31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેરા આપ કી દુઆ સે સબ કામ હો રહા હૈ કરતે હો તુમ ક્ધહૈયા, મેરા નામ હો રહા હૈ,પ્રકરણ-૬

લેખક: પ્રકાશ શાહકેમ કરીને રહી શકાય ફૂટપટીમાં?

ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે!

ગામદેવીસ્થિત ચિલ્ડ્રન્સ એકેડેમીના વિદ્યાર્થી હિતેન્દ્ર ભાલરિયાને સાતમા-આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે અચાનક જ મનો-મસ્તિષ્કમાં ‘માનવ માનવતા વિસરીને ડાકુ શા માટે બને છે?’ એ પ્રશ્ર્ન ઉદ્ભવ્યો. એ અરસામાં મેરા ગાંવ મેરા દેશ, શોલે, દિવાર, ફૂલનદેવી જેવી ફિલ્મ રિલીઝ થઇ હતી. બીજે છેડે જગ્ગાડાકુના વેરનાં વળામણાં જેવી નવલકથા પણ વાંચી હોવાને કારણે એ વિચાર ઉદ્ભવ્યો હતો. આત્મમંથન દરમિયાન સામાજિક સ્તરે વધારે શોષણ, અન્યાયનો ભોગ કે અસમતાનું પ્રમાણ હદ વટાવી ગયું હોય ત્યારે વ્યક્તિ શસ્ત્ર લેવા પ્રેરાય છે એ સમજણ કેળવાઇ. સ્ટેનલેસ સ્ટીલના સરતાજ લેખાતા હિતેન્દ્ર ભાલરિયાએ સમસ્યાનું સમાધાન સાધવા ખૂબ મનોમંથન કર્યું. જેમાં વ્યક્તિને દિવસમાં એક ટંકનું પણ ભોજન ભરપેટ મળે તો તે કદાપિ હથિયાર હાથમાં લેવા નહીં પ્રેરાય એ હકીકત જણાઇ. જે માટે ઉમદા અને સ્વાભિમાન સચવાય એવી નોકરીની આવશ્યક્તા પડે છે. એ મુજબ દુકાન કે અન્ય ક્ષેત્રમાં મર્યાદિત ક્ષેત્રમાં રોજગાર અપાય. જેની સરખામણીમાં ઇન્ડસ્ટ્રીમાં સાગમટે સેંકડો કે હજારો વ્યક્તિ રોજીરોટી રળી શકે એ હેતુસર હિતેન્દ્રભાઇએ સ્થાપના કરી, ભાલરિયા મેટલ ક્રાફટ પ્રાઇવેટ લિમિટેડની.

પહેલાં તમે ટેવને પાડો છો,

ત્યાર બાદ ટેવ તમને પાડે છે...

સેંકડો વાર દેશ-વિદેશની ટુર કરનાર વિલેપાર્લાનિવાસી હિતેન્દ્ર ભાલરિયાને કોઇ પણ પ્રકારની ટેવ-કુટેવ નથી, જેનુંં શ્રેય તેઓ ભૂપેન્દ્રલાલ સેલારકાને આપે છે. સમજણા થયા ત્યારે એક વાર શોખ માટે સોપારી ચગળી. જે જાણીને ભૂપેન્દ્રભાઇએ આજે સોપારી ખાધી છે, કાલે પાન મોઢામાં નાખીશ ત્યાર બાદ સિગારેટ ફૂંકીશ પછી મદ્યપાન કરીશ. આ કુટેવો પછી સ્ત્રીગમન અને જુગાર રમવા પ્રેરાઇશ. છેવટે મહાભારતમાં યુધિષ્ઠિરની જુગટાની કુટેવ જે રીતે કુરુક્ષેત્રમાં પરિણમી તે રીતે સ્વયં તારે હાથે બરબાદી નોતરીશ. એ શિખામણ જડબેસલાકપણે અંકિત થઇ ગઇ કે હિતેન્દ્રભાઇ ભાલરિયા આજપર્યંત કોઇ પણ પ્રકારની ટેવ-કુટેવનો ભોગ નથી બન્યા. જાણીને નવાઇ લાગશે કે સૌપ્રથમ વાર ચાનો ટેસ્ટ પણ તેમણે ૩૮ વર્ષની ઉંમરે કર્યો છે!

