31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુસ્સે ભરાયેલા બોયફ્રેન્ડનું કારનામું

ગુસ્સામાં માણસ શુંનું શું કરી શકે એની કોઈ જ સીમા નથી હોતી. હમણાં વચ્ચે જ અખબારમાં ક્યાંક વાંચ્યું કે ગુસ્સે ભરાયેલી પત્ની પતિને કારની બોનેટ પર જ બેસાડીને પાંચેક કિલોમીટર સુધી કારને હંકારી ગઈ હતી. સદ્ભાગ્યે એ દુર્ઘટનામાં કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું નહોતું. અમેરિકાના ફ્લોરિડામાં રહેનારા એક યુવકની પ્રેમિકાને આવો જ એક કડવો અનુભવ થયો. પ્રેમિકાએ પોતાના સવાલનો જવાબ ના આપતા ગુસ્સે ભરાયેલા પ્રેમીએ કંઈક એવું કર્યું કે જે કરવાનું અત્યાર સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય. જોકે યુવકને સ્થાનિક પોલીસે પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર ૨૦ વર્ષીય હંટર મિલ્સને તેની પ્રેમિકાને વાત-ચીત કરવા માટે તેના કામના સ્થળે બોલાવી હતી. હંટરની ગર્લ ફ્રેન્ડ નક્કી કરેલાં સ્થળે બીજા કોઈની કારમાં ગઈ હતી. જ્યાં બંનેએ થોડોક સમય સુધી શાંતિથી વાતચીત કરી, અચાનક જ હંટરે પૂછેલા કોઈ સવાલનો જવાબ આપવાનો તેની પ્રેમિકાએ ઈન્કાર કર્યો અને બસ ભાઈસા’બનો પારો સીધો સાતમા આસમાને પહોંચી ગયો.

ગુસ્સામાં આવેલા હંટરે જેસીબી મશીનની મદદથી જમીન ખોદી ખોદીને નીકળેલી માટીનો આખો ઢગલો તેની પ્રેમિકાની કાર પર ઠાલવવાનું શરૂ કર્યું. આને કારણે આખી કાર માટીના ઢગલા નીચે લગભગ ઢંકાઈ જ ગઈ અને થોડી માટી કારની અંદર પણ જતી રહી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં યુવતીને તો ખાસ કોઈ ઈજા નહોતી પહોંચી, પણ કારમાં માટી જવાને કારણે તેની અંદરની કંઈ કેટલીય વસ્તુઓ ખરાબ થઈ ગઈ અને તેના સમારકામ માટે રૂ. ૭૦,૦૦૦નો ખર્ચ આવ્યો. પોલીસે આ આખી ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે અને તેની સાથે સાથે જ ધરપકડ કરાયેલા હંટરની તસવીર પણ અપલોડ કરી છે. ખરેખર ગુસ્સામાં માણસ આંધળો થઈ જાય છે એવું તો અત્યાર સુધી સાંભળ્યું હતું, પરંતુ આ ઘટના બાદ તેનો અનુભવ પણ કરી લીધો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

nek01126
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com