26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કચ્છ ગામ ઉસ્તીયા સ્વ. જેરામ મેઘજી દામા (ઉં. વ. ૯૦) ૨૪-૮-૧૯ના જામનગર મધ્યે ઓધવશરણ પામેલ છે. તે ભાઈ સ્વ. પ્રેમજી મેઘજી, સ્વ. નથુરામ મેઘજી, નારાયણ મેઘજી. પુત્ર શંકરલાલ, નાનજી, ગોવિંદ, ધરમશી, વસંત. જમાઈ શંકરલાલ શામજી ભદ્રા ઐડા, મનજી ફકીરભાઈ હુરબડા મોખરા, કેશવજી શામજી ચાન્દ્રા સાંધાણ, રાજેશ શંકરલાલ ચાન્દ્રા ધુણઈ. સાસરા પક્ષે સ્વ. ગાંગજી દામજી કટારમલ કોટડાવાળા. મોસાળ પક્ષે શિવજી પ્રાગજી ભદ્રા, કાનજી હિરજી ભદ્રા બાંડિયાવાલા. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ સારસ્વત બ્રાહ્મણ

જામખંભાળિયા (હાલ કાંદિવલી) હરેશ હરીશંકર જોષીના ધર્મપત્ની હર્ષાબેન (ઉં. વ. ૫૩) તા. ૨૩-૮-૧૯ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે અંજલી, ડિમ્પલ, ધ્રુવીના માતુશ્રી. ધનલક્ષ્મી કિશોર કનૈયાના ભાભી. સાદડી તા. ૨૬-૮-૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઠે.: ગજાવાડી, સાઈબાબા મંદિરની બાજુમાં, ઈસ્ટ-વેસ્ટ ફલાયઓવર - સોલીટેર બિલ્ડિંગની બાજુમાં, કાંદિવલી (પૂ), રામનગર, કાંદિવલી-૧૦૧.

હિન્દુ મોચી

રાજુલા (હાલ બોરીવલી) લલીતભાઈ સોંડાગર (ઉં. વ. ૩૫) તે રસીકભાઈ હંસાબેનના પુત્ર. મંજુલાબેન મનસુખભાઈ ચૌહાણના જમાઈ. કૈલાસબેનના પતિ. ધ્રુવ, હર્ષિતના પિતા. કલ્પનાબેન ચેતનકુમાર ચુડાસમાના ભાઈ ૨૩-૮-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, ૨૬-૮-૧૯ના ૪ થી ૬. ઠે: પાટીલવાડી, દત્તપાડા રોડ, જે. બી. ખોત સ્કૂલની સામે, બોરીવલી (ઈ.).

ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ

બડોલી (હાલ ભાયંદર) અ. સૌ. દર્શના હર્ષદકુમાર શુક્લ (ઉં. વ. ૫૪) બુધવાર, ૨૧-૮-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષદકુમાર વામનપ્રસાદ શુક્લના પત્ની. સ્વ. વામનપ્રસાદ શુક્લ અને ગં. સ્વ. કુંદનબેનના પુત્રવધૂ. હિરલ, વૈભવીના માતા. સ્વ. નટવરલાલ પ્રહલાદજી જાનીની પુત્રી. રશ્મિ ભદ્રેશ પટેલના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, ૨૬-૮-૧૯ના ૪ થી ૭. ઠે: ગંગાબેન પી. જપી સભાગૃહ, ૨૭, સાબરકાંઠા ઔદિચ્ય બ્રહ્મોદય સમાજ ટ્રસ્ટ, ભાવિક એપાર્ટમેન્ટ, રોકડિયા લેન, બોરીવલી (પ.). લૌકિક વ્યવહાર બંધ છે.

નવગામ વિશા દિશાવાળ

ગોઝારીયા (હાલ દહિસર) સ્વ. ચીનુભાઈ નગીનદાસ શાહના પત્ની કપિલાબેન (ઉં. વ. ૮૬) ૨૨-૮-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે સુભાષભાઈ, પ્રદિપ, હેમેન્દ્ર તથા પિયુષના માતા. અરુણા, માયા, સ્મિતા, દીપિકાના સાસુ. કૃણાલ, મેહુલ, કેયુરના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

