31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ

આજે આટલું જ-શોભિત દેસાઈસસ્તું જીવન, મોંઘી ચીજો નથી બચી કોઈ મજા

છૂટવાના કારણ શોધે છે ઉત્સવઘેલી પ્રજા

સરકાર વિરોધી એક સજ્જનને હમણાં બોલતા સાંભળ્યા: પુત્રની લાલચમાં પાંચ પાંચ પુત્રીઓ જન્મી ગઈ - (૧) નોટબંધી (૨) જીએસટી (૩) મોંઘવારી (૪) બેરોજગારી અને (૫) મંદી; હજી સુધી વિકાસ જન્મ્યો નથી. જુદા પડવું છે આજે આનાથી. કબૂલ, મંદીએ માઝા મૂકી જ છે, પણ ઠેઠ ઊંડે ધરબાયેલી હકીકત એ છે કે ૧૩૫ કરોડ લોકોની માંસલ બજાર (હસમુખ ગાંધી) ધરાવતા આ દેશમાં કોઈ પણ મંદી જન્મી કે ટકી જ ના શકે - જો કુશળતાપૂર્વકના નાણાકીય આયોજનથી દેશની અર્થવ્યવસ્થાને શણગારી શકાય તો. ઠેઠ પાતાળમાં શ્ર્વાસ લેતા આ સત્ય ઉપરની રાજકારણ, દોષારોપણ અને દુર્લક્ષની ધૂળ ખંખેરવા માટે ફૂંક મારવાના પવન, કપડાના કકડા અને મજબૂત કાંડાં સત્તાધીશો પાસે છે જ એટલો વિશ્ર્વાસ તો આપણે આપણા ટજ્ઞયિંત ઉપર રાખી જ શકીએ.

એક બજારમાં હમણાં, શેરબજારની ભાષામાં કહું તો લાલચોળ તેજી દેખાઈ રહી છે અને એ છે ઉત્સવ બજાર. બકરીહનન ખૂબ જ ‘ધામધૂમ’થી ઊજવાયું, નવાં પત્તાની ‘કેટ’ અને પ્લાસ્ટિકના ટોક્ધસની ખપત ભારે રહી; અને હજી કાલે સાંજે તો પહેલો જ દિવસ હતો વિદાયનો. પણ એની ગેરવ્યવસ્થાના દેકારા-હાકલા-પડકારા અને રસ્તા ઉપરના પ્રદર્શન કાફી ‘નેત્રદીપક’ હતા. પાંચમા અને સાતમા દિવસના ક્રમશ: મોટા થતા ટ્રેઈલર્સ અને દસમા દિવસની મેઈન ઈવેન્ટ હજી વધારે ઉત્સાહપ્રેરક હશે જ. આંકડાઓ આવતા જાય છે દરરોજ નવા નવા. આભરણ (આભૂષણ) સાથે એક જગ્યાએ કિમ્મત છે અઢીસો, પોણા ત્રણસો કરોડ આજુબાજુની. ‘ગાઈડ’માં પરદેશી પત્રકાર સ્વામીજીને પૂછે છે: સ્વામી, ડુ યુ બિલિવ ઈન ફાસ્ટિંગ? (સ્વામી, શું તમને ઉપવાસમાં શ્રદ્ધા છે?) સ્વામી: ચાલીસ કરોડ ઈન્સાન અગર એક દિન કા ખાના છોડ દેં તો દુસરે ચાલીસ કરોડ ભૂખે ઈન્સાન એક દિન કા ખાના ખા સકે... દેશદાઝ અને દેશભક્તિનો નશો જ્યારે વધુ ઘેરો બનતો જાય છે ત્યારે દેશવાસીઓને સરકાર દ્વારા મૂર્તિ પર ચાઈનીઝ રંગોે અને ‘ફોરીન’ના ફટાકડા ન વાપરવાની વિનંતી કરાય તો એ બધી લાગતીવળગતી બજારોની મંદી દૂર થાય જ. સુરેશ જોશી કહે છે એમ આગિયાનું તેજ, અંધકારના ઘર્ષણના તણખાનું તેજ, સોયના નાકામાં દોરો પરોવતાં દાદીમાની આંખનું તેજ - આ બધાએ ભેગા મળીને નવો સૂરજ બનાવ્યો.

પાકેલી કેરીના કરંડિયાઓમાં સિફતથી એક એક બગડેલી કેરી ગોઠવવી અને પછી એના પર ‘માફી’ની જાદુઈ લાકડી ફેરવવી, એ બૅન્કિંગને બેઠા કરવા માટે સારું આયોજન છે (ફરી પાછું) જો એને રોજિંદા નિરીક્ષણ અને વિના વિલંબના જરૂરી તત્કાલીન બદલાવોથી સજ્જ રાખવામાં આવે તો.

આ બધા વચ્ચે રિલાયન્સ સ્માર્ટ અને રિલાયન્સ ફ્રેશની એક વિડિયો ક્લિપ જોઈને આંખમાં આંસુ આવી ગયા. એક મોટી હાઉસિંગ સોસાયટીના અલગ અલગ જ્ઞાતિના ૭-૮ વર્ષના ટાબરિયાં મોટેરાંઓથી છુપાઈને વહેલી સવારે સોસાયટીની બાપાની મૂર્તિ સમક્ષ એક આરતી ગાય છે.

સુખકર્તા દુ:ખહર્તા સુન લો યે બિનતી

સમસ્યાઓંકી ન હો પાયે. ગિનતી

દેદો મુડ કે ચાહે કોઈભી દિશા

દુનિયાકી, જાનો, કી ક્યા હો ગઈ દશા

જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ

હલ નિકલેગા તબ હોગી ઈચ્છાપૂર્તિ

જય દેવ જય દેવ...

સાંસે લેને જૈસી હવા ન રહી

પ્રદૂષન કો હમને ઈતની જગા દી

સ્માર્ટફોન એડિકશન સે પાને કો મુક્તિ

દેવા હમકો દે દે થોડીસી શક્તિ

જય દેવ જય દેવ.

કચરા હી કચરા કરતે જાતે હૈં

કુદરત કા બલિદાન દેતે જાતે હૈં

મુશ્કિલ હૈ રેહના ઔર યે સબ સેહના

ઈસસે બઢકે દેવા તુમસે ક્યા કેહના

જય દેવ જય દેવ .

પીને કા પાની બેહતા હૈ ઐસે

કલ કોઈ આવશ્યકતા ના હો જૈસે

કોઈ ભૂખા હૈ તો હમકો ક્યા ચિંતા

ખાના ફેંકે જાયે કોઈ ના સુનતા

જય દેવ જય દેવ.

આયે હો તો દેવા ઈતના કર દેના

હમકો થોડી સદ્બુદ્ધિ તુમ દે દેના

પ્રોબ્લેમ્સે ભરી દુનિયા હૈ અપની

ઈનસે લડને કી કોઈ યુક્તિ તુમ દેના

જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ

હલ નિકલેગા તબ હોગી ઈચ્છાપૂર્તિ

જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય દેવ.

આ કવિને, આ સ્વરકારને, આ ગાયક વૃંદને, આ કંપનીને ૨૭૦ કરોડ સલામ, ભારતના વડા પ્રધાન તરફથી.

આવતા વરસથી મુખ્ય આરતી સાથે આ આરતી પણ ગવાય, દરેક જાહેર અને ખાનગી ગણેશોત્સવમાં, એવી વિનંતી, એવો આગ્રહ, એવા સૂચન સાથે...

આજે આટલું જ...

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0D281bJ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com