31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારી કામવાળીને આર્થિક મદદ કરવી એ ભૂલ?

કેતકી જાનીમારી કામવાળીને આર્થિક મદદ કરવી એ ભૂલ?

સવાલ: હું ૫૫ વર્ષની પ્રોઢા છું. મારા ઘરમાં કામ કરતી બહેનને અવારનવાર કંઈ ને કંઈ કારણસર પૈસાની ખેંચ હોય છે અને હું તેને મદદ કરું છું, પણ ઘરના બધા હંમેશાં મહેણાં મારે કે તે મને બુદ્ધુ/લલ્લુ બનાવે છે. મારી પાસે પૈસા લેવા બહાનાં કરે છે. તેને મદદ કરવાથી મને સારું લાગે છે. પછી વિચારું કે તે આમ કેમ કરતી હશે? દાન/મદદ - સુપાત્ર/કુપાત્ર જેવા વિચારોમાં અટવાયેલી હું હવે કામવાળી બેનને કે અન્યને મદદ કરું કે નહીં તે અવઢવમાં છું.

--------------------------

જવાબ

જ્યાં સુધી અન્યને કંઈ આપવાનો, મદદ કરવાનો સવાલ છે, તે વાતનો સંબંધ માત્ર ને માત્ર તમારી માનસિકતા સાથે જ છે, લેવાવાળા - યાચક સાથે નહીં. જ્યારે બીજાને કંઈ આપવાની વાત આવે કે તરત જ માનવમન વિચારે છે કે: જેને આપું છું તે સારી વ્યક્તિ છે કે નહીં? તેને આપવાથી મને ક્યારેક ફાયદો થશે કે નહીં? આર્થિક ફાયદો ભલે ના થાય પણ પુણ્ય/સ્વર્ગ મળશે? શું તે યાચક મને મૂર્ખ બનાવી રહ્યો હશે? તે મને ઠગી રહ્યો છે?

આ બહુતાંશ લોકોના મનમાં ચાલતી સનાતન ગડમથલ છે બહેન. તમે એ કરો જે કરવાથી તમને સારું લાગે છે, બસ. બીજા કોઈનું કહ્યું ના માનો, તમારા અંતરમનને સારું લાગે તે કામ કરવાની જવાબદારી તમારી છે, છતાં તમારે દલીલ કરવી જ હોય તો તેમને કહી શકો કે હવા - વરસાદ - સૂર્ય સહિત કુદરત પાત્ર-કુપાત્રનાં ભેદમાં માને છે? આ જ પૃથ્વી પર સારા-નરસા દરેક લોકો શ્ર્વસે છે ને? હવા હરપળ સૌને શ્ર્વાસમાં મળતી રહે છે કોઈ જ ભેદ વગર. તમે ના આપવા ચાહો તો ના આપો. તમારી કામવાળી જબરદસ્તી તમારી પાસેથી નહીં લઈ જાય. તે જુઠ્ઠું બોલે છે કે બહાનાં કાઢે છે - તે તેની સમસ્યા છે. તમે ઈચ્છો તો આપીને છૂટી જાવ પણ આપ્યા બાદ તમારા સત્કામને રેટિંગ આપવાની પળોજણમાં ના પડો. જો તે જુઠ્ઠાં બહાનાં કરી તમને ઠગે છે તે તેના પક્ષે દયનીય છે. તમારે તો ખુશ થવાનું કે તમારી પાસેથી કંઈક મેળવવા માટે તે આવું કરે ત્યારે તમે મદદ કરીને માનવજીવન સાર્થક કરો છો. તમે માત્ર આપીને તે કર્મથી છૂટી જાવ. સતત તેના વિચારો કરી તે કર્મ ક્ષીણ ના કરો. આપ્યું તો આપી જાણવું, જમણા હાથે આપો તો ડાબો હાથ ના જાણે તે રીતે. આમ લોકો કહે છે, તે આ જ કારણે. આપવું તમારી મજબૂરી નથી કે આપવાથી તમને સ્વર્ગમાં ક્ધફર્મ સીટ મળશે તેમ પણ નથી - તમારે આમ વિચારીને જ મદદ કરતા રહેવાનું. હિસાબ-કિતાબના ચક્કરમાં પડીને કોઈ અર્થ નહી સરે. સદીઓથી આપનારનો હાથ હંમેશાં ઊંચો હતો, છે અને રહેશે જ માટે તમારા આંતરમનને સારું લાગે તે બિનધાસ્ત કરતાં રહો, અસ્તુ.

---------------------

ડાયેટિંગ અને કસરત વિના વજન કઈ રીતે

ઉતારવું?

