6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્લીટેડ સ્કર્ટ્સ કા હૈ ઝમાના

ફેેશન-દીપ્તિ ધરોડ



વન-પીસ અને લોન્ગ ફ્રોક બાદ હવે ફેશન વર્લ્ડ પર પોતાનો જાદુ ચલાવી રહ્યા છે પ્લીટ્સ. આ પ્લીટ્સની એક ખાસિયત છે અને એ ખાસિયત જ તેને બાકીના બધા આઉટફિટ્સથી અલગ બનાવે છે. પ્લીટ્સની આ ખાસિયત એટલે પ્રોફેશનલ ઈવેન્ટ હોય કે પછી પાર્ટી પ્લીટ્સને કોઈ પણ પ્રકારના ડ્રેસ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય છે. આજે આપણે એ જ વિશે વાત કરીશું. પ્લીટેડ સ્કર્ટ્સ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે અને તેમાં લોન્ગ, હાઈ વેસ્ટ, મિડી, મેક્સી, ફોર્મલ જેવા અલગ અલગ ઓપ્શન ઉપલબ્ધ છે. આ પ્લીટ્સ કોઈ પણ સ્વરૂપમાં હોય તે આજની યુવતીઓને તેની તરફ આકર્ષિત કરે જ છે, પણ આ સૌથી આરામદાયક આઉટફિટ છે. સૌથી મહત્ત્વની વાત એટલે તો આ પ્લીટ્સ કોઈ પણ સિઝનમાં પહેરી શકાય છે, તો પછી રાહ કોની જુઓ છો? ચાલો અલગ અલગ સ્ટાઈલના આ પ્લીટેડ સ્કર્ટને તમારા વોર્ડરોબમાં સામેલ કરીને ટ્રેન્ડી અને ફેશેનબલ મહિલા કે યુવતીઓની યાદીમાં આવી જાઓ.

---------------------------

બ્લેઝર કે પછી જેકેટ

ઓફિસ મીટિંગમાં જવું હોય તો સ્કર્ટ સાથે મિક્સ એન્ડ મેચ કરતાં ન્યુટ્રલ કલરની શર્ટની સાથે મેચિંગ બ્લેઝર કે જેકેટ પહેરીને એકદમ પ્રોફેશનલ લૂક મિનિટોમાં જ મળી જશે. ફૂટવેયર અને જ્વેલરી એકદમ ઓછી અને હળવી પહેરવાનું રાખો. ઈવનિંગ પાર્ટીમાં જવાનું હોય તો શર્ટના બદલે સ્પેગિટી ટોપ પહેરો અને બ્લેઝરને બદલે જેકેટ પહેરી લો. એક જ દિવસમાં બે અલગ અલગ ઈવેન્ટમાં જવાનું હોય અને સાથે વધારાના કપડાં ના લેવા હોય તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે.

--------------------

ઓવરસાઈડ ટોપ

બેગી સ્ટાઈલ કે પછી ઓવરસાઈડ ટોપ સાથે પ્લીટેડ સ્કર્ટ પહેરી શકાય છે. જો સ્કર્ટનો રંગ બ્રાઈટ છે તો પછી તો ન્યુટ્રલ કલરનો ટોપ એકદમ પરફેક્ટ ચોઈસ છે. શિયાળામાં મિડ લેન્થ સ્કર્ટની સાથે સિમ્પલ ટોપ, ઓવર સાઈઝ શ્રગ એકદમ પરફેક્ટ લૂક છે. સામાન્યપણે પ્લીટેડ સ્કર્ટ ઘૂંટણ, એન્કલ લેન્થ કે પછી લોન્ગ સ્ટાઈલમાં આવે છે. પણ જો તમે મિની સ્કર્ટ પહેરી રહ્યા છો તો એની સાથે ની હાઈટ બૂટ્સ એકદમ પરફેક્ટ મેચ છે.

------------------------

ઓફ શોલ્ડર ટોપ

લોન્ગ હાઈ પ્લીટેડ સ્કર્ટ સાથે ઓફ શોલ્ડર ટોપ પહેરો. એક કમ્ફર્ટેબલ મિડ વેધર લૂક માટે ઓફ શોલ્ડર ટોપ અને લોન્ગ હાઈ પ્લીટેડ સ્કર્ટ બેસ્ટ ઓપ્શન છે. આની સાથે જ્વેલરીમાં બ્રાઈટ ડગ્લર્સ પહેરો તો ફૂટ વેયરમાં હાઈ હિલ્સ એકદમ પરફેક્ટ છે. આટલું કર્યા પછી જો તમને લૂક અધૂરો લાગતો હોય તો સાથે એક સ્લિંગ બેગ સાથે રાખી શકાય.





આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bM830145
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com