31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

કયાં છે કૃષ્ણ-કનૈયા?

ક્યાં છે કૃષ્ણ-કનૈયા? તું! ક્યાં છે કૃષ્ણ-કનૈયા?

હાલક-ડોલક થાય છે આજે, ભારત દેશની નૈયા,

ક્યાં છે કૃષ્ણ-કનૈયા? તું! ક્યાં છે કૃષ્ણ-કનૈયા?

તને ગમંતી ગાવલડીનું, હણાઇ રહ્યું છે જીવન,

કતલ થતી ગાયોનું તને, નથી સંભળાતું રુદન?

અશ્રુ કેરી ધાર વહાવી, પોકાર કરે ગૌ-મૈયાં,

ક્યાં છે કૃષ્ણ-કનૈયા?તું! ક્યાં છે કૃષ્ણ-કનૈયા?

માનવ માનવને મારે છે, છોડી દયાને ધરમ,

કંસ બનીને દમન કરે છે, ત્યાગી દઇને શરમ.

માત-પિતાને કાજ ટળવળે છે, આ છોકરાં-છૈયાં,

ક્યાં છે કૃષ્ણ-કનૈયા? તું! ક્યાં છે કૃષ્ણ-કનૈયા?

દ્વારકાધીશ બનીને તું! બન્યો પ્રજાનો રક્ષક,

આજ વહે છે ઊલટી ગંગા, રક્ષક બન્યો છે ભક્ષક.

દ્રૌપદીઓને ચીર પૂરવા, આવ તું બંસી-બજૈયા,

ક્યાં છે કૃષ્ણ-કનૈયા? તું! ક્યાં છે કૃષ્ણ-કનૈયા?

ગીતા કેરા વચન પ્રમાણે, ફરી અવતાર ધરી લે,

તારી ભારત ભૂમિ કેરો, પુનરુદ્ધાર કરી લે.

પરિવર્તનનો શંખ ફૂંકવા, ના કર ઠાગા-ઠૈયા,

ક્યાં છે કૃષ્ણ-કનૈયા? તું! ક્યાં છે કૃષ્ણ-કનૈયા?

- અરવિંદ કરસનદાસ રૂખાણા

દેવચંદ નગર, ભાયંદર (પશ્ર્ચિમ)- ૪૦૧ ૧૦૧.

--------------------------------------------

સેલ્ફીનું ગાંડપણ મોત લાવે!

છેલ્લાં પાંચ વરસથી નાનાં મોટા સૌ તથા યુવક-યુવતીઓ સેલ્ફી લેતા થયાં છે. આ સેલ્ફી હવે વ્યક્તિના મોતનું કારણ બને છે. છેલ્લાં છ થી સાત વરસમાં ૨૫૯ વ્યક્તિ સેલ્ફીના ચક્કરમાં મૃત્યુ પામ્યા છે. જેટલાં મૃત્યુ થયા છે તેમાં ૭૫ ટકાથી વધુ લોકો યુવાનો હતો. સેલ્ફીનું સાહસ કરતાં પોતાનું જીવન ખોઇ બેઠા છે. આ સેલ્ફીને કારણે પાણીમાં તણાઇ જવાથી, તો કેટલાક ટ્રેન સાથે અથડાવાથી મરણ થયાના દાખલા છે. અમારી નમ્ર વિનંતી છે કે, સેલ્ફી સલામત જગ્યા ઉપર લેવી. જોખમ ભરેલા સ્થળ ઉપર સેલ્ફી લેવાનું બંધ કરવું જોઇએ.

- મીરા કિરણભાઇ દેસાઇ

પારસ નગર, શંકરલેન, કાંદિવલી (વે), મુંબઇ-૬૭.

ચોમાસમાં ઝાડ પડવાના બનાવો

આ વરસના ચોમાસામાં ઝાડ પડવાથી ચાર વ્યક્તિનાં મોત થયા છે. મલાડના ગુજરાતી યુવક ઉપર ગુલમહોરનું ઝાડ, અંધેરીમાં અનિલ ઘોસાલકર ઉપર ઝાડની ડાળ અને નિતીન શિરાવલે ઉપર ઝાડની ડાળ તૂટી પડતાં તેઓ મરણ પામ્યા છે અને છેલ્લે મુલુંડ (પશ્ર્ચિમ)માં એક ઑટોરિક્ષા ઉપર ઝાડ પડતાં અશોક સિંગરેનું મોત થયું છે. દર વરસે આવા ચાર પાંચ કિસ્સા ઝાડ પડવાના બને છે, ત્યારે કેટલાક મરણ પામે છે અને કેટલાક ઇજા પામે છે. આ બધા માટે મ્યુનિસિપાલિટી જવાબદાર છે. ચોમાસું આવતાં પહેલાં ઝાડની વજનદાર ડાળીઓ કાપી નાખવી જોઇએ, તે કામ થતું નથી. મુંબઇમાં વરસાદ સાંબેલાધાર પડે છે. મારા નજીકના સંબંધીને ઝાડ પડવાને કારણે થયેલી જીવલેણ ઇજા થવાને પગલે આજે પરવશ રહેવું પડે છે. માણસના જીવનની કિંમત અણમોલ છે. મરણ પામેલી વ્યક્તિના કુટુંબની હાલત શું થતી હશે તેનો વિચાર તો કરો?