સવાલ: હું ૫૭ વર્ષની ગૃહિણી છું. હમણાંથી તબિયત થોડી નરમગરમ રહે છે. એકંદરે સ્વાસ્થ્યની દરકાર રાખું છું, છતાં વજન સામાન્ય કરતાં વધુ છે. ખાવાની શોખિન છું. હવે આ ઉંમરે સ્ટ્રીક ડાયેટિંગ તો ના જ કરી શકું. તો રોજિંદા જીવનમાં ભોજનમાં કઈ ચીજો ટાળવી, તે વિચારી રહી છું. મુશ્કેલી ના પડે અને વજન ઉતારી સ્વસ્થ થાઉં તેવો ઉપાય ખરો? યોગ-કસરતનો મને કંટાળો આવે છે.

-------------------------

જવાબ

તમે દૃઢ મનથી સ્વસ્થ રહેવા વિચારો તો કોઈ પણ ઉંમરે વજન ઓછું કરી તંદુરસ્તી જાળવી જ શકો. તમે સ્વાસ્થ્યની દરકાર પણ રાખો છો અને ખાવાનાં પણ શોખીન છો, આ વિધાન હવે તમે બદલી શકો... કે હું સ્વાસ્થ્યની દરકાર રાખું છું, પણ તેથી જ ખાવામાં ખૂબ વિચારીને ચોક્કસ વસ્તુઓનો જ શોખ રાખું છું. તંદુરસ્ત રહેવા અને વજન કંટ્રોલ કરવા તમે આ ઉંમરે ભલે સ્ટ્રિક્ટ ડાયેટ નિયમો ના સ્વીકારો પણ રોજિંદા જીવનમાં અમુક ખાદ્ય પદાર્થો ટાળી અને અમુક ખાદ્ય પદાર્થો અપનાવી પ્રયત્નો તો કરી જ શકો તંદુરસ્તી મેળવવા માટે.

ૄ મેંદો અને તેનાથી બનતી તમામેતમામ ખાદ્યસામગ્રી તમારા ભોજનથી સત્વરે રદ કરો. ૄ બેકરીમાં મળતા તમામ પ્રકારના બ્રેડ / કેક / બિસ્કિટ્સને ભૂલી જાવ. ૄ રોજિંદા આહારમાંથી બટરની સદંતર બાદબાકી કરો. તેમાં અતિશય પ્રમાણમાં વજન વધારનારા કોલેસ્ટ્રોલયુક્ત પદાર્થ હોય છે. ૄ બજારમાં મળતાં વિવિધ ચિપ્સના આપ શોખીન હોવ તો તે પણ ભૂલવા જ પડશે. ૄ ભરપૂર માત્રામાં ખાંડ અને ફેટ હોવાથી તમારે આઈસ્ક્રિમથી હવે દૂર જ રહેવું. ૄ મોટા પ્રમાણમાં ફેટી ઍસિડ, કોલેસ્ટ્રોલ અને કેલેરી ધરાવતા મૅગી, સોયા ચાપ, પિત્ઝા, બર્ગર, ચાઉમીન સહિતનાં તમામ જંકફૂડ પણ ખાતા હોવ તો સદંતર બંધ કરી દો. ૄ તમે દિવસ દરમિયાન જે પણ ખાવ તે ઘરનું જ બનાવેલું તાજું ભોજન હોય તે અત્યંત જરૂરી છે. શક્ય હોય તો તમે પોતે જ તમારું ભોજન દર વખતે બનાવો. ૄ રોજના આહારમાં માત્ર ઘઉંની જ રોટલી ખાતા હોવ બંને સમય તો કોઈ પણ એક સમય બીજું ધાન્ય (જુવાર - મકાઈ - બાજરી) રોટલી માટે વાપરો. ૄ ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ પૌષ્ટિક હોય છે. દરરોજ તે ખાવ પણ તેનું પ્રમાણભાન જાળવીને. ૄ પ્રોટીન્સથી ભરપૂર ફ્રેંચ બીન્સ દૂધી જેવી અનેક શાકભાજીઓ ખૂબ પ્રમાણમાં ભોજન વખતે ખાઓ. તેને લીધે તમે આસાનીથી રોટલી - ભાત - દાળ થોડાં ઓછા ખાશો તો પણ પેટ ભરેલું લાગશે. ૄ સીઝનલ ફ્રૂટ્સ ખૂબ પ્રમાણમાં ખાવ. ધીરે ધીરે હાઈકેલરી ફૂડ્સની ખોરાકમાંથી બાદબાકી કરતા જાવ, તમે વજન ઓછું કરવામાં અને સ્વસ્થ થવામાં ચોક્કસ સફળ થશો જ, અસ્તુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

704163e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com