24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બિહારમાં થયું એવું ભારતમાં ન જાણે ક્યાં-ક્યાં થતું હશે

એક જમાનામાં બિહાર જૈન તીર્થંકર મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ અને નાલંદા વિદ્યાપીઠ માટે જાણીતું હતું. પછી જયપ્રકાશ નારાયણે એ રાજ્યનું નામ ઉજાળ્યું. ત્યારુબાદ બિહાર ક્યાંય ન બને એવી ઘટનાઓ માટે બદનામ થવા માંડ્યું. રાજકારણ હોય કે સમાજકારણ બિહાર તળિયે જઇને બેઠું. રાજકારણનું અપરાધીકરણ હોય તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, બિહાર એટલે બિહાર.

હવે બહાર આવેલો નવો કિસ્સો એકદમ કલ્પનાતીત છે. આખો દેશ નહીં, સમગ્ર વિશ્ર્વ બેરોજગારીની ચુંગાલમાં છે ત્યારે એક બિહારીબાબુએ બે નહીં, ત્રણ-ત્રણ નોકરી મેળવી અને એ પણ પાછી સરકારી નોકરી! જરા કલ્પના કરો કે એમ.બી.એ., ડૉક્ટર અને એન્જિનિયરને નોકરી મેળવવાના ફાંફા હોય અને હતાશામાં સબડતા હોય ત્યારે કોઇ માણસ એક સાથે ત્રણ-ત્રણ નોકરી કરે

એ કેટલું વિચિત્ર અને ક્રૂર કહેવાય? અને આ થવા દેનારા વ્યવસ્થા તંત્ર માટે કયું વિશેષણ વાપરવું એ સમજાતું નથી.

પટણા જિલ્લાના બાભુલ ગામના રહેવાશી સુરેશ રામે એક સમયે બિહાર સરકારના ત્રણ હોદ્દા પર નોકરી કરી અને ત્રણ દાયકા સુધી પગાર મેળવ્યા, બઢતી મેળવી. ટૂંક સમયમાં ભાઇસાહેબ વારાફરતી એક-એક હોદ્દા પરથી નિવૃત્ત થવાના હતા. એટલે પેન્શન, ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ મેળવ્યા હોત. પરંતુ તાજેતરમાં એક વિઘ્ન આવ્યું.

બિહારમાં સરકારી કર્મચારીઓ માટે કોમ્પ્રેસિવ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમનો અમલ થયો. આમાં બધા સરકારી કર્મચારીઓએ પોત પોતાની જન્મતારીખ, આધાર અને પેન કાર્ડની નોંધણી કરાવવાની આવી. આમાં સુરેશબાબુનો ભંડાફોડ થઇ ગયો. આને પગલે પોલીસમાં ફરિયાદ થઇ અને એ રફુચક્કર થઇ ગયો.

આધાર કાર્ડ અને પેન નંબર અસ્તિત્વમાં આવ્યા એ અગાઉ એવું કંઇ નહોતું કે જે આવા ગોટાળા થતા રોકી શકે? હવે તો ઘણા સવાલો થવાના અને એના જવાબો મગાવાના. ૧૯૮૮ના ફેબ્રુઆરીમાં સ્ટેટ રોડ ક્ધસ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટમાં જુનિયર એન્જિનિયરની નોકરી કેવી રીતે મળી? શૈક્ષણિક લાયકાત કેટલી હતી? આ નોકરી શુદ્ધ યોગ્યતા પર મળી કે પછી એમાં ય કુલડીમાં ગોળ ભંગાયો હતો? આવા જ સવાલો ૧૯૮૯ની જળ સંશાધન વિભાગમાં ઓફર થયેલી નોકરી માટે એ થશે.

આઘાતની વાત એ છે કે ત્રીજી નોકરી ય પાછી રાજ્ય સરકારના જળ સંશાધન વિભાગમાં જ મળી!

સરકારી તંત્રમાં કેટલી હદે સડો, ભ્રષ્ટાચાર, અરાજકતા અને અંધાધૂંધી પેઠી ગઇ છે એનો જીવતોજાગતો અને હવે નાસતો-ભાગતો દાખલો છે સુરેશ રામ. ચોક્કસપણે આમાં વાંક એકલા આ માણસનો નથી પણ ત્રણ-ત્રણ દાયકા સુધી તેણે ત્રણ-ત્રણ નોકરી કરી કેવી રીતે? કામકાજના કલાક કેટલા? ઑફિસમાં

હાજરીનું શું? આ બધા માટે એ કેટકેટલાને કેવી રીતે સાચવતો હશે? કે પછી ઉપરેય એવી જ પોલમપોલ ચાલતી હશે?

નીતિશકુમાર પ્રમાણમાં ઉજળી પ્રતિભા ધરાવે છે પણ અમલદારશાહી ને સીધીદોર કરવાની કેટલી ક્ષમતા, કાબેલિયત અને ઇચ્છા-શક્તિ એમની પાસે હશે? એમનો વધુને વધુ સમય તો રાજકારણમાં સંતુલન જાળવવામાં નથી જતો?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

173i6nO
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com