31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુજરાતી ભાષા સાથે જાળવો ગુજરાતીપણાને

તક મળે છે. અત્યારે ગુજરાતી ફિલ્મો - નાટકોના વધતા પ્રચારને લીધે ગુજરાતી ભાષા દિવસે ને દિવસે વધુ ને વધુ યુવા પેઢીને આકર્ષી રહી છે. આજકાલ ઈંગ્લિશ મીડિયમમાં ભણનારા વિદ્યાર્થીને પણ સારા ગુજરાતી ફિલ્મ, નાટક કે વેબ સિરીઝમાં રસ પડે. સર્જકોએ આ દુર્લભ તક ઝડપી લેવાની જરૂર છે.

આ ઉજ્જવળ આશા વચ્ચે મહારાષ્ટ્રમાં વસતા અને ગુજરાતની બહાર વસનારા ગુજરાતીઓ સામે બહુ મોટો સવાલ ઊભો થયો છે એ પડકાર ગુજરાતી ભાષાની સાથોસાથ ગુજરાતીપણાના રખોપા કરવાનો છે. જરા નિરાંતે વિચારી જુઓ તો સવાલ થશે કે મુંબઈના રેલવે સ્ટેશનો પરથી ગુજરાતીમાં નામ ધરાવતા પાટિયા ગાયબ થઈ ગયા એમ મોટા મોટા સરકારી પદ પરથી ગુજરાતીઓ દેખાતા બંધ થયા છે. આવું કેમ થઈ રહ્યું છે? આના કારણ કયા છે? આ મુદ્દો વિચાર માગી લે છે. ગુજરાતી અસ્મિતા ચોક્કસ ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમથી જળવાશે પણ એના માટે નિર્ણયશક્તિ અને અમલની તાકાત ધરાવતા પદ પર ગુજરાતીઓની હાજરી હોવી જોઈએ.

યોગાનુયોગ હાલ દેશના વડા પ્રધાન ગુજરાતી છે અને સૌથી મોટા રાજકીય પક્ષના અધ્યક્ષપદેય ગુજરાતી છે, છતાં આપણી ગુજરાતી પ્રજામાં રાજકીય, વહીવટીક્ષેત્રે હોવી જોઈએ એટલી જાગૃતિ નથી. હવે ગુજરાતીઓ પોતે મુંબઈમાં રહે છે કે મહારાષ્ટ્રમાં એ ભૂલીને એક થવાની જરૂર છે. વિચારવા માંડો કે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ વધે કેવી રીતે? આ સ્વાર્થ નથી. ના, ગુજરાતી પ્રજા લેશમાત્ર સ્વકેન્દ્રી નથી. એ જ્યાં જઈને વસે ત્યાં પોતાના ધનોર્પાજનમાંથી શિક્ષણ સંકુલો, ગૌશાળા, ધર્મશાળા અને હૉસ્પિટલો બાંધીને સમગ્ર સમાજને ઉપયોગી થાય છે.

આ બધાની વચ્ચે ગુજરાતી પ્રજા પોતાની ઓળખ બુલંદ અવાજે ખોંખારો ખાઈને પ્રસ્થાપિત કરવામાં ક્યાંક ભૂલ કરે છે, કશુંક ચૂકે છે. એ ભૂલ સુધારવા આવનારા સમયમાં આપણે આસપાસ રહેનારા ગુજરાતીઓને આગળ લાવવા માટે કમર કસી લઈએ. સંસદ સભ્ય, વિધાનસભ્ય, નગરસેવક અને ટોચના અમલદારના પદ સુધી લાયક ગુજરાતીઓને પહોંચાડવાની ફરજ બજાવવામાંથી ચૂકવાનું પાલવે નહિ.

બધું સરકાર કે નેતાઓ પર છોડવાને બદલે આપણે પોતાની ફરજ બજાવવા વિષેય વિચારીએ. ગુજરાતી નાટક, પુસ્તક, ફિલ્મ કે કાર્યક્રમ સારા હોય તો એની પાછળ પૈસા-સમય ખર્ચવામાં પાછા ન પડો. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના વાર્ષિક મેળાવડા સમા સમારંભમાં મલાડનું નાનકડું ઓડિટોરિયમ માંડ અડધું ભરાયેલું હતું. આવું કેમ? વરસેદહાડે ગુજરાતીઓ પોતાની ભાષા-સાહિત્ય માટે અઢી કલાક કાઢી ન શકે. બધે બધો દોષ ગુજરાતી પ્રજાનો નથી, આવા કાર્યક્રમના આયોજકોએય મનોમંથન કરવું ઘટે કે શા માટે ગુજરાતીઓ આકર્ષાતા નથી.

આવો, આજના વિશ્ર્વ ગુજરાતી ભાષા દિન નિમિત્તે આપણે પણ લઈએ કે માત્ર માતૃભાષાની જ નહિ, ગુજરાતીઓના ગૌરવવંત ખમીર અને ગુજરાતીપણાની જાળવણી કરીશું. આપણે બધા એક રહીશું તો આપણી ભાષા, માતૃભાષા ગુજરાતી વરસો નહિ, સૈકાઓ સુધી પૃથ્વી પર કાયમ રહેશે, મહેકતી રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

s450017
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com