24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ઉપલેટા હાલ કલ્યાણ ગં. સ્વ. મુકતાબેન મણીલાલ તારાચંદ દોશીની પુત્રી રીટા (રીના) શરદકુમાર કાંતિલાલ શાહ (સંઘરાજકા) (ઉં.વ. ૬૧) કલકત્તા મુકામે મંગળવાર, તા. ૧૩-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે કિરીટ, ચેતનના બહેન. કીંજલ સમીર શાહ, પુજાના માતુશ્રી. નીશા, મીનાના નણંદ. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલા હાલ કાંદિવલી સ્વ. નંદલાલ મુલચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. મંગળાબેન (ઉં.વ. ૮૭) તે સ્વ. ચંદ્રકાંત, દિપક, સંજય, હર્ષા હરેશ કપાસી, નીતા યોગેશ બજરિયાના માતુશ્રી. સ્વ. જેઠાભાઈ, સ્વ. રમણિકભાઈ, સ્વ. મનહરલાલ, કનૈયાલાલ, પુષ્પાબેન વિરેન્દ્રભાઈ, સુમિત્રાબેન પ્રફુલચંદ્ર, ગોંડલ સંપ્રદાયના બાલ બ્રહ્મચારી પૂજય પ્રભાબાઈ મહાસતીજીના સંસાર પક્ષે બહેન. જયશ્રીબેન, નીતાબેન, બીનાબેનના સાસુ. અંકિત, રોનક્, કોમલ, નેહલ, ખુશ્બુ, મીત, રિદ્રિ, જીશા, પૂજા, હાર્દિક, રાજના દાદી તા. ૧૩-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૮-૧૯ના શુક્રવારે સવારે ૧૦ થી ૧૨. સરનામું સર્વોદય હોલ, એલ. ટી. રોડ, બોરીવલી પશ્ર્ચિમ.

ગુર્જર જૈન

ગામ કચ્છ મુંદ્રા હાલે માટુંગા સ્વ. ખુશાલ લક્ષ્મીચંદ વોરાના ધર્મપત્ની ગં. સ્વ. વિમળાબેન (ઉં.વ. ૮૪) તે પ્રકાશ, નીતાના માતુશ્રી. સુનીતા, દિપક મહેતાના સાસુજી. સ્વ. કેશવલાલ દેવચંદ શાહ (ભુજના) હાલે ચેન્નઈના દીકરી. કવન, હર્ષલ, નમ્રતાના નાની તા. ૧૪-૮-૧૯, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન

રામપૂરા ભંકોડા હાલ કાંદિવલી સ્વ. ચંદુલાલ પુંજાભાઈ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. સુભદ્રાબેન (ઉં.વ. ૯૦) તે અલકા, જયેન્દ્ર, સ્મિતાના માતુશ્રી. કિર્તીકુમાર, ભારતી, અશ્ર્વિનકુમારના સાસુ. દિક્ષીત, અંકિત, પંક્તિ, નીવના દાદી. બરવાળા ઘેલા શાહ સ્વ. ગજરાબેન પ્રતાપરામ બાવીસી, સ્વ. મંજુલાબેન વસંતલાલ શાહ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. મહાસુખભાઈ, સ્વ. નારંગીબેન દિનેશચંદ્ર શાહના બહેન તા. ૧૨-૮-૧૯, સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા - લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

વઢવાણ હાલ બોરીવલી સ્વ. વિમળાબેન અને સ્વ. અમીચંદભાઈ ભૂરાભાઈ શાહના પુત્ર ભૂપેન્દ્ર (ઉં.વ. ૫૮) તે કલ્પનાબેનના પતિ. રમેશભાઈ, રાજેશભાઈના ભાઈ. ધાંધલપુર નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. પ્રેમીલાબેન અને પ્રાણલાલ શીવલાલ ખંધારના જમાઈ તા. ૧૦-૮-૧૯, શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. સરનામું: બી-૨૦૩, ‘પૃથ્વી’ એપાર્ટમેન્ટ, નાટકવાલા લેન, બોરીવલી વેસ્ટ.

