31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તિરંગામાંથી ઊગશે ફૂલ છોડ

પ્રતિવર્ષ સ્વતંત્રતા દિવસના આગમનના પહેલા જ બજારમાં લાખોની સંખ્યામાં પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનું આગમન થઈ જતું હોય છે. રસ્તા પર નાનાં બાળકોથી માંડી અનેક લોકો પ્લાસ્ટિકનો તિરંગો વેચતા દેખાતા હોય છે. શાળાના વિદ્યાર્થીઓ પણ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજને શાનથી સાથે રાખતા જોવા મળે છે. નાના-મોટા વાહનો પર પણ તિરંગો લગાડવામાં આવે છે અને ૧૫ ઑગસ્ટ પૂરી થતા જ હજારોની સંખ્યામાં એ જ શાનદાર તિરંગો પ્લાસ્ટિક વેસ્ટ તરીકે કચરામાં જતા રહે છે. આ વર્ષ પણ એમાં અપવાદ નહોતું. જોકે, તિરંગાની શાન સાચવવા અને પર્યાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવા હવે કેટલાંક પ્રયત્નો થઇ રહ્યા છે. એનું એક ઉદાહરણ છે સીડ ફ્લૅગસનું ઉત્પાદન. નકામા કપડા, ફૂલછોડના બીજ, ગુંદર તથા પાણીના ઉપયોગથી સીડ ફ્લૅગ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. એક ધ્વજની કિંમત માત્ર ૧૦ રૂપિયા હોય છે. ભારતીય ધ્વજ સંહિતા અનુસાર રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક માટીમાં દફનાવવાની છૂટ છે. ઉપયોગ બાદ માટીમાં દફનાવાયેલા ધ્વજના બીજ ફરી અંકુરિત થઈ ઊઠે છે.

એવી જ રીતે સીડ પેપર પણ બનાવવામાં આવે છે. પ્રાકૃતિક ચીજોના ઉપયોગથી બનાવવામાં આવેલા કાગળમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમાં વિવિધ છોડ તથા બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કાગળમાંથી બનેલા તિરંગાને પણ જમીનમાં વાવવામાં આવે તો બીજ પ્રમાણે છોડ ઊગી નીકળે છે. હાલ ટમેટા, તુલસીના બીજનો ઉપયોગ કરી તિરંગો બનાવવામાં આવી રહ્યો છે. તિરંગાના રંગ માટે પાલક, હળદર અને બ્લુબેરી જ્યુસનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે આશરે ૮૫૦૦૦ સીડ્સ ફ્લૅગ્સનું વેચાણ થયું છે. સીડ્સ ફ્લૅગ્સ ઉપરાંત રાખડી, કૅલેન્ડર વગેરે પણ પ્રાકૃતિક ચીજોના ઉપયોગથી બનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા સીડ્સ પેપર ક્ધસેપ્ટનો ફેલાવો થતા દેશની વિવિધ પ્રાંતની કંપનીઓ પણ તેમાં રસ દાખવી રહી છે. મહારાષ્ટ્રથી ઉત્તરાખંડ, હૈદરાબાદથી પટના સુધી સીડ્સ ફ્લૅગનો ફેલાવો થયો છે. તેની કિંમત પણ મધ્યમવર્ગને પોસાય તેવી રાખવામાં આવી છે.

સીડ પેપર્સ ઉપરાંત કંપની કૅલેન્ડર તેમ જ કંકોતરી પણ બનાવે છે. લગ્ન થઇ ગયા પછી કંકોતરીનું શું કરવું એ પ્રશ્ર્ન હોય છે, પરંતુ હવે એમાંથી પણ સુંદર રંગબેરંગી છોડ ઉગાડી શકાશે. આ વર્ષે પ્લાન્ટેબલ પેપર્સમાંથી તૈયાર કરવામાં આવેલા બે લાખ ધ્વજનું વેચાણ કરવામાં આવ્યું હતું. સીડ કૅલેન્ડરનો પ્રોજેક્ટ નાગપુરથી ૬૦ કિમી દૂર પરદ્શિંગ ગામના કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા થઈને શરૂ કર્યો હતો. હાલ આ પ્રોજેક્ટ પર ૯૦ ટકા મહિલા કામ કરી રહી છે. કૅલેન્ડરના વિવિધ પાનામાં અલગ-અલગ શાકભાજીના બીજ નાખવામાં આવે છે. મોસમ પ્રમાણે મહિના સાથે તાલમેલ સાધી પાનામાં મૂકવામાં આવતા બીજ મહિનો પૂરો થતા જ પાના સાથે વાવવામાં આવે છે. સીડ પેપર્સ સાથે જોડાયેલા ઉત્પાદકો જણાવે છે કે મુખ્ય આશય એ જ છે કે પ્રદૂષણને નિયંત્રિત કરી પર્યાવરણને જાળવવા એવા પ્રયત્ન કરીએ કે જેનાથી આજીવિકા પણ ઉપલબ્ધ થઈ શકે અને આવનારી પેઢીને પણ પર્યાવરણ સંદર્ભે જાગ્ાૃત કરી શકાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

gu641heg
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com