23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જોધપુર રેલવેની પ્રથમ મહિલા ગાર્ડ

રાજસ્થાનની જોમવંતી ક્ધયા આદ્યા ચતુર્વેદીએ ગયા શનિવારે પહેલી વાર અમદાવાદ પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવી ત્યારે તે એ રેલવેના જોધપુર ડિવિઝનની પ્રથમ મહિલા ગાર્ડનું બિરુદ મેળવી ચૂકી હતી. આમ પણ આદ્યાનો એક અર્થ ‘પ્રથમ’ એવો પણ થાય અને આદ્યાએ આ નોકરી મેળવીને પોતાના નામને જાણે સાર્થક કરી બતાવ્યું છે. રાજસ્થાનની ઘુંઘટ પ્રિય મહિલાઓ હવે રેલવેની પથદર્શક બનશે, એ નારી સશક્તિકરણની દિશામાં પણ એક ગૌરવશાળી પગલું કહી શકાય. એકવીસમી સદીમાં મહિલાઓ અવનવા ક્ષેત્રે આગળ વધી રહી છે. એક સમયે જે ક્ષેત્રમાં મહિલા પ્રવેશે એનો વિચાર પણ ન થતો એવા ક્ષેત્રોમાં એનો પગપેસારો વધી રહ્યો છે એ વાત ચોક્કસ શેર લોહી વધારનારી છે. પુરુષનો ઇજારો ગણાતા કામમાં હવે મહિલા જોવા મળી રહી છે.

આજ સુધી આ વિભાગમાં પાટાના સમારકામથી લઇને બીજી અનેક સેવાઓમાં મહિલાઓની નિયુક્તિ થઇ હતી, પણ કોઇ મહિલાની ગાર્ડ તરીકે નિયુક્તિ થઇ હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો.

આદ્યાના દાદા દ્વારકાનાથ પણ રેલવેમાં જ ડ્રાઇવર તરીકે કામ કરી ચૂક્યા છે. ૧૯૯૨માં નિવૃત્ત થયેલા તેના દાદા કોઇ ગાર્ડની લીલી ઝંડી જોઇને ગાડી આગળ વધારતા હતા જ્યારે આજે ૨૭ વર્ષ પછી તેમની પૌત્રી આદ્યા ગાર્ડ બનીને લાલ-લીલા ઝંડા લઇને રેલવેમાં પહોંચી છે. મૂળ રાજસ્થાનના કોટા શહેરમાં રહેતી આદ્યાએ રેલવે ભરતી બોર્ડની પરીક્ષા તો આપી દીધી હતી, પરંતુ તેણે કેટલોક સમય વેઇટિંગ લીસ્ટ હેઠળ રાહ જોવી પડી હતી. જોકે, તેનો નંબર લાગતા જ તેને ઉદયપુરમાં રેલવે ગાર્ડનું શિક્ષણ અને તાલીમ આપવામાં આવી હતી. જૂન મહિનાની ૨૦ તારીખે જોધપુર વિભાગમાં રેલવે ગાર્ડ તરીકે નિયુક્ત થયા બાદ શનિવારે ૩ ઑગસ્ટે તેણે પ્રથમ વાર કોઇ પેસેન્જર ટ્રેનના ગાર્ડ તરીકેનો હવાલો સંભાળ્યો હતો.

ગાર્ડની નોકરી આપણે ધારીએ તેટલી સરળ નથી હોતી. ટ્રેનનું ટાઇમટેબલ સાચવવાથી માંડીને પ્રવાસીઓની સલામતીની જવાબદારી તેના શિર પર હોય છે. આ ઉપરાંત દરેક સ્ટેશન પર પ્લેટફોર્મ ડયૂટી બજાવવાની હોય છે. પ્રવાસીઓની કોઇ ફરિયાદનો નિકાલ પણ લાવવાનો હોય છે.

આદ્યા કહે છે કે ગાર્ડના માથે કેટલી બધી જવાબદારી હોય છે તેનો પહેલી વાર પ્રેક્ટિકલ અનુભવ થયો. પ્રથમ દિવસે તો મને થોડો ગભરાટ પણ થયો હતો, પરંતુ ધીરે ધીરે આ ગભરાટ અનુભવમાં બદલાઇ જશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Jb071h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com