31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દિવ્યતા, ક્રમ, પ્રેમ અને શાંતિ આ ચાર ભાવો કેન્દ્રિત જીવન સફળ બનાવે છે

હૃદયરોગ: કેટલીક-ભ્રમણા કેટલુંક સત્ય-ડૉ. મનુ કોઠારી ડૉ. લોપા મહેતા(ગયા અંકથી ચાલુ)

ઉત્તમ રીતે આહાર લ્યો( Eat Well)

સરખી રીતે ભોજન લેવું. એ ઘણી બધી રીતે બહુ જરૂરી છે. તમારું હૃદય એક દિવસમાં (૨૪ કલાકમાં) એટલું કામ કરે છે કે જે એક મોટી ટ્રકને એક ઝટકામાં ઊંચી કરી શકે. હૃદય પમ્પ બહુ શક્તિશાળી છે અને એની આજુબાજુ ફેંફસાં દ્વારા વાયુની ગાદી મૂકી છે અને ઉદરપટલની નીચે જઠરમાં રહેલ વાયુના ગોળાનું ઓશીકું મૂક્યું છે. બાળક જન્મે એના બે કલાકમાં તો કુદરત જઠરનું આ ઓશીકું તૈયાર કરી દે છે અને એ જીવનભર ટકી રહે છે. જઠરની આ ગાદી કહો કે ઓશીકું કહો કે હવા ભરેલું મોટરના પૈડાનું ટાયર કહો એના પર હૃદય આખો જન્મારો ધબકારાના તાલથી નૃત્ય કરતું રહે છે. વધુ પડતું ખાવાનું જઠરમાં દબાણ પેદા કરે છે જે વાયુના ઓશિકા પર દબાણ લાવે છે અને તેની અસર હૃદયના કાર્ય પર થાય છે, માટે તમારું પેટ થોડું ઊણું રાખો.

ઉત્તમ રીતે ખોરાક લેવા માટે, જઠરને હળવું રાખવા માટે ( Eat Well) સારી રીતે ખોરાક ચાવો.Eat = Excercise All TeethઅનેEntertain All teeth મોઢામાં મૂકેલ દરેક કોળિયો એટલો ચાવો કે ખોરાક દૂધ જેવો એકરસ થાય, એ મોઢામાં છૂટેલા રસને કારણે ખોરાકની કુદરતી મીઠાશનો પણ સ્વાદ આવે. જઠર પણ આવા સ્વરૂપમાં આવેલ ખોરાકને ખુશીથી વધાવશે અને પછી સરળતાથી નાના આંતરડામાં પસાર કરી શકશે. ઉતાવળે ખાવું એ એસીડીટી થવાનું મુખ્ય કારણ છે જેથી છાતીમાં બળતરા થાય છે. છાતીમાં ઘણીવાર જે અસુખ લાગે છે તે મોટેભાગે જલદી જલદી ખોરાક લેવાના કે વધુ પડતા ખોરાક લેવાના કારણે થાય છે. ઘણીવાર વધારે પડતું મરચા અને મસાલાવાળો ખોરાક લેવાથી કે મીઠું લેવાથી પણ પેટમાં અને છાતીમાં અસુખ થાય છે. જો તમે તમારો આહાર માણો તો કંઇ ખોટું નહીં થાય. એ યાદ રાખવાની જરૂર છે કે મોઢામાં જ સ્વાદ માણી શકાય છે. તેના પછી ક્યાંય સ્વાદનો પ્રશ્ર્ન ઉઠતો જ નથી. પછી આહારના માર્ગ પર આપણું કંઇ નિયંત્રણ પણ રહેતું નથી.

દુકાળ કે ખોરાકની છત કરતાં અછત એ બહુ સામાન્ય ઘટના અવારનવાર બનતી રહેતી હોવાના કારણે ઉત્ક્રાંતિમાં કુદરતે પ્રાણી કે માણસને ૧૦ કોળિયા ઓછો ખાઇને શરીરને જીવતું રાખવાની વ્યવસ્થા કરી છે પણ એક કોળિયો પણ વધુ ખાવાની નહીં. પ્રાણીઓ તો સહજ રીતે આ પ્રકૃતિ પ્રમાણે વર્તે છે પણ માણસ હજી આ નિયમને અમલમાં મુકવાનું શીખ્યો નથી.