ઘોઘારી વિસા શ્રીમાળી જૈન

પાલીતાણાવાળા હાલ ઘાટકોપર સ્વ. શાહ દલીચંદ હઠીચંદના પુત્ર સ્વ. પ્રવિણના પત્ની ભાવનાબેન (ઉં.વ. ૫૬) તા. ૧૪-૮-૧૯, બુધવારના સ્વર્ગવાસી થયેલ છે. તે કિરીટભાઈ, જીતુભાઈના ભાઈના પત્ની. જીનલ, મૈત્રી, આગમના માતુશ્રી. પિયર પક્ષે તળાજાવાળા ત્રંબકલાલ રતીલાલ શાહની દીકરી. માતૃવંદના રવિવાર, તા. ૧૮-૮-૧૯ના ૩.૩૦ થી ૫.૩૦. સ્થળ: કે. વી. કે. સાર્વજનિક સ્કૂલ, સાઈનાથ નગર, ઘાટકોપર વેસ્ટ. ઠે. બી-૪૦૪, સાંઈ દર્શન, ગાર્ડન લેન, ઘાટકોપર વેસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

પિપળવા હાલ વસઈ રોડ સ્વ. કાશીબેન મોહનલાલ બીલખીયાના પુત્ર રમણિકલાલ (ઉં.વ. ૯૨) તે સ્વ. વિલાશબેનના પતિ. સ્વ. કેશવલાલ, ઈશ્ર્વરલાલ, સ્વ. હિરાબેન દોશી, સ્વ. મંછાબેન મોદીના ભાઈ. કિશોરભાઈ, જીતુભાઈ, સ્વ. ચંદાબેન શાહ, હરીશભાઈ, ભાવનાબેન શાહના પિતા. ભાવનાબેન, ભારતીબેન, જયોતીબેન, રાજેન્દ્રકુમાર શાહ, પ્રમોદકુમાર શાહના સસરા. માયયાળા નિવાસી સ્વ. નરોત્તમદાસ ચત્રભુજ શાહના જમાઈ તા. ૧૧-૮-૧૯, રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૮-૧૯, શુક્રવારના સવારે ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: જુનુ સ્વામિનારાયણ મંદિર હોલ, દેના બૅંકની ઉપર, ૬૦ ફૂટ રોડ, અંબાડી રોડ, વસઈ વેસ્ટ.

મારવાડના વિશા પોરવાલ જૈન

ગામ બીજાપુર સ્વ. હત્તીમલજી ભલાજી ગુર્જરના ધર્મપત્ની તે શા. વાગમલજી, મોહનલાલ, સ્વ. ભવરલાલ ગજરાજ, ઈન્દમલ, બાબુલાલ, ચંદુલાલ, સોનીબેન, રમીલાબેનના ભાભી. ભૂપેન્દ્ર, લલીતા, પવન, હેમલતા, જયોતીની માતુશ્રી. ક્રિશ, સાચીની દાદી સુખીબેન હત્તીમલજી (ઉં.વ. ૮૩)નું અવસાન તા. ૧૨-૮-૧૯ના સોમવારના મુંબઈમાં થયું છે. ઉઠમણું તા. ૧૬-૮-૧૯, શુક્રવારના ૧૧ થી ૧. ઠે. ક્ષેત્રપાલ જૈન અતિથિ ભવન, જાબવા વાડી, ચીરા બજાર રોડ, નવી વાડી, દાદીશેઠ અગિયારી લેન, મું.-૨. પિયર પક્ષે ધની નિવાસી સ્વ. સેસમલજી, દલીચંદજી, ધનરાજ મહેન્દ્રકુમાર, દેવીબેનના બેન.