હિતેન્દ્રના માતુશ્રી મંજુલાબહેન ટીચર હોવાને કારણે ઇતિહાસ અને ભૂગોળ જેવા વિષયનો અભ્યાસ તેઓ તેમની પાસે કરતા હતા. વધુમાં નિતનવી વાર્તા સાંભળવાની આદતને પરિણામે હિતેન્દ્રભાઇ બાલ્યાવસ્થામાં ઝગમગ, રમકડું, ચાંદામામા, ચક્રમ, પંચતંત્ર વગેરે નિયમિતપણે વાંચતા હતા. જે શોખ લોકસાહિત્યની વાર્તા, ડાયરો, ભજન વગેરે સુધી વિસર્ત્યો. બીજે છેડે નિતનવા કોર્સ તથા અભ્યાસ કરવા માટેનું પ્રેરક બન્યો. ભૂતકાળને સ્મરતાં કપોળ જ્ઞાતિના માતબર લેખાતા હિતેન્દ્રભાઇ જણાવે છે કે ‘છ-સાત વર્ષની ઉંમરે મમ્મી પડી જવાથી પથારીવશ થઇ. એ અરસામાં શાક અને કરિયાણું વગેરે લાવવાની જવાબદારી જયેષ્ઠ પુત્ર હોવાને કારણે મારે શિરે આવી. જોકે જવાબદારીની ભાવનાથી વિશેષ મમ્મીને મદદરૂપ થવાની ઇચ્છા પ્રબળ હતી. જેને પરિણામે અજાણતામાં કિંમત આંકવાની સાથે ભાવતાલ કરવાની સભાનતા કેળવાઇ, જે ભવિષ્યમાં ખૂબ લાભપ્રદ સાબિત થઇ.’

મીઠીબાઇ કોલેજના વિદ્યાર્થી હિતેન્દ્ર ભાલરિયા ક્રિકેટપ્રેમી હોવાને કારણે કોલેજકાળમાં ક્લાઇવ લોઇડ તરીકે ઓળખાતા. વધુમાં સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થી તરીકે આંતર-શાળા અને આંતર-કોલેજની બેડમિન્ટન સ્પર્ધા પણ રમી ચૂક્યા છે. ટેબલ ટેનિસ, ચેસ, કેરમ તથા કરાટે પ્રેમી હોવા સાથે સાઇક્લિગં પણ ખૂબ કરતા હતા. ૧૯૭૭ના અરસામાં વિસ્પી કાપડિયા પાસેથી કરાટે ટ્રેનિંગ લઇ ચૂકયા છે.

સમય એવી વસ્તુ છે કે ગણે રાખો તો ખૂટે,

વાપરો તો વધી પડે,

સંઘરો તો નીકળી જાય,

પરંતુ જો સાચવી લો તો તમારો થઇ જાય.

કપોળ જ્ઞાતિના માતબર લેખાતા હિતેન્દ્ર ભાલરિયાને નાનપણથી ટીવી સિરિયલ, સિનેમા કે ગપ્પાંગોષ્ઠિ વગેરેમાં સમય વ્યતીત કરવાની જગ્યાએ જ્ઞાન-વિજ્ઞાન તથા મેથેમેટિક્સ અને સ્ટેટેસ્ટિકસ વધારે પસંદ હતા. જે કારણસર વિદ્યાર્થી જ્યારે વેપારી બન્યો ત્યારે પણ સમયનો સદુપયોગ કરવા માટે પોતાની સાથે નાનું કેલ્ક્યુલેટર રાખતા. એકાઉન્ટસ તથા કર્મચારી વગેરેના પગારને લગતા કામકાજ તેઓ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન કરતા. જે આદતને આજે પણ તેઓ અનુસરી રહ્યા છે. કમ્પ્યુટર અને મોબાઇલના જમાનામાં અનેક કામનો નિવેડો તેઓ કાર કે પ્લેનમાં મુસાફરી દરમિયાન આણે છે.

