27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટ્રમ્પે ચીન પરની ટેરિફ ડેડલાઈન લંબાવતા સેન્સેક્સ ૩૫૩ પોઇન્ટ ઊછળ્યો
નિફ્ટીએ ૧૧,૦૦૦ની સપાટી પાછી મેળવી, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૧.૦૮ ટકાની ૨૫ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની આયાતો પર ટેરિફ લાદવાની મુદત પાછી ઠેલતાં વૈશ્ર્વિક બજારોની સાથે બુધવારે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફુગાવાના દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાથી બજારના સેન્ટિમેન્ટમાં ભારે સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૩૫૩ પોઇન્ટ ઊછળ્યો હતો અને નિફ્ટીએ ૧૧,૦૦૦ની સપાટી પાછી હાંસલ કરી લીધી હતી.

બીએસઇનો બેન્ચમાર્ક ૩૦ શેરવાળો સેન્સેક્સ ૩૬,૯૫૮.૧૬ પોઇન્ટના પાછલા બંધ સામે ૩૭,૨૩૩.૫૦ પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન અંતે ૩૭,૪૭૩.૬૧ પોઇન્ટની ઊંચી અને ૩૭,૦૦૦.૭૭ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયા બાદ ૩૫૩.૩૭ પોઇન્ટ અથવા તો ૦.૯૬ ટકાના ઉછાળા સાથે ૩૭,૩૧૧.૫૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

એનએસઇનો બેન્ચમાર્ક ૫૦ શેરવાલો નિફ્ટી ઇન્ડેક્સ સત્ર દરમિયાન અંતે ૧૧,૦૭૮.૧૫ પોઇન્ટની ઊંચી અને ૧૦,૯૩૫.૬૦ પોઇન્ટની નીચી સપાટીએ અથડાયા બાદ ૧૦૩.૫૫ પોઇન્ટ અથવા તો ૦.૯૫ ટકાના ઉછાળા સાથે ૧૧,૦૨૯.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

ટ્રમ્પે ચીનની કેટલીક આયાતો પર ૧૦ ટકા ડ્યૂટી ઝીંકવાની પહેલી સપ્ટેમ્બરની સમય મર્યાદા પાછળ ઠેલતાં વિશ્ર્વભરના બજારોમાં પોઝિટિવ હવામાન જોવા મળ્યું હતું. આજે સવારે એશિયાના અન્ય બજારો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

સ્થાનિક સ્તરે જુલાઇ મહિનાના ડેટા અનુસાર રિટેલ ઇન્ફ્લેશન સહેજ ઘટીને ૩.૧૫ ટકાના સ્તરે પહોંચ્યું હતું જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૧.૦૮ ટકાની ૨૫ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હોવાના અહેવાલે બજારના સેન્ટિમેન્ટને બુસ્ટર આપ્યું હતું. એ જ સાથે નાણાં મંત્રાલય એફપીઆઇના સરચાર્જ અંગે કાયદા મંત્રાલય સાથે સલાહ મસલત કરી રહ્યું હોવાના અહેવાલોને કારણે પણ બજારનું માનસ સુધર્યું હતું.

એ નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં મંગળવારે વૈશ્ર્વિક બજારોની પીછેહઠ સાથે સ્થાનિક સ્તરે અર્થતંત્રની ચિંતા વચ્ચે તીવ્ર વેચવાલીનો માહોલ સર્જાતા સેન્સેક્સ ૬૨૩.૭૫ પોઇન્ટના કડાકા સાથે ૩૬,૯૫૮.૧૬ પોઇન્ટની અને નિફ્ટી ૧૮૩.૮૦ પોઇન્ટના કડાકા સાથે ૧૦,૯૨૫.૮૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. આ કડાકામાં શેરધારકોની સંપત્તિમાં રૂ. ૨.૨૧ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

સત્ર દરમિયાન મુંબઈ શેરબજારનો બેન્ચમાર્ક એક તબક્કે ૫૧૫ પોઈન્ટ્સ ઉછળીને ૩૭,૪૭૩.૫૧ પોઈન્ટ્સની સપાટીને અથડાયોે હતો. બપોરે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૦૮.૯૫ પોઈન્ટ્સના ઉછાળા સાથે ૧૧,૦૩૪.૮૦ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૬ ટકા અને ૦.૧૭ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. બપોરે મેટલ, બેન્ક, ટેલિકોમ, બેન્ક અને એફએમસીજી શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે હેલ્થકેર અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. એ તબક્કે યસ બેન્ક ૪.૬૯ ટકા, ઝી ૪.૬૭ ટકા, ટાટા સ્ટીલ ૪.૫૫ ટકા, વેદાંતા ૪.૩૩ ટકા, બજાજ ફિનસર્વ ૩.૧૭ ટકા અને ગ્રાસિમ ૨.૯૦ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. સન ફાર્મા ૫.૩૦ ટકા, ડો. રેડીઝ લેબ ૨.૯૦ ટકા, વિપ્રો ૨.૨૨ ટકા, કોલ ઈન્ડિયા ૨.૧૮ ટકા, ગોદરેજ જેસીપી ૧.૪૨ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

