24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મને ખરેખર હોર્મોનલ અસંતુલનની સમસ્યા હશે?

કેતકી જાનીમને ખરેખર હોર્મોનલ અસંતુલનની સમસ્યા હશે?

સવાલ: હું સાડત્રીસ વર્ષની નોકરિયાત યુવતી છું. મારી સાથે નોકરી કરતી પચાસ-પંચાવન વર્ષની ત્રણ-ચાર સ્ત્રીઓને જે હેલ્થ પ્રોબ્લેમ હોય તેવા મને થઈ રહ્યા છે. તેમને હોર્મોનલ પ્રોબ્લેમ્સ હોય એ સ્વાભાવિક છે, પણ મને તેમ થાય તે અસ્વાભાવિક નથી? આ ઉંમરે ખરેખર મારામાં હોર્મોનલ અસંતુલન હોઈ શકે? કેવી રીતે જાણી શકાય કે મને ખરેખર હોર્મોન્સ અસંતુલનનો જ પ્રોબ્લેમ છે?

-----------------

જવાબ

હોર્મોનલ અસંતુલન માત્ર મેનૉપૉઝની ઉંમરમાં જ થાય એવું નથી હોતું, બહેન. દરેક વ્યક્તિની શારીરિક રિધમ આગળીવેગળી હોય છે. દરેક સ્ત્રીમાં ઉંમરના અલગ અલગ પડાવે હોર્મોન્સમાં પરિવર્તન થવું સહજ છે, પણ તે પરિવર્તનની પ્રક્રિયા દરમ્યાન જે તે સ્ત્રીની શારીરિક-માનસિક તંદુરસ્તી સરસ હોય તો તે શરીર સહજપણે પ્રક્રિયા સ્વીકાર કરી જીવન જીવી જાણે છે, પણ દરેક સ્ત્રીઓ એવી નસીબદાર નથી હોતી. તેમને આનુવંશિક - સામાજિક - માનસિક - કૌટુંબિક વિગેરે સમસ્યાને લીધે હોર્મોન્સ પરિવર્તન પ્રક્રિયા અસંતુલિત થાય છે, જેને ઉંમર સાથે કોઈ લેણદેણ નથી હોતી. કેટલાક પોઈંટના આધારે તમે નક્કી કરી શકો કે તમને હોર્મોન્સ અસંતુલન થવાનો પ્રૉબ્લેમ છે. ક્ષ તમારા માસિકની તારીખ છેલ્લા છ મહિનાથી સતત મૂળ દિવસ કરતાં પાછી ઠેલાતી હોય, મહિનાના બદલે બે મહિને કે તે પછી માસિક આવતું હોય તો તે હોર્મોન્સ અસંતુલિત થયાની નિશાની છે. ક્ષ તમને ઊંઘ પૂરતી ન આવતી હોય, રાત્રે ઊંઘ દરમ્યાન ઝબકીને જાગી જાવ અને શરીર ઠંડીમાં પણ પરસેવાવાળું જણાય તો હોર્મોન્સનો સ્તર બગડ્યો છે તેમ હોઈ શકે. ક્ષ તમે દિવસ દરમ્યાન તાજગીનો અનુભવ જ ના કરતાં હોવ, સવારે ઊઠો ત્યારે પણ થાકેલાં અને સૂવા જાવ ત્યારે પણ થાકેલાં જ હોવાનો અનુભવ કરતાં