31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિમાલયની માહિતી આપતા પુસ્તકોની અછત છે

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશીનામ- કાશ્મીરથી ન્ોપાળ

લેખક- હરિચંદ લક્ષ્મીચંદ મહેતા

પ્રકાશક-ધી બાબુ પ્રિન્ટિંગ પ્રેસ, અમદાવાદ

પ્રકાશન વર્ષ-૧૯૨૯

કુલ પાના- ૨૮૦

કિંમત- બ્ો રૂપિયા

--------------------

તાજેતરમાં કાશ્મીર ફરી ચર્ચામાં આવ્યું છે ત્યારે કાશ્મીરથી લઈન્ો છેક ન્ોપાળ સુધીના હિમાલયના વિસ્તારમાં પથરાયેલા વિવિધ સ્થળો વિશેના પુસ્તક વિશે વાત કરવાની તક લઉં છું. પુસ્તકના લેખક, સંગ્રાહક અન્ો પ્રકાશક એવા હરિચંદ લક્ષ્મીચંદ મહેતા મૂળ બરવાળા ઘેલાશાના રહેવાસી, જ્યારે આ પહેલી આવૃત્તિ પ્રગટ કરી ત્યારે પુસ્તકની ૨૧૫૦ નકલ પ્રગટ કરી હતી. માત્ર બ્ો રૂપિયાની કિંમતમાં આવું અલભ્ય પુસ્તક એ સમયે પ્રાપ્ત થતું હતું.

પુસ્તક શ્રીમાન રા.રા. નરોત્તમભાઈ (ઉર્ફે ચંદુભાઈ) હરિશંકર ઓઝાન્ો અર્પણ કરવામાં આવ્યું છે. મૂળ હળવદના રહેવાસી એવા શ્રી ઓઝા ત્યારે કલકત્તા વસતા. પુસ્તકના વિષયની જેમ જ આ પુસ્તકનું અર્પણ જરા અલગ પ્રકારનું એટલા માટે છે કે પુસ્તક અર્પણ તો શ્રી ઓઝાન્ો કરવામાં આવ્યું છે, પણ એમાં પુસ્તક સાથે નામ એમના સ્વર્ગસ્થ મિત્ર વિઠલરામ જેરામ પરખાણીની સ્મૃતિન્ો પણ જોડી દેવાઈ છે.

મ્હારા બ્ો બોલ શીર્ષક અંતર્ગત લેખકે પોતાનો આ પુસ્તક લખવાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખ્યું છે કે, હિમાલયની તત્કાલીન મુસાફરીમાં જે સગવડતાઓ મળે છે એનું વર્ણન કરીન્ો એમન્ો અગાઉની મુશ્કેલીઓ બાબત્ો જનસમાજમાં ફેલાયેલો ભ્રમ દૂર કરવાનો છે. એની સાથોસાથ હિમાલયનું કિંચિત્ દિગ્દર્શન કરાવવાનો પણ છે. પોતાના બ્ો બોલ લખતાં લખતાં લેખક હિમાલયનું વિવિધ રીત્ો શું મહત્ત્વ છે એ પણ દર્શાવતા રહે છે, જેમકે વ્યવહારિક દૃષ્ટિએ એ હિન્દુસ્તાનમાંથી ચાલ્યા જતા મોસમી પવનોન્ો અટકાવે છે. વ્યાપારિક દૃષ્ટિએ વિવિધ વૃક્ષો અન્ો ઔષધિઓ પુષ્કળ પ્રમાણમાં પ્ાૂરી પાડે છે. એવી જ રીત્ો ભૌગોલિક, રાજકીય, ધાર્મિક, સામાજિક દૃષ્ટિએ હિમાલયનું મહત્ત્વ અન્ો મહત્તા વર્ણવીન્ો લેખકે પોતાની વાત પ્ાૂરી કરી છે. જોકે, લેખકે એક જે બાબતનો ઉલ્લેખ કર્યો છે અન્ો જે બાબત્ો એમન્ો આ પુસ્તક લખવા પ્રેર્યા છે એ છે-હિમાલય સંબંધી માહિતીવાળાં પુસ્તકોની અછત. લેખક લખે છે કે, આવા પુસ્તકો અંગ્રેજીમાં સ્ોંકડોના પ્રમાણમાં મળે છે, જ્યારે ભારતીય ભાષાઓમાં ગણ્યાગાંઠ્યા જ છે. ઈ.સ. ૧૯૨૭માં લેખક્ધો જ્યારે બદ્રીકેદાર જવું હતું ત્યારે હિમાલયના રસ્તાઓના માર્ગદર્શન માટે એમણે અથાગ મહેનત કરી પણ એકેય પુસ્તક મળ્યું નહીં. એ ખોટ પ્ાૂરી કરવા લેખક આ પુસ્તક લખવા પ્રેરાયા અન્ો એમણે એ ભગીરથ કાર્ય સુપ્ોરે પ્ાૂર્ણ પણ કર્યું.