બાંકલી ભીમરાજજી, સ્વ. કપૂરચંદજી, સ્વ. દેવીબાઈના ભાભી. શા. હિરાચંદજી, છોગમલજી સાકરીયાના ધર્મપત્ની. સુરેન્દ્ર, ભરત, રમેશ, બીપીન, મનોજના માતુશ્રી. અલ્કા, રન્જુ, સંગીતા, પ્રીયમના સાસુજી. હિરાચંદજીના ધર્મપત્ની ઈન્દ્રાબેન હિરાચંદજી (ઉં.વ. ૮૦)નું અવસાન મંગળવાર, તા. ૧૩-૮-૧૯ના મુંબઈમાં થયું છે. ભાવયાત્રા શુક્રવાર, તા. ૧૬-૮-૧૯ના ૩ થી ૫. ઠે. ક્ષેત્રપાલ ભવન, જાવબા વાડી, ચીરાબજાર. પિયર પક્ષ પાલડી નિવાસી શા. હીરાચંદજી કેશરીમલજી (સર્કલસાબ), સીતાબેનના ભત્રીજા.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મોરબી (નાગડાવાસ) હાલ મુંબઈ ચંદ્રકાન્ત પ્રાણજીવનદાસ વોરા (ઉં. વ. ૭૩) તે સ્વ. તારાબેન પ્રાણજીવનદાસના પુત્ર. તે વીણાબેનના પતિ. જ્યોતિ ભોગીલાલ મહેતા, ઈન્દુ પ્રદીપ ભીમાણી, હંસા ધીરેન્દ્ર દોશી, સ્વ. રમણીકલાલ નીતિનના ભાઈ. તે બેંગલોર નિવાસી સ્વ. મનુભાઈ લાલચંદ પારેખના જમાઈ. તે દિપક, દીપેશ, એજસના કાકા બુધવાર, તા. ૧૪-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા શુક્રવાર, તા. ૧૬-૮-૧૯ના સવારે ૧૦ થી ૧૨. સ્થળ: રામજી અંદરજી વાડી, (રામવાડી) ચંદાવરકર રોડ, માટુંગા (સે. રે.) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સોરઠ વિશા શ્રીમાળી જૈન

વડાલ હાલ મુંબઈ સ્વ. જયાબેન જીવનલાલ વીરચંદ મહેતાના પુત્ર વસંતલાલ (ઉં. વ. ૮૭) ભાણવડ નિવાસી રૂગનાથ પ્રાગજી સંઘવીના જમાઈ. તે વનિતાબેનના પતિ તા. ૧૧-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. લલિતકુમાર, નગીનદાસ, વિનોદકુમાર, સ્વ. નરેન્દ્રકુમાર, નિર્મળાબેન પ્રતાપરાય વોરા, સ્વ. કલ્પનાબેન ચીમનલાલ હાથી, સ્વ. પ્રમીલાબેન ચંદુલાલ દોશીના ભાઈ. અનિલ, પ્રીતિબેન મહેશકુમાર વોરા, મીનાબેન વસંતલાલ મહેતા, રૂપા ચેતનકુમાર શાહના પિતા. પ્રાર્થનાસભા ૧૭-૮-૧૯ શનિવારના સવારે ૯.૩૦ થી ૧૧.૩૦. ઠે: જલારામ હોલ, એન. એસ. રોડ નં. ૬, જેવીપીડી સ્કીમ, વિલેપાર્લે વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ગામ વરલ હાલ કાંદિવલી નલીનીબેન (ઉં.વ. ૮૨) તે ચંદ્રકાન્તભાઈ જગજીવનદાસ શાહના ધર્મપત્ની મંગળવાર, તા. ૧૩-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયંતિભાઈ, સ્વ. અનંતભાઈ, હર્ષદભાઈ, કિશોરભાઈ, હંસાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. મનસુખલાલ મગનલાલ પારેખની દીકરી. ભાવયાત્રા તા. ૧૬-૮-૧૯, શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૧.૩૦. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ઉપાશ્રય, એસ. વી. રોડ, પારેખ લેનના કોર્નર પર, કાંદિવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન

બિદડા (ખાખરીયો ફરીયો) હાલ માંડવીના કલ્યાણજી નાનજી દેઢીયા (ઉં.વ. ૭૫) અવસાન પામેલ છે. તે લીલબાઈ નાનજી ભોજાના પુત્ર. ઈન્દુમતીના પતિ. હેતલ, ભાવિનીના પિતા. અબ્દુલ, શિતલના પિતા તુલ્ય. હરખચંદ, મુલચંદ, નેણબાઈ પોપટલાલ ખીમજી, ભુજપુર પ્રભા દિનેશ જીવરાજ, બેરાજા પુષ્પા હરખચંદ ઠાકરશીના ભાઈ. નાંગલપુર મેઘબાઈ લાલજી મોનજી ગડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી.