શાંત, સરળ અને હસમુખો સ્વભાવ ધરાવનાર હિતેન્દ્રભાઇના જણાવ્યા મુજબ અગાઉ તેઓ પણ ગરમ મિજાજના હતા, પરંતુ સમયના વીતતા અને અનુભવનું ભાથું બાંધતા સ્વભાવમાં પરિવર્તન સર્જાયું. જે થવાનું છે તે થવાનું જ છે, તેને કદી ટાળી કે હડસેલી શકાતું નથી, માટે આક્રોશ કરવો કે વ્યથિત થવું નિરર્થક છે. આ સંદર્ભમાં તેઓ એક કિસ્સો વર્ણવે છે કે એન્જિનિયરિંગ એક્સપોર્ટ કાઉન્સિલની કેન્દ્રીય બેઠક ચાલતી હતી ત્યારે જ અચાનક મોબાઇલ પર એસએમએસ આવ્યો કે ઇરાન ખાતે નવા ગ્રાહકને સૌપ્રથમ વાર વાસણ મોકલેલા ક્ધટેનરમાંથી વાસણની જગ્યાએ શૂઝ નીકળ્યા છે. કસ્ટમર ખૂબ ભયભીત થઇ ગયો હતો. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ધડાયો હતો. નવા ગ્રાહકને છેતરપિંડી થઇ હોવાની તથા તેની સાથે દગો કર્યો હોવાની અનુભૂતિ થતી હતી. આ બાબતની બેઠકમાં જાણ કરી ત્યારે દાયકા જૂના વેપારી મિત્રોએ ટીખળ કરી કે ‘તને શા માટે નિતનવી અને વિચિત્ર પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે?’ આ સંદર્ભમાં વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરીએ હિતેન્દ્રભાઇની તરફેણ કરતાં જણાવ્યું કે ‘જે કામ કરે છે તેને જ સમસ્યાનો સામનો કરવો પડે છે.’ હિતેન્દ્રભાઇ અનુસંધાન સાંધતા જણાવે છે કે ‘મનોમન મૂંઝાયો હતો કે ક્ધટેનરમાં કેવી રીતે ગરબડ થઇ.’ ગ્રાહકના સ્વર પરથી તે પણ સત્ય ઉચ્ચારતો હોવાની ખાતરી હતી. ક્યાં?, કોણે?, કેવી રીતે? સમસ્યા સર્જાઇનો માનસિક તાગ મેળવતા હતા ત્યાં જ ફોનની ઘંટડી રણકી અને સરતચૂકથી ક્ધટેનર બદલાઇ ગયું હોવાની જાણ થઇ. બંને વ્યક્તિએ અરસપરસ કન્ટેનરની ફેરબદલી કરી કાઢી અને સમસ્યાનું સમાધાન થઇ ગયું.’ આ કિસ્સા પરથી પરમપિતા પરમેશ્ર્વરમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર હિતેન્દ્રભાઇને ફલિત થયું કે

મેરા આપ કી દુઆ સે સબ કામ હો રહા હૈ,

કરતે હો તુમ ક્ધહૈયા, મેરા નામ હો રહા હૈ

બિના પતવાર મેરી નાંવ ચલ રહી હૈ,

ઔર ઝમાના હૈરાન હૈ કી ફિર ભી

મંઝિલ પે પહુંચ રહી હૈ.... (ક્રમશ:)

-----------------------

મા એક એવી ઋતુ છે જેની મમતામાં

કદી પાનખર આવતી નથી

----------------

માતા મંજુલાબહેન સાથે હિતેન્દ્રભાઈ તથા ભાવનાબહેન ભાલરિયા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Sqr374B8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com