સત્રને અંતે સેન્સેક્સના શેરોમાં ટોપ ગેઇનર્સમાં વેદાંતા, ટાટા સ્ટીલ, યસ બનેક, ટેક મહિન્દ્ર, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક અને બજાજ ફાઇનાન્સ અને ઇન્ડઇન્ડ બેન્કનો સમાવેશ હતો. આ શેરોમાં ૪.૮૩ ટકા જેટલો સુધારો નોંધાયો હતો. જ્યારે, સન ફાર્મા, ઓએનજીસી, કોટક બેન્ક, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ, એચસીએલ ટેક અને એનટીપીસી ટોપ લૂઝર બન્યાં હતાં. આ શેરોમાં ૪.૫૮ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સની ૨૫ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી. સેક્ટરલ ઈન્ડાયસીસમાં હેલ્થકેર સિવાય બધા ઈન્ડેક્સમાં સુધીરો જોવા મળ્યો હતો. આજે માર્કેટ કેપ રૂ. ૧૪૦.૫૬ લાખ કરોડ રહ્યું હતું, જે ગઈ કાલે રૂ. ૧૩૯.૪૬ લાખ કરોડ હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૯૨ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૯૬ ટકા, બીએસઈ મીડકેપ ૦.૮૫ ટકા, બીએસઈ સ્મોલકેપ ૦.૪૧ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૯૫ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૯૧ ટકા, બીએસઈ ઓલકેપ ૦.૯૦ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૯૯ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૭૯ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૦૮ ટકા વધ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૨.૦૩ ટકા, સીડીજીએસ ૦.૭૧ ટકા, એનર્જી ૦.૯૩ ટકા, એફએમસીજી ૦.૬૧ ટકા, ફાઈનાન્સ ૧.૦૭ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૮૫ ટકા, આઈટી ૦.૬૫ ટકા, ટેલિકોમ ૨.૪૦ ટકા, યુટિલિટીઝ ૦.૮૮ ટકા, ઓટો ૦.૮૪ ટકા, બેન્કેક્સ ૧.૦૦ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૬ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૮ ટકા, મેટલ ૨.૬૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૦૯ ટકા, પાવર ૦.૬૫ ટકા, રિયલ્ટી ૦.૪૫ ટકા અને ટેક ૦.૯૯ ટકા વધ્યા હતા, જ્યારે એકમાત્ર હેલ્થકેર ૦.૫૨ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સમાં સમાવિષ્ટ શેર્સમાં મુખ્યત્વે વેદાંતા ૪.૮૭ ટકા, ટાટા સ્ટીલ ૪.૬૧ ટકા, યસ બેન્ક ૪.૦૧ ટકા, ટેક મહિન્દ્રા ૨.૭૬ ટકા અને હીરો મોટોકોર્પ ૨.૬૫ ટકા વધ્યા હતા, જ્યારે સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રિઝ ૪.૬૯ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૨૭ ટકા, ઓએનજીસી ૧.૨૧ ટકા, ટાટા મોટર્સ ૦.૯૪ ટકા અને ટાટા મોટર્સ ડીવીઆર ૦.૬૯ ટકા ઘટ્યા હતા.

એ ગ્રુપની કંપનીઓમાંથી ઈન્ડિયાબુલ્સ ઈન્ટિગ્રેડેટ સર્વિસીસ અને લક્ષ્મી વિલાસ બેન્કને ઉપલી, જ્યારે કોફી ડે એન્ટરપ્રાઈઝીસ, કોક્સ એન્ડ કિંગ્સ અને મનપસંદ બેવરેજીસને નીચલી સર્કીટ લાગી હતી. બી ગ્રુપની ૩૨ કંપનીઓને ઉપલી, ૩૬ કંપનીઓને નીચલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૩૩૦ કંપનીમાંથી ૧૫૭ કંપનીઓને ઉપલી અને ૧૭૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

દરમિયાન, વોકહાર્ટને નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ગત વર્ષના સરખામણીમાં ઘટીને રૂ. ૪૪.૯૮ કરોડ નોંધાઇ છે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝને નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગત વર્ષના સરખામણીમાં વધીને રૂ. ૧,૭૮૬.૩૭ કરોડ થયો છે, તેના કામકાજની કુલ આવક રૂ. ૧૯,૦૯૧.૮૫ કરોડ થઈ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g676v3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com