31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવારે સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-------------------------

ફોટોક્વિઝ

શૂર્પણખા રામાયણનું ઓછું મહત્ત્વ ધરાવતું પણ ખૂબ જાણીતું પાત્ર છે. એવી એક માન્યતા છે કે શૂર્પણખાના પ્રસંગને પગલે આખો સિલસિલો રાવણવધ સુધી પહોંચ્યો. એને રામાયણમાં થયેલા યુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવી છે. આ શૂર્પણખા કોની બહેન હતી એ તમારે કહેવાનું છે.----------------

પેહચાન કૌન?

અમેરિકાની મહિલા ઍસ્ટ્રોનોટનો જન્મ ૧૯૬૨માં હરિયાણાના કર્નાલ શહેરમાં થયો હતો. અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની એ પ્રથમ મહિલા હતી. ૨૦૦૩માં આ ઍસ્ટ્રોનોટ સ્પેસ શટલ કોલંબિયામાં પૃથ્વી પર પાછી ફરી રહી હતી ત્યારે એ અવકાશયાન તૂટી પડતા છ સાથી સાથે એનું ૪૦ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તમારે આ મહિલા ઍસ્ટ્રોનોટનું નામ જણાવવાનું છે.

-------------------

ગીત ગાતા ચલ

‘કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઇસી કા નામ હૈ.’ શૈલેન્દ્ર લિખિત આ મશહૂર ગીત રાજ કપૂર પર ફિલ્માવાયું છે. આ ગીત કઇ ફિલ્મનું છે એ તમારે યાદ કરીને કહેવાનું છે.

----------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) સુરેખા દેસાઈ (૩) નૂતન વિપીન (૪) અલ્પા કેનિયા (૫) ડૉ. પ્રકાશ કાટકિયા (૬) નિખિલ બંગાળી (૭) હિતેશ જોગણી (૮) ભારતી બુચ (૯) મંજુલા દુબલ (૧૦) પરેશ દુબલ (૧૧) જયશ્રી દુબલ (૧૨) ચંદ્રિકા દેસાઈ (૧૩) અમિતા સંઘવી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) ભારતી કાટકિયા (૧૮) પ્રવીણ વોરા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) ભાવના કર્વે (૨૨) અરુણકુમાર પરીખ (૨૩) અરવિંદ કામદાર (૨૪) હર્ષા મહેતા (૨૫) સંધ્યા પારેખ (૨૬) ચેતના છેડા (૨૭) મુકતા સોલંકી (૨૮) અંજુ ટોલિયા (૨૯) ચૈતાલી દેસાઈ (૩૦) નંદલાલ ગોઠી (૩૧) શૈલજા ચંદરિયા (૩૨) મીનળ કાપડિયા (૩૩) વૃંદા વકીલના (૩૪) પુષ્પા ખોના (૩૫) નીતા દેસાઈ (૩૬) નિરંજના જોશી (૩૭) સરલા દોશી (૩૮) રેખા મુખત્યાર (૩૯) દિલીપ પરીખ (૪૦) લજિતા ખોના (૪૧) પ્રજ્ઞા કાજલિયા (૪૨) દમયંતી નેગાંધી (૪૩) જ્યોત્સના શાહ (૪૪) નયના સંઘરાજકા (૪૫) ધવલ દાંડ (૪૬) રવિન્દ્ર પાટડિયા (૪૭) શિલ્પા શ્રોફ (૪૮) પૂર્ણિમા પરીખ (૪૯) નીતિન બજરિયા (૫૦) પુષ્પા સુતરીયા (૫૧) રસિક જુઠાણી ટોરોન્ટો, કેનેડા (૫૨) હરીશ સુતરીયા (૫૩) કિશોર સંઘરાજકા (૫૪) નૂતન ગાલા (૫૫) ઈનાક્ષી દલાલ (૫૬) હીના દલાલ (૫૭) રમેશચંદ્ર દલાલ (૫૮) બાનુ જામનગરવાલા (૫૯) દેવ્યાની દેસાઈ (૬૦) પુષ્પા પટેલ (૬૧) કલ્પના આશર (૬૨) ગિરીશ શેઠ (૬૩) રીટા જોશી (૬૪) અલકા વાણી, સિડની-ઓસ્ટ્રેલિયા (૬૫) મહેન્દ્ર દલાલ (૬૬) કામિની દલાલ (૬૭) અમીષ દલાલ (૬૮) પ્રિયા દલાલ (૬૯) રીશી મર્ચન્ટ (૭૦) કાંતિલાલ મારૂ (૭૧) ડાયના સંતોકે (૭૨) ઝરણા ગાલા (૭૩) જ્યોત્સના અધ્વર્યુ (૭૪) જ્યોત્સના ગાંધી.

----------------------

આપો જવાબ

કહેવતો પૂરી કરો

૧) કોની માએ સવાશેર ----- ખાધી છે.

૨) કોલસાની દલાલીમાં કાળા -----.

૩) ------ બોલે તો જ સવાર પડે.

૪) કાળા ----- ભેંસ બરાબર.

૫) કાગનું બેસવું ને ----- પડવું.

----------------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: ટાઇટેનિક

ૄ પેહચાન કૌન?: પ્રતિભા પાટીલ

ૄ ગીત ગાતા ચલ: ગીતાબાલી

ૄ આપો જવાબ: ૧) યુએસએ, ૨) યુકે, ૩) ભારત, ૪) સાઉથ આફ્રિકા,

૫) યુકે

--------------------------

funworld@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

55Hm47
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com