24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

આઝાદી અમર રહો

આઝાદ ભારતના ઓ નવજવાનો,

ઝાકળમાળ થયો દેશ પ્યારો આપણો.

દીપી નીકળજો, દેશનું વધારજો ગૌરવ,

અમર રાખજો જયહિંદ તણો એ કલરવ,

મતલબથી દૂર રહી, સેવા કરજો સાચી,

રહેશે નિગેહબાન ખુદા તમારો, એ

નીરખી,

રચજો એવું ભારત, મળે ન જેનો જોટો;

હો જો ભારતમાતાને નમન મારા કરોડો.

- શાપુર સ્યાવક્ષ શાહ ખંધાડિયા

રોશનનગર રોડ, બોરીવલી (પ.),

મુંબઈ-૪૦૦૦૯૨.

-------------------------------------

રક્ષાબંધનનો મહિમા

રક્ષા-બંધન, રક્ષા બંધન

પુનિત પર્વ છે રક્ષા-બંધન

ભાઇ-બેનના પાવન પ્રેમનું

પુનિત પર્વ છે રક્ષા-બંધન

ભાઇ-બેનના હૈયાનો હાર,

પુનિત પર્વ છે રક્ષા-બંધન

બેન ભાઇને બાંધે રાખડી,

પુનિત પર્વ છે રક્ષા-બંધન

છે આ રાખડી અતૂટ-બંધન,

પુનિત પર્વ છે રક્ષા-બંધન.

ભાઇ બેનને દે રક્ષા-વચન,

પુનિત પર્વ છે રક્ષા-બંધન.

- અરવિંદ કરસનદાસ રૂખાણા

દેવચંદનગર રોડ, ભાયંદર (પ).

------------------------------------

વાલપખાડી દલિત સમાજને રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવ્યો ગાંધીજીએ

દલિત સમાજના સામાજિક કાર્યકર અને ભૂતપૂર્વ ધારાસભ્ય સ્વ. ટાભજીભાઈ સોલંકીની ગાંધીજી સાથેની મુલાકાત એમના જ શબ્દોમાં: "૧૯૩૨માં ગાંધીજી યરવડા જેલમાં હતા ત્યારે શેઠ ચંદુલાલ સોપારીવાલા, કંચનલાલ ખાંડવાલા, શામજી નાનજી મારવાડી વગેરે આગેવાનો ગાંધીજી પાસે માર્ગદર્શન મેળવવા માટે ગયા હતા.

એ વખતે યુસુફ મહેરઅલી, મીનુ મસાણી, માણેકલાલ ગાંધી, સુંદરલાલ કબાડી, કુ. કપિલાબેન માસ્તર વગેરેની આગેવાનીમાં અમે સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ કરતા હતા. એક વાનર સેના બનાવવામાં આવી હતી. તેનું સંચાલન કૉંગ્રેસ હાઉસમાંથી થતું હતું. ૧૬ જૂન, ૧૯૩૪ના ગાંધીજી વાલપખાડીની મુલાકાતે આવશે એવી જાહેરાત થઈ. સમાજમાં આનંદ - ઉત્સાહની સાથે દુવિધા નિર્માણ થઈ. ઉચ્ચ જ્ઞાતિના વણિક એવા ગાંધીજીનો સત્કાર કેવી રીતે કરવો? ગાંધીજીને દૂરથી નમસ્કાર કરવા કે પગે હાથ લગાવીને પ્રણામ કરવા? તેમને ચા-પાણી માટે શું કરવું? આપણા હાથનું પાણી નહીં પીએ તો? એક બ્રાહ્મણને બોલાવો, એ જ ચા-પાણી કરશે એવું નક્કી થયું. હું અને મારા મિત્રો ઝીણાભાઈ રાઠોડ, કાનજી વાઘેલા, કેશવ કળીવડા, ગોવિંદ બાબરિયા વગેરે વિવિધ વાજિંત્રો લઈને ગાંધીજીના સ્વાગત માટે આતુરતાથી ઊભા હતા. અમોને એમ હતું કે ગાંધીજી એમના માણસોથી સંરક્ષિત - ઘેરામાં ભવ્ય રીતે પધારશે, તેના બદલે ખાદીનાં વસ્ત્રો પહેરેલા, દેખાવે સાવ સામાન્ય એવા ગાંધીજી એકલા જ, પ્રફુલ્લિત વદને ઝડપથી ચાલતા આવ્યા અને અમારી પાસે ઊભા રહ્યા. મારા ખભે હાથ રાખીને બોલ્યા: ‘દીકરાઓ, તમારું બેન્ડ વગાડો, હું આવી ગયો છું.’ ગાંધીજીનો મારા ખભે હાથ મૂકવો, ‘દીકરા’ તરીકે કરેલું સંબોધન અને નિરાભિમાની વ્યવહારે અમારા પર ઊંડો પ્રભાવ પાથર્યો. અમોએ પહેલી વાર ગાંધીજીને સાક્ષાત્ જોયા. મહાત્મા ગાંધીજીએ તેમના ઉપવસ્ત્રના બે છેડા પકડી ઝોળી ફેલાવીને કહ્યું: ભારતની સ્વતંત્રતા માટે ‘ટિળક સ્વરાજ્ય ફંડ’માં મને શું આપશો?’ તેમના પ્રેમપૂર્વક ઉચ્ચારાયેલા શબ્દોમાં અમને આહ્વાન હતું. શ્રીમતી રાણીબાઈ મકવાણાએ ગળામાં પહેરેલો સોનાનો હાર ‘બાપુ...’ બોલીને ફેલાવેલી ઝોળીમાં મૂક્યો. કેટલીક સ્ત્રીઓએ હાથમાં પહેરેલી સોનાની બંગડી આપી તો કોઈએ વીંટી. પાઈ-પૈસામાં રોજી રળતા સમાજના માણસોએ રૂ. ૫૦૧ ગાંધીજીને ભેટ કર્યા. દૂધમાં સાકર ભળે એ રીતે ગાંધીજીએ દલિત સમાજને રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવી દીધા.

- જયંતીભાઈ ટી. સોલંકી

આઈ. સી. કોલોની, દહિસર (વે), મુંબઈ-૪૦૦૧૦૩.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

818126
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com