લુહાર સુથાર

મહુવાવાળા (હાલ બોરીવલી) મગનભાઈ શામજીભાઈ પરમાર (ઉં. વ. ૯૨) ૨૨-૮-૧૯, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. દયાબેનના પતિ. જીતેન્દ્ર, મગનભાઈ, દિવ્યાબેન જીતેન્દ્રભાઈ પરમાર, હંસાબેન, રમીબેન, મીતાબેન, હિનાબેન તથા સોનલબેનના પિતાશ્રી. સ્વ. રમેશભાઈ મકવાણા, અરવિંદભાઈ મકવાણા, જયેશભાઈ રાઠોડ, પીનાકિન આચાર્યના સસરા. અમૃતભાઈ, કેશરબેન ધનજીભાઈ કવાના મોટાભાઈ. આશિષભાઈ, સમીરભાઈ, વિક્રમભાઈના મોટાપપ્પા. પ્રાર્થનાસભા ૨૬-૮-૧૯, સોમવારના ૫ થી ૭. ઠે: શ્રી લુહાર સુતાર વાડી, અંબાજી માતા મંદિર, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (ઈ.).

કચ્છી ભાનુશાલી

શંભુલાલ/ યોગેશ ગાંગજી ગોરી કચ્છ ગામ ભવાનીપરની પુત્રી કુ. ડિમ્પલ (ઉં. વ. ૨૫) તા. ૨૪-૮-૧૯ શનિવારના મુંબઈ મધ્યે ઓધવશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સ્વ. ખીમજી, જેરામભાઈ ચાંપશી, લીલાધર, ખેરાજ, આસારીયા, બચુભાઈ શંકરલાલ દેવજી ગોરી, ભાઈ ધવલ, મોસાળ પક્ષે સ્વ. પ્રાગજી મેઘજી ચુનડી બીટ્ટા, ફુઆ મનોહર હરવરા ભાચુન્ડા, શંકરલાલ પ્રેમજી જોયસર, ભવાનીપર વીરજી કુંવરજી ખીચડા બેરાચીયા, કરસન દેવજી દામા પરજાઉ સમસ્ત ગોરી પરિવાર. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. ગંગામા વલભજી ખીમજી માણેક કચ્છ ગામ વરસામેડી હાલે મુલુંડના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૯) તે સ્વ. મીનાબેનના પતિ. નિરેન તથા અ.સૌ. સપનાબેન લીલાધર મજેઠિયાના પિતાશ્રી. અ.સૌ. અમી તથા લીલાધર રવજીભાઈ મજેઠિયાના સસરા. તે સ્વ. સુશીલાબેન કરમશી શામજી સોતા (ચહાવાલા) ગામ ઝરૂવાલાના મોટા જમાઈ તા. ૨૪-૮-૧૯ને શનિવારના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૬-૮-૧૯ના શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) સાંજે ૫ થી ૭. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.

દેસાઈ સઈ સુતાર

ખાખરીયા (હાલ ડોંબિવલી) સ્વ. કરસનભાઈ ભીખાભાઈ પરમારના પુત્ર મગનલાલ (ઉં. વ. ૬૩) ૨૩-૮-૧૯ના રામચરણ પામ્યા છે. તે કાન્તાબેનના પતિ. શ્રદ્ધાબેન જયેશકુમાર જાજંરૂકીયાન, પ્રિયંકાબેન નિકુંજકુમાર પટેલ, એકતાબેન મગનલાલ પરમારના પિતાશ્રી. ભગવાનભાઈ, ધીરુભાઈ, સ્વ. છગનભાઈ, કાન્તીભાઈ, જગદીશભાઈ, કનકબેન પ્રભુદાસ ગોહીલના ભાઈ. લોઅર પરેલના સ્વ. મગનભાઈ પ્રાગજીભાઈ સોલંકીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬-૮-૧૯, સોમવારના ૪ થી ૬. ઠે: શિવમંદિર, શિવમંદિર રોડ, રામનગર, ડોંબિવલી (ઈ.). લૌકિક પ્રથા બંધ છે.

મચ્છુકઠિયા સઈ સુથાર

મજેઠીવાળા હાલ (કાંદિવલી) સ્વ. પ્રભુદાસ ગોવિંદભાઈ પરમારના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૭૫) ૨૨-૮-૧૯ને શ્રીજીચરણ પામ્યા છે. તે અનિલભાઈ, વિણાબેન ભરતભાઈ સોલંકી, જ્યોત્સનાબેન સુરેશકુમાર ગોહેલના માતુશ્રી. તે સ્વ. હરીલાલ તથા હસમુખલાલ તથા સ્વ. શાંતાબેન પ્રાગજીભાઈ ચૌહાણ તથા હંસાબેન અમૃતલાલ પરમારના ભાભી. તે ચેતનાબેનના સાસુ. તે જ્યોતિ, ભાવિકા, નિકિતા તથા કૃષ્ણાના દાદી. સાદડી ૨૬-૮-૧૯ને સાંજે ૪ થી ૬. ઠે: મનસાપુર્ણ મહાદેવ મંદિર, સરસ્વતી ચાલ, આકુર્લી રોડ, હનુમાન નગર, કાંદિવલી (ઈસ્ટ).