ભુજપુરના જવેરબાઈ (ઉં.વ. ૭૯) મુંબઈમાં અવસાન પામેલ છે. ભચીબાઈ ખીમજી ગોસર છેડાના પુત્રવધૂ. કાંતિલાલ ખીમજી છેડાના ધર્મપત્ની. ભરત, જયેશ, જીજ્ઞાના માતુશ્રી. સમાઘોઘાના સ્વ. તેજબાઈ રામજી જેઠાના પુત્રી. વિકટર, નાનજી, નવીનાળના નાનબાઈ પુનશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ છેડા, ૧૦૨, ત્રિદેવ ટાવર, ભક્તિમાર્ગ, મુલુંડ વેસ્ટ.

કોટડા રોહાના હેમરાજ પાસુ છેડા (ઉં.વ. ૭૪) તા. ૧૩-૮-૧૯ના અવસાન પામેલ છે. સ્વ. જયાબેનના પતિ. સાકરબેન પાસુ નરશીના પુત્ર. નેમીન, શ્રુતિના પિતા. નાનજી, વલ્લભજી, હરખચંદ, કીર્તી, દિપકના મોટા ભાઈ. કુંવરબાઈ લીલાધરના જમાઈ. ઠે. નેમીન છેડા, એ/૨૦૧, અનીરાજ ટાવર, એલ. બી. એસ. માર્ગ, જનતા માર્કેટ, ભાંડુપ (વે.). (ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.) પ્રાર્થના રાખેલ નથી.

લાકડીયાના ડો. મનસુખ બાબુલાલ ભાણજી સત્રા (ઉં.વ. ૫૯) તા. ૧૨-૮-૧૯ના ધરમપુર મધ્યે અવસાન પામેલ છે. દીવાળીબેન બાબુલાલ સત્રાના પુત્ર. દમયંતિના પતિ. વિજય, પ્રફુલ, વિરેન, મનીષાના ભાઈ. મુરઈબેન પદમશી આસુ ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. બાબુલાલ સત્રા, ૭૦૧, આરકેડ એડોરનીયા, જય પ્રકાશ નગર રોડ નં. ૨, પહાડી મ્યુનીસીપલ સ્કૂલની બાજુમાં, ગોેરેગામ ઈસ્ટ.

રાયણના દેવચંદ ભીમશી ગાલા (ઉં.વ. ૭૨) ગુંદાલા વડીલ વંદનામાં અવસાન પામેલ છે. મંજુલાના પતિ. વેજબાઈ ભીમશી ખીમજીના પુત્ર. તેજપાલ ડુંગરશી, મેરાવા કસ્તુર રતનશીના ભાઈ. મોખા પુરબાઈ (ભચીબાઈ) મુરજી નાગશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવચંદ ગાલા, નરસિંહ મલ્લેશ, પાથર્લી રોડ, ડોંબીવલી.

કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ જૈન

ગામ કચ્છ માંડવીના હાલ માટુંગા સ્વ. મનસુખલાલ નેણશી પારેખ અને શ્રીમતી તારાબેન મ. પારેખના પુત્ર જયન્તભાઈ (જયુભાઈ) પારેખ તા. ૧૪-૮-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. દર્શનના પિતાશ્રી. ચંદ્રિકા શાહ, ભરતભાઈ પારેખ, પ્રિતીબેન મહેતાના ભાઈ. હરગોવિંદભાઈના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૮-૧૯ના ૪ થી ૬ રામવાડી, માટુંગા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

y3h28oC
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com