23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રતિભાશાળી વ્યક્તિ વિષમ સંજોગોમાં પણ પોતાનો રસ્તો શોધી જ લેતી હોય છે
એક શિક્ષકે એક વિદ્યાર્થીને ઠોઠ ગણાવીને સ્કૂલમાંથી કાઢી મૂક્યો એ પછી...

સુખનો પાસવર્ડ - આશુ પટેલ



જેમના નામે અઢળક વૈજ્ઞાનિક શોધો બોલે છે એવા જગમશહૂર બનેલા વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના જીવનનો વધુ એક કિસ્સો જાણવા જેવો છે. ૧૮૪૭માં જન્મેલા અને ૧૯૩૧માં મૃત્યુ પામેલા મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન તેમના જીવન દરમિયાન અઢળક વૈજ્ઞાનિક શોધો કરી ગયા.

આવા જિનિયસ થોમસ આલ્વા એડિસન માટે તેમના શિક્ષકનો અભિપ્રાય આઘાતજનક હતો. એડિસનને તેની માતાએ સાત વર્ષની ઉંમરે સ્કૂલમાં ભણવા મુક્યા હતા. એડિસન માંડ ત્રણ મહિના સ્કૂલમાં ગયા ત્યાં તેમના શિક્ષકે તેમના નામનું નાહી નાખ્યું. તેમણે એક દિવસ એડિસનની માતાને બોલાવીને કહી દીધું કે તમારો દીકરો ઠોઠ નિશાળિયો છે. તેને અમે નહીં ભણાવી શકીએ. તમે તેને બીજી કોઈ સ્કૂલમાં લઈ જાઓ, જો બીજી કોઈ સ્કૂલ એને સંઘરવા તૈયાર થાય તો!

એડિસનના શિક્ષકે હાથ ઊંચા કરી દીધા એથી એડિસનની માતા નિરાશ ન થઈ. તેને પોતાના દીકરાની બુદ્ધિક્ષમતા પર અગાધ વિશ્ર્વાસ હતો. તેણે દીકરાને ઘરે ભણાવવાનું ચાલુ કર્યું. એડિસન ૧૦ વર્ષના થયા ત્યારે તેમને ભૌતિકશાસ્ત્રમાં ઊંડો રસ પડી ગયો. તેમણે ઘરમાં નાનકડી પ્રયોગશાળા બનાવી અને એમાં તેઓ ચિત્ર-વિચિત્ર પ્રયોગ હાથ ધરવા લાગ્યા.

તેમના કુટુંબની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હતી. તેમણે બાર વર્ષની ઉંમરે રેલવે સ્ટેશન્સમાં અને ટ્રેનમાં અખબારો અને બીજી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું.

થોમસ આલ્વા એડિસને અમેરિકામાં ઘણી બધી તકલીફો ભોગવવી પડી, પરંતુ તેઓ હિંમત હાર્યા વિના કામ કરતા રહ્યા અને મહાન વૈજ્ઞાનિક તરીકે પોતાનું નામ અમર કરી ગયા. તેમણે સેંકડો શોધની પેટર્ન રજિસ્ટર કરાવી. તેમના નામે કોઈ પણ વૈજ્ઞાનિક કરતાં વધુ પેટન્ટ્સ બોલે છે. તેમને સ્કૂલમાંથી કાઢી મૂકનારા ઘેટા જેવા શિક્ષકને કોઈ નથી ઓળખતું!

માણસમાં પ્રતિભા હોય તો બીજા લોકોનો તેમના પ્રત્યેનો અભિગમ કોઈ મહત્ત્વ નથી ધરાવતો. પ્રતિભાશાળી વ્યક્તિ વિષમ સંજોગોમાં પણ પોતાનો રસ્તો શોધી જ લેતી હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v5fyj1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com