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

વિરમગામ હાલ મીરારોડ કમલેશ ગૌરીશંકર દવે (ઉં. વ. ૬૨) તે જ્યોતિ (ભારતી)ના પતિ. તે શ્ર્વેતા અને દ્વીજના પિતા. રજનીકાંત અને ઉમેશના નાનાભાઈ તથા અરુણા અનુપમ રાવલ અને કલ્પના ભરતભાઈ દવેના ભાઈ. તે રાજુભાઈ કાંતિલાલ પંડિતના બનેવી ૨૪-૮-૧૯ શનિવારના દેવલોક પામ્યા છે. સાદડી ૨૬-૮-૧૯ સોમવાર સાંજે ૪ થી ૬. ઠે: બાપા સીતારામ સેવા સંસ્થા, ઐયપ્પા મંદિરની પાછળ, ૯૦ ફૂટ રોડ, પૂનમ વિહાર, મીરારોડ (ઈસ્ટ).

ઘોઘારી મોઢ વણિક

સડલા હાલ ભાયંદર સ્વ. ગં. સ્વ. હસુમતી કાંતિલાલ મહેતા (ઉં. વ. ૭૮) ૨૨-૮-૧૯ના રોજ ભાયંદર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ દામોદરદાસ મહેતાના પત્ની તથા સ્વ. જયંતીલાલ શામળદાસ વાગડિયાના દીકરી તથા રાજેશ, દિલીપ, ગિરીશ, ઈનાના મમ્મી. બિના, હિના તથા કમલેશકુમારના સાસુ. ચંદ્રકાંત, હિતેશ વાગડિયાના બેન. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.

ઘોઘારી લોહાણા

ચલાલા હાલ ભાયંદર ગં. સ્વ. શારદાબહેન (ઉં. વ. ૯૨) તે સ્વ. હરજીવનદાસ દુર્લભજીભાઈ નગદિયાના ધર્મપત્ની. સ્વ. વિનુભાઈ, વિજયભાઈ, પ્રભાબેન વિનોદરાય જોબનપુત્રા, સ્વ. કાશ્મીરાબેન મહેન્દ્રકુમાર રૂપાભીંડા, રેખાબેન શશીકાંતભાઈ કાનાબાર, રશ્મીતાબેન કિશોરકુમાર રાજાના માતુશ્રી. તે ભીખાલાલ ત્રિભોવનદાસ હરિયાણીના બહેન. તે મંજુલા તથા લીનાના સાસુ. તે હીના, મેહુલ, કલ્પેશ, ધારા, નિમેશ, દર્શનના દાદીમા ૨૨-૮-૧૯ને ગુરવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, ૨૬-૮-૧૯ના સાંજના ૪ થી ૬. ઠે: હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકરના મંદિરના પાસે, એસ. વી. રોડ, કાંદિવલી.

વાંઝા જ્ઞાતિ

ગામ વંથલી કાંદિવલી દિપકભાઈ (ઉં. વ. ૬૪) ૨૩-૮-૧૯ શુક્રવારે શ્રીગોપાલશરણ પામેલ છે. તે ગો. વા. મણીબેન નાથાલાલ સોલંકીના પુત્ર. ગો. વા. સુશીલાબેન તથા સુમિત્રાબેનના પતિ. ગો. વા. લીલાવંતીબેન ચુનીલાલ ભદ્રેશ્ર્વરા, કાંતિભાઈ, ગો. વા. ગુણવંતભાઈના નાના ભાઈ. બગસરા નિવાસી દેવચંદભાઈ ગોકળભાઈ ભરખડા તથા ઉપલેટા નિવાસી શાંતિભાઈ રામજી રાઠોડના જમાઈ. નેહલ પ્રકાશકુમાર નાંઢા, કિંજલ પિયુષકુમાર ચૌહાણના પિતાશ્રી. પ્રાર્થનાસભા ૨૬-૮-૧૯ સોમવારે લોહાણા મહાજનવાડી, ૩જે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ). સમય સાંજે

૪ થી ૬.