પુસ્તકની શરૂઆતમાં લાઠી દરબાર સ્ાૂરસિંહજી તખ્તસિંહજી ગોહેલ, કવિ કલાપીની ૧૮૯૬માંની હિમાલય યાત્રામાંથી કેટલીક માહિતી યાત્રાની આવશ્યકતા શીર્ષક હેઠળ મૂકી છે. એવો જ એક બીજો માહિતીપ્રદ લેખ નવજીવનના અંકમાંથી આલ્મોડાની મુસાફરી અંગ્ોનો હિમાલયની એક સાધારણ જગ્યાનું પ્રાકૃતિક સૌદર્ય એ શીર્ષક તળે મૂક્યો છે. લેખકે આ પુસ્તક ત્ૌયાર કરવા માટે ૨૦ અંગ્રેજી, ૧૬ બંગાળી, ૧૭ હિન્દી, ૮ ગુજરાતી અન્ો બ્ો મરાઠી પુસ્તકો મળીન્ો કુલ ૬૩ પુસ્તકોનો લાભ લીધો હતો એની સમગ્ર યાદી આગળના પાનાંમાં પ્રગટ કરી છે.

હિમાલયના બધાં જ તીર્થસ્થાનોન્ો વર્ણવતા આ પુસ્તકમાં કુલ પાંચ ભાગ છે. પહેલામાં ગઢવાળની અંદૃર આવેલા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અન્ો યમુનોત્રીનો, બીજામાં કમાઉની ઉપર તિબ્ોટમાં આવેલા માનસરોવર અન્ો કૈલાસનો, ત્રીજામાં ન્ોપાળની અંદર આવેલા પશુપતિનાથનો, ચોથામાં કાશ્મીરની અંદર આવેલા અમરનાથનો અન્ો પાંચમામાં પંજાબની અંદર આવેલા જ્વાળામાઈ અન્ો કુરુક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધાં તીર્થોનો વિસ્તાર કાશ્મીરથી ન્ોપાળનો હોવાથી પુસ્તકનું નામકરણ પણ એ જ કરવામાં આવ્યું છે એવું લેખકે ખાસ ઉલ્લેખ્યું છે.

દરેક પ્રકરણોમાં ભૌગોલિક, રાજકીય વ્યાપારિક અન્ો સામાજિક વિષયોનું સંક્ષિપ્ત વર્ણન આપવા સાથે યાત્રાનો સમય, રસ્તાઓ, મજૂર તથા વાહનો, સામાન અન્ો સગવડતા-અગવડતા ઉપરાંત કેટલાંક અગત્યના સ્ાૂચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રસ્તાઓની યાદીમાં ચઢાણ ઉતરાણ સપાટ એવી વિશેષતાઓ વર્ણવવા સાથે રસ્તામાં આવતા સદાવ્રત, ધર્મશાળાઓ, પોલીસચોકી અન્ો જોવાલાયક સ્થળોનું વર્ણન પણ આમેજ કરેલું છે.

આ ઉપરાંત પુસ્તકની વિશેષતા તો એ પણ છે કે પુસ્તકના પરિશિષ્ટમાં સપ્ત પુરી, દ્વાદશ જ્યોતિર્લિંગ, ચારધામ, પાંચ મહાસરોવર, મેળાઓ, રેલવે લગ્ોજના ભાડાની યાદી સહિત દેવીદેવતાઓની સ્તુતિ, સ્તોત્રો, ફુરસદે ગાવાના ગીતો, દશાવતાર જયંતી તિથિ, દિવસરાત્રિના ચોઘડિયાં, સામોકાળ, શુકન-અપશુકન, દિશાશૂળ અન્ો મુહૂર્ત જોવાની સમજણ,

૧૦૦ વર્ષનું કેલેન્ડર અન્ો આ પુસ્તકના આગોતરા ગ્રાહકોની યાદી વગ્ોરે આપ્ોલું છે. સરવાળે આ પુસ્તક બધાંન્ો જ ઉપયોગી નિવડે એવું છે.

લેખક નમ્રભાવે લખે છે કે, અંગ્રેજી સિવાયની ભાષામાં આ કોટિનું પુસ્તક એમની જાણ બહાર છે. જોકે, આપણે ચોક્કસપણે કહી શકીએ કે એ સમયે તો આવું પુસ્તક ગુજરાતીમાં કે અન્ય ભાષામાં ઉપલબ્ધ નહતું જ અન્ો કદાચ આપ્ો પણ જવલ્લે જ જોવા મળે એવું ઉત્તમ કાર્ય હરિચંદ મહેતાએ કરી આપ્યું છે. સક્ષમ એક બ્ો નહીં પ્ાૂરા ૬૩ પુસ્તકો જોઈ-વાંચીન્ો, પોતાની યાત્રાના અનુભવના નિચોડન્ો ઉમેરીન્ો, નગાધિરાજ હિમાલયના યાત્રાધામોના રેડીરેકનર (હાથપોથી) જેવા આ પુસ્તક કાશ્મીરથી ન્ોપાળ માટે આપણે સૌ લેખક, સંગ્રાહક અન્ો પ્રકાશક હરિચંદ લ. મહેતાના ઋણી રહીશું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2j0l2f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com