- ચંપકલાલ હરકિશનદાસ ચાલીસહજારવાલા

પારસ નગર, શંકરલેન, કાંદિવલી(પશ્ર્ચિમ), મુંબઇ-૬૭.

-----------------------------------------

જવાબદારી કોની

મ્યુનિસિપલ તંત્રે હાલમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને રસ્તામાં જાહેરમાં ઉગેલ વૃક્ષોની ડાળીઓ જે ભયજનક રીતે વધેલી હતી અને જેને લઇને લોકોની પ્રોપર્ટી અને વાહનોને નુકસાન થયું હતું તેને કાપી નાખવાનું ફરમાન કરેલ. દુ:ખની બાબત તો એ કે રસ્તામાં ઉગેલ વૃક્ષની ડાળીઓ પ્રાઇવેટ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં વધેલ હોય અને નુકસાન કરવામાં સક્ષમ હોય તેને તેઓએ (કોન્ટ્રાક્ટરોએ) કાપેલ નથી. તે બાબતના પગલાં ત્વરીત લેવાની જરૂર છે. આ રસ્તાના વૃક્ષો ઉપરથી પ્રાઇવેટ કેબલ ઓપરેટરોના કેબલ વાયરો જુદી જુદી સોસાયટીમાં જતા હોય છે. આ કોન્ટ્રાક્ટરોએ કોઇપણ તકેદારી રાખ્યા વગર વૃક્ષોની ડાળીઓ કાપતી વખતે આ સર્વે કેબલ વાયરો પણ તોડી નાખેલ છે. કેબલ ઓપરેટરોએ પોતાના નવા વાયરો બિછાવી દીધેલ છે, પરંતુ જૂના તૂટેલા વાયરો ઠેર ઠેર રસ્તા ઉપર ગુંડાળા થઇને પડેલ છે. આ વાયરો પગે ચાલીને જતાં આવતાં વડીલો, બાળકો, પ્રેગનન્ટ લેડીઝો વગેરેના પગમાં આવતાં હોય છે અને કેટલાંક તો પડી પણ જાય છે. આ તૂટેલા વાયરો આ બધી જગ્યાએથી ઉપાડવાની જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરોની, કેબલ ઓપરેટરોની કે પછી મ્યુનિસિપાલિટીની? આખી ફૂટપાથો તૂટેલા પેવર્સ અને ખાડાઓથી ભરેલી હોય તેમાં આવા તૂટેલા વાયરો પગમાં આવતા હોય ત્યારે જનતા શું કરે? પોતાના કેવી રીતે બચાવે? મ્યુનિસિપલ ઓફિસરો મૌન છે. રાજકીય કાર્યકરોને કંઇ પડી નથી. આ સૌ લોકોની યાતનાઓ જોઇને ખુશ થતાં હોય એવું લાગે છે! ઇશ્ર્વરને પ્રાર્થના કે અમને બચાવો!

- પ્રફુલ સેલારકા

કામાલેન,ઘાટકોપર (પ), મુંબઇ-૮૬.

નદી-પ્રદૂષણથી પીવા-લાયક

પાણીની સમસ્યા

લોક માન્યતા મુજબ ગંગા પવિત્ર નદી છે અને તેનું પાણી પીવાથી અમુક રોગો મટે છે, પરંતુ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૮૬ જગ્યાએ થી પાણીનાં નમૂનાઓ લઇ તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું તો તેમાંથી માત્ર ૭ નમૂનાઓનું પાણી પીવાલાયક હોવાનું સાબિત થયું, ૭૬ જગ્યાનું પાણી એટલું બધું પ્રદૂષિત છે કે તેને સામાન્ય પ્રક્રિયાથી શુદ્ધ કરી શકાય તેમ નથી. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં અને બંગાળના વિસ્તારમાં ગંગાનું પાણી એટલું બધું પ્રદૂષિત છે કે તેનો ઉપયોગ નહાવામાં પણ કરી શકાય તેમ નથી! દેશમાં પાણીના ૭૦ ટકા સ્ત્રોત પ્રદૂષિત છે. પાણી ગુણવત્તામાં આંક (ઠફયિિં ચીફહશિું ઈંક્ષમયડ્ઢ)માં ૧૨૨ દેશોમાં ભારતનું સ્થાન ૧૨૦મું છે. એટલે કે પાણી ગુણવત્તામાં આપણે ખૂબ પાછળ છીએ. આમ પાણીની અછત અને ગુણવત્તામાં આપણે પછાત છીએ. ભારત વિશ્ર્વના સૌથી વધુ ભૂગર્ભજળનો ઉપયોગ કરનારા રાષ્ટ્રોમાનું એક છે. ભૂગર્ભજળનું અતિ થઇ રહેલ હોવાથી પાણીમાં આર્સેનિક અને અન્ય ધાતુનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ઉત્તર પ્રદેશ અને બિહારનાં કેટલાક વિસ્તારોમાં હેન્ડપંપથી પાણીનો ઉપયોગ કરવા સામે મનાઇ હુકમ આપેલ છે. આપણા નાણાપ્રધાને બજેટ રજૂ કરતી વખતે ૨૦૨૨ સુધીમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું વચન આપ્યું છે, પરંતુ પડકાર મોટો છે. જોઇએ, સરકાર તેને પહોંચી વળે છે કે કેમ!

- અશ્ર્વિનકુમાર ન. કારીઆ

એંગોલા રોડ, પાલનપુર.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0lWv06
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com