24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુણેના નવ વર્ષના બાળકે માઉન્ટ કિલિમાન્જારો સર કર્યો

નવી દિલ્હી: પુણેના નવવર્ષીય અદ્વૈત ભરતિયાએ માઉન્ટ કિલિમાન્જારો સર કરી અનેરું સાહસ દર્શાવ્યું છે. તાન્ઝાનિયામાં ૧૯૩૪૧ ફીટ ઊંચાઈ ધરાવતા માઉન્ટ કિલિમાન્જારો આફ્રિકામાં સૌથી ઊંચું છે અને વિશ્ર્વનો સૌથી ઊંચો પહાડ (ફ્રી-સ્ટેન્ડિંગ - પર્વતમાળા સાથે જોડાયેલો નહીં તેવો) છે. સમીર પથામની દેખરેખમાં સિમ્બુમ ટોટોનું (બાળ સિમ્બા) હુલામણું નામ ધરાવતો અદ્વૈત ૩૧મી જુલાઈએ પહાડની ટોચે પહોંચ્યો હતો. ૨૦૧૬માં છ વર્ષની વયે અદ્વૈતે એવરેસ્ટ બેઈઝ કેમ્પનું ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. તે કિલિમાન્જારોનું ટ્રેકિંગ સાત દિવસમાં પૂરું કરી શક્યો હતો. તેણે કહ્યું કે, નજારો ખૂબ જ સુંદર હોવાથી તેણે સંખ્યાબંધ ‘બ્રેક’ લીધા હતા અને માર્ગમાં પહાડોનું સૌંદર્ય માણ્યું હતું.

તેની માતા પાયલ ભરતિયા વધુ ઊંચાઈ પર વાતાવરણથી ટેવાઈ શકી ન હતી. આથી ટોચ પર પહોંચવાના ૧૦૦૦ ફીટ બાકી હતા ત્યારે તેમણે તેમનું ટ્રેકિંગ ટૂંકાવી દીધું હતું. અદ્વૈતે પર્વતારોહણ માટે બે મહિનાની સખત ટ્રેઈનિંગ લીધી હતી. રોજ એક કલાક તરવાનું, એક કલાક કાર્ડિયોવેસ્ક્યુલર કસરત (ફૂટબોલ, ક્રિકેટ અથવા ટેનિસની રમત) અને ત્રીજા કલાકમાં ૧૦ માળ ચડવાની અથવા પાર્કર (વિઘ્નદોડ) વિગેરેની ટ્રેઈનિંગ લીધી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

86e5L45q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com