પણ કામ કરે છે. જેમ કે તૂટેલા નકામાં ટાયરો. તે એવી વસ્તુઓનો ઉપયોગ મોટા પ્લાન્ટ માટે કરે છે. અહીં એવી એક વર્કશોપ છે, જ્યાંથી મને બધા નકામા ટાયરો મળે છે અને મેં તેમાં કેટલાક પેટુનિયા ફૂલો ઉગાડ્યા છે, એમ તે કહે છે. આ બધું કામ કરવા માટે તેને સમય કેવી રીતે મળે છે તેના વિશે તે કહે છે, જો તમારા મનમાં ઇચ્છા હોય તો તમને કોઇ પણ કામ કરવા માટે માર્ગ મળી જાય છે. આપણે નકામા ગામના ગપાટા મારીએ છીએ તે સમયનો આ બધું કરવા માટે ઉપયોગકરી શકાય, એમ તે હાસ્ય વેરતા કહે છે. વધુમાં તે જણાવે છે, મારા કામની પ્રશંસા થાય છે આથી મને વધુ ને વધુ મહેનત કરવી ગમે છે અને અન્યો પાસેથી પણ મને પ્રેરણા મળે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Gd45nmT
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com