દારૂ, ધૂમ્રપાન, પાનબીડું સર્વને મર્યાદામાં રહીને માણવું ઘટે અને ખાસ તો એ ધ્યાનમાં લેવું કે એને લીધે તમને કોઇ તકલીફ તો થતી નથીને. યુજીન મરાઇસ એ દક્ષિણ આફ્રિકાના એન્થ્રોપોલોજિસ્ટે (માનવસંસ્કૃતિના શાસ્ત્રજ્ઞ) તેમના અભ્યાસ પરથી કહ્યું છે કે કોઇ એકાદ પ્રકારનું બંધાણ હોવું એ માણસના સ્વસ્થ રહેવા માટે સહજ બની જાય છે, એટલે આશાવાદી બનવા માટે વધુ માનસિક સંતાપ કરવો નહીં.

નિરાંતે સૂવું (Sleep Well)

નિરાંતે સૂવું (Sleep Well)એ એક ક્રિયા છે જે મનને મોકળું અને પેટને હળવું કરે છે. શેક્સપિયરે કહ્યું છે એમ જાગૃતિ હોય કે નિંદ્રા, કુદરતના ભોજનમાં એક વાનગી પતી જાય પછી પીરસાતી બીજી વાનગી છે અને એ જ જીવનની મિજબાની છે જે એ રીતે પૂરી થાય છે.ઊંઘમાં મગજ અને શરીર પાછું પૂરેપૂરું સમુંનમું કરવામાં આવે છે જે કોઇપણ વ્યાયામશાળા કરી શકે નહીં.

સારો વિચાર કરવો (Think Well)

આપણું મન સ્વર્ગને નરક અને નરકને સ્વર્ગમાં ફેરવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે તમે જેવું વિચારો એવા તમે બનો. એટલે જ હકારાત્મક વૃત્તિઓ કેળવો. સમજ કેળવવાની જરૂર છે કે હવે પછી આવનાર શ્ર્વાસ કે હૃદયનો ધબકારો તમારે માટે કે પ્રાણી જગતમાં અન્ય કોઇને માટે એક સંભાવના જ છે એની પૂરેપૂરી ખાતરી આપી ન શકાય. તમે મોટરમાં વીમા કઢાવ્યા વિના મુસાફરી નહીં કરો, કારણ કે તમને ખબર છે કે મોટર તમને અને/અથવા બીજાને ક્ષણભરમાં સ્વધામે પહોંચાડી શકે છે. આપણી વિમાનની ટિકિટમાં ફરજિયાત વીમો ઉમેરાયેલ હોય છે, બધાને ખબર છે કે વિમાનમાં અકસ્માત થાય?

તો તરત જ રામ બોલો ભાઇ રામ થઇ જાય. જો મોટરમાં કે વિમાનમાં બેસતી વકતે તમે અકસ્માતને કારણે મરી જવાય એવી શક્યતા રાખીને પ્રવાસ કરો છો તે જ રીતે પોતાના જીવનમાં પ્રત્યેક શ્ર્વાસ સાથે એ ભાવના કેળવવી સુગમ છે.

સારા વિચારો માટે Desiderata“ વચનો બહુ જ પ્રેરણાદાયક છે.

ઉતાવળ, ધમાલ અને ઘોંઘાટ વચ્ચે તમે શાંતિ અને ધીરજ રાખો. યાદ રાખો કે નીરવતામાં

શાંતિ છે.

શક્ય હોય ત્યાં સુધી પોતાનું સમર્પણ કર્યા વિના બધાની સાથે શુભ વ્યવહાર કરો. તમે સત્ય શાંતિથી અને સ્પષ્ટતાથી બોલો અને બીજાને સાંભળો, ભલે તેઓ મૂઢ કે અજ્ઞાત હોય, તેમની પાસે પણ પોતાની કથની છે.

બહુ મોટેથી બોલનાર અને ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિઓથી દૂર રહો, તેઓ આત્માને સંતાપ

આપે છે.

તમારી જાતને તમે બીજા સાથે સરખાવશો તો તમે ક્યાં તો અભિમાની બનશો કે પછી ઇર્ષાળુ બનશો, કારણ કે કેટલાક તો તમારાથી ઊતરતા અને કેટલાક તમારાથી ચઢિયાતા લોકો તો

મળશે જ.

તમે પોતે જે કંઇ સિદ્ધિ મેળવી હોય તેને તેમ જ તમે જે કંઇ પ્લાન બનાવ્યા હોય તેને માણો.

તમારી પોતાની કારકિર્દીમાં રસ કેળવો, પછી ભલે એ ગમે તેટલી નીચા પાયા પરની હોય. નમ્ર બનો. આ સમય પર લટકતા ભવિષ્યમાં એ જ તમારું સાચું ધન છે. તમારા ધંધામાં સજાગ રહો, કારણ કે દુનિયા ઠગોથી ભરેલી છે પણ એને લીધે અન્યના સદ્ગુણો તરફ આંખ ન મીંચો. દુનિયામાં એવા ઘણા લોકો છે જે ઊંચા આદર્શોને આંબવા જહેમત ઉઠાવે છે અને ચોતરફ વીરતાથી ભરેલ જીવન ફેલાયેલું છે.

તમે જેમ છો એમ રહો, એમાંય ખાસ કરીને સારા દેખાવાના અને હેત કરવાના ઢોંગ ન કરવા. પ્રેમનો ઉપહાસ ન કરો, કારણ કે ભાવહીન અને મોહભાંગી ગયેલ જીવન રણમાં પ્રેમ એક જ લીલા ઘાસ જેવો નિત્ય છે.

ઉંમર સાથે એની સલાહ લો અને જુવાનીના જોમની વસ્તુઓને સહજ રીતે છોડી દો.

પણ તમારી જાતને કાલ્પનિક આવનારા દુ:ખોથી પીડા ન પહોંચાડો. ઘણા ભય, થાક અને એકલતાને કારણે પેદા થાય છે.

જીવનમાં નિયમતા કેળવો પણ તમારી પોતાની જાત સાથે સૌમ્ય રીતે વર્તો. તમે બ્રહ્માંડનું બાળક છો. તમે વૃક્ષો અને તારામંડળથી ઓછા નથી. તમારો અહીં રહેવાનો અધિકાર છે. અને તમને સમજ હોય કે ન હોય, આખું બ્રહ્માંડ એણે જે રીતે ખૂલવું જોઇએ એ રીતે જ ખૂલે છે. માટે જ ભગવાન સાથે શાંતિ રાખો. તમારે ભગવાનનું જે સ્વરૂપ માનવું હોય તે માનો.

અને પછી તમારી જે જહેમત હોય અને અરમાનો હોય પણ આ જીવનના ધાંધલિયા ગૂંચવાડામાં તમારા આત્મામાં શાંતિ રાખો.

બધા ડોળ, વૈંતરાં અને રભગ્ન સ્વપ્નો વચ્ચે પણ આ એક સુંદર જગત છે, પ્રસન્ન રહો, ખુશ રહેવા પ્રયત્ન કરો.

- Max Ehrmann

દિવ્યતા, ક્રમ, પ્રેમ અને શાંતિનો અભિગમ અંગ્રેજીમાં અમે કહ્યું છેDOLP (D = DIVINITY,

O = ORDER, L = LOVE, P = PEACE“pનો માર્ગ લ્યો.

આજકાલ જે શરીરની જાળવણી-સ્વાસ્થ્ય માટે વિશેષ કરીને- જે ઉદ્યોગરૂપે દોર ચાલ્યો છે એને માટે રેને ડુબોસ જેવા માઇક્રોબાયોલોજિસ્ટ અને તત્ત્વચિંતકે ખેદ વ્યક્ત કર્યો છે. આ જાતના ધંધાદારી ખેલમાં "આમ નહીં કરવું અને આમ કરવું ની યાદી દરેકના માનસમાં એકદમ જડબેસલાક બેસાડી દેવામાં આવી છે. આ દોરે વધુ પડતું જોર પકડ્યું છે, એમાં લોકોને અંધવિશ્ર્વાસ બેસી ગયો છે. એ તો લોકોની વિચારશ્રેણીમાં એટલું ચીટકી ગયું છે કે શરીરકેન્દ્રિત માનવજીવન સભર નથી રહ્યું, જીવનનો આનંદ શોષાઇ ગયો છે, એ મરવા સમાન જીવે છે. માનવે પોતાની જાતથી પર જવાની જરૂર છે. તમને ખબર નથી પણ જીવન તો પરિપૂર્ણ છે. આઇન્સ્ટાઇનની દૃષ્ટિમાં તો માણસનું મૂલ્યાંકન એ પોતે કેટલી તટસ્થ રહીને સમગ્રનો વિચાર કરે છે અને પોતાનું જીવન સ્વાર્થ કેન્દ્રિત નથી બનાવતો એના આધારે થાય છે. માટે જ દિવ્યતા, ક્રમ, પ્રેમ અને શાંતિ એવા ચાર ભાવો કેન્દ્રિત જીવન સફળ બનાવે છે.

માનો યા ન માનો આ જગતમાં જે કંઇ છે એ દિવ્યતા-ઇશ્ર્વરથી આચ્છાદિત છે. ઝાડપાન, ફળફૂલ, ધાન, હવા, પાણી, સૂર્યપ્રકાશ કંઇ પણ લ્યો એ સર્વમાં ઇશ્ર્વર જ છે. એનાથી કંઇ જ અળગું કે સ્વતંત્ર નથી. આ દિવ્યતાનો માત્ર અનુભવ જ કરી શકાય, વર્ણન નહીં. કેન્સરનો કોષ એક સાદા કોષનું ઉચ્ચકક્ષાના સ્વરૂપમાં રૂપાંતર છે. એમાં એટલો જ ઇશ્ર્વર સમાયો છે જેટલો સાજા કોષમાં છે. તમારી તંદુરસ્તી અને કોઇપણ માંદગી-હૃદયરોગના હુમલા સમેત-માં ઇશ્ર્વર જ સમાયેલ છે. તમારા શરીરના શારીરિક નીરોગપણા પર ઘમંડ ન કરવું અને તમારી માંદગી માટે કટુ વચન અને વિચાર ન સેવવા. ઇશ્ર્વરના નિષ્પક્ષ સામ્રાજ્યમાં પરસ્પર સહાયનો નિયમ પ્રવર્તે છે અને તે અનુસાર જીવન એક અખંડ ઘટના છે.

દરેક ક્રિયા, વસ્તુ અને પરિસ્થિતિમાં એક નિયામક ક્રમ છે. એક શ્ર્વાસ લઇએ ત્યારે કેટલાય રસાયણો, શરીરના અસંખ્ય કોષો, ક્રમબદ્ધ વિવિધ ક્રિયાઓ બધું જ સહકાર્ય કરે છે, એટલે જ શ્ર્વાસ લઇએ તેની ખબર પડતી નથી અને સહજ જીવન જીવી શકીએ છીએ. અરે! તમે જરા ટચલી આંગળીને સહેજ હલાવો એમાં પણ કેટલી બધી સુમેળથી થતી પ્રક્રિયા સમાયેલ છે. એ તો જ્યારે તમારા ચારેય અંગોનું ચલન પક્ષાઘાતથી કે અકસ્માતથી બંધ પડી જાય ત્યારે જ તમને એનો ખ્યાલ આવશે. તમે ધીરજપૂર્વક કળીને ખીલીને ફૂલ બનતાં નિહાળો. આપણને સૌને એટલી ઉતાવળ હોય છે કે આપણે લાકડા માટે જંગલ જોતા નથી.

પ્રેમની ધીરજ છે અને દયા છે, પ્રેમમાં ઇર્ષા નથી અને ડંફાસ નથી, એમાં ઉદ્ધતાઇ નથી કે તોછડાપણું નથી. એ પોતાનો કક્કો પકડીને બેસતો નથી, એ છંછેડાતો નથી કે રોષે ભરાતો નથી, એ ખોટું થાય ત્યારે મોજમાં આવી જતો નથી પણ સત્ય સાથે આનંદ માણે છે. પ્રેમ સર્વને સહન કરે છે, સૌમાં માને છે, બધામાં આશા રાખે છે, બધું વેઠે છે. પ્રેમને કદી અંત હોતો નથી.

Corinthians

જેમણે મૃત્યુના દ્વારે પહોંચીને પાછા ફર્યાનો અનુભવ કર્યો હોય (NDE=Near Death Experience) તેમણે કહ્યું છે કે વાસ્તવમાં તો પ્રેમ જ એક એવો ભાવ છે, જેમાં એવી શક્તિ છે જેનું મૂલ્ય છે કારણ કે તે અણુથી માંડીને આત્માના હિતનું જતન કરે છે. જીવનની એકપણ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિને પ્રેમ કર્યા વિના રહેતા નહીં, પ્રેમ જ માત્ર રોજિંદા જીવનના ઢસારાને, નિષ્ફળતા અને સફળતાને, નફા અને તોટાને નામના અને બદનામીને સાર્થક કરે છે.

શાંતિ તો સમજી શકાય એમ છે. આપણે તો ૐ શાંતિ શાંતિ શાંતિ ત્રણવાર બોલીને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક સ્તરે શાંતિ ઇચ્છીએ છીએ. એમ પણ કહી શકીએ કે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં શાંતિ ઇચ્છીએ છીએ. ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે અશાંત જીવને આનંદ કેવી રીતે મળે? અને શાંતિથી પરમ સુખ બીજું એકેય નથી.

આગળdesiderata અભિલાષામાં શાંતિનું મહત્ત્વ સમજાવ્યું છે. એલેકઝાંડર સોલઝેહનિત્સિન -aleksandr solzhenitsyn આપણા યુગના ટોલસ્ટોયે, પણ એની નવલકથા ગુલાગ આર્ચીપેલાગો -the gulag archipeiagoમાં આ સર્વે ઇચ્છનિય અભિગમ માટે થોડા શબ્દોમાં ભાર મૂકીને કહ્યું છે.

જીવનના આ બધા કોયડાઓમાં સૌથી મહત્ત્વનું શું છે? તમને ગમે તો હું તમારે માટે અત્યારે જ સ્પષ્ટ કરું. જે કંઇ માયાવી છે - સત્તા, માલમત્તા, ઘરબાર - એ બધા પાછળ નહીં દોડો. એ બધું તમારા વર્ષોના વર્ષો પછીની તમારી મનની શાંતિ ગુમાવીને મેળવેલી વસ્તુઓને એક રાતમાં બધું છીનવી લેવામાં આવશે. પોતાના જીવન પર સતત તમારો કાબૂ રાખો. ખરાબ સમય આવશે એનો ડર ન સેવો. મોજ અને મજા પાછળ દોડો નહીં. એ બધું એક જ છે. કડવું હંમેશાં ટકતું નથી અને મીઠું કદી કપમાં છલકાતું નથી. તમે જો કડકડતી ઠંડીમાં થરથરતા ન હોય અને ભૂખ અને તરસ તમારી આંતરડીને કકળાવતા ન હોય, તમારી કમર ભાંગી પડી ન હોય, તમારા પગ ચાલી શકતા હોય, તમારા હાથ વળી શકતા હોય, બંને આંખોમાંથી જોઇ શકતા હોય, બંને કાનથી સાંભળી શકતા હોય તો તમારે કોની ઇર્ષા કરવી રહી? અને શેને માટે? આપણી બીજા માટેની ઇર્ષા આપણા હૃદયને કોરી ખાય છે અને સૌથી વધુ મૂલ્યવાન તો તે વ્યક્તિઓ છે, તમને ચાહે છે, તમારું ભલું ઇચ્છે છે, તેમને કદી દુ:ખ ન પહોંચાડો, તેમના પર ક્રોધ ન કરો, કડવા વેણ ન કહો, ગુસ્સામાં એમનાથી છૂટા ના પડો કારણ કે તમને ખબર પણ ન પડે કે એ તમારા પકડાઇ જવા પહેલાનું તમારું છેવટનું મિલન બની જાય અને પછી તમે તેમની યાદમાં એ જ રીતે અંકાઇ જશો.

aleksandr solzhenitsynમાટે જ હૈયે હામ ભરો, તમારી અંદર બેઠેલો ઇશ્ર્વર તમને ભવસાગર આનંદથી, સરળતાથી, ચિંતારહિત પાર કરાવશે ભલેને પછી તમને અટકાવી ન શકાય એવો વ્યવસ્થિત રીતે ઘડાયેલ અને માનવજૂથ દ્વારા પ્રેરાયેલો હૃદયરોગ થયો હોય.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6070053d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com