દશા સોરઠિયા વણિક

હામાપુર હાલ ભાયંદર સ્વ. વિનોદરાય લક્ષ્મીચંદ માધાણીના ધર્મપત્ની લાભુબેન (ઉં. વ. ૭૬), તે લલિતભાઈ, હસમુખભાઈ, કૈલાસબેન કિશનકુમાર ધાબળીયા, સોનલબેન પ્રકાશકુમાર ચુડાસમાના માતુશ્રી. તે સ્વ. વનમાળીભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈ, સ્વ. વિરજીભાઈ, રમણભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. શાંતાબેન, ગં. સ્વ. નર્મદાબેન, સૌ. ચંપાબેન, ભારતીબેનના ભાઈના પત્ની. તે જયંતીભાઈ, જયસુખભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈ, ગં. સ્વ. હેમીબેન, ગં. સ્વ. સવિતાબેન, ગં. સ્વ. મંછાબેનના બહેન. સૌ. છાયા, રમા, કીશનકુમાર, સ્વ. પ્રકાશકુમારના સાસુ ૨૪-૮-’૧૯ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૬-૮-’૧૯ને સોમવારે ૪ થી ૬. સ્થળ: કપોળ વાડી, ગીતાનગર, ભાયંદર વેસ્ટ.

દેસાઈ સઈ સુથાર

મોટા જાદરા હાલ વિરાર પ્રાગજીભાઈ છગનભાઈ સોલંકીના પુત્ર અશોકભાઈ (ઉં. વ. ૫૪), મંગળવાર, ૨૦-૮-૧૯ના રામચરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. તે અમિત, કેતનના પિતા. તે સ્વ. નિતાબેન બિપીનભાઈ વાઘેલા, ગીતાબેન રાજેશભાઈ વાઢેળ, સ્વ. ભાવેશભાઈના મોટા ભાઈ. તે દેવગણા નિવાસી સ્વ. મનસુખભાઈ હિરાભાઈ પરમારના જમાઈ. સાદડી સોમવાર, ૨૬-૮-’૧૯ના ૪ થી ૬. (લૌકીક પ્રથા બંધ છે). ધાર્મિક વિધિ નાસિક ખાતે રાખેલ છે. પ્રાર્થનાનું સ્થળ: પહેલો માળ, અમૃતબાગ હોલ, એમ. જી. કંપાઉંડ, વર્તક રોડ, જોષી હોસ્પિટલની બાજુમાં, વિરાર વેસ્ટ, બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કપોળ

ઉનાવાળા હાલ સેલવાસ (ઉંમરગામ) જશુમતી શાંતિલાલ મોહનલાલ કાણકીયાના પુત્ર રાજેશના ધર્મપત્ની સૌ. કલ્પના (ઉં. વ. ૫૦) ૨૪-૮-’૧૯ને શનિવારે સેલવાસ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સાગરના માતા. રાકેશ-શીલા, સંજય-સીમા, જયશ્રી-મનીષ, ચેતના-ધર્મેશના ભાભી. સુંદરબેન અમૃતલાલ ગડા કચ્છવાળાના દીકરી. લૌકિક વ્યવહાર તેમ જ પ્રાર્થનાસભા રાખેલ નથી.

હાલાઈ/ઠઠ્ઠાઈ ભાટિયા

ગં. સ્વ. લીલાવતી ભાનુકુમાર ચીખલ (ઉં. વ. ૮૮), સ્વ. મોહનલાલ ધમનમલ કિયાણી, તુરસાબાઈ તોલારામ, રૂકમણી મગનલાલ, હરીશ ભાટીયા, દમયંતી મહેન્દ્રના બહેન. અશોક, જ્યોતિ વિજયકુમાર, મીનાક્ષી જગદીશકુમાર, નીતિન, લતા વિનયકુમાર, જયશ્રી માનસિંહના માતુશ્રી. ચારૂલતા, નીતાના સાસુ. જસ્મીન, તેજલ, શ્ર્વેતા, હેતલ, તૃપ્તિ, કાજલ, મીનલ, મેઘા, વિશાલ, તન્વી, ધન્યા, રીશીન, ચિરાગના દાદી-નાની ૨૪-૮-’૧૯ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા: ઠઠ્ઠાઈ ભાટિયા સેવા ફંડ, હોલ નં. ૫, શંકર લેન, કાંદિવલી વેસ્ટ, સોમવાર, ૨૬-૮-’૧૯ના સાંજે ૪-૩૦થી ૬-૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4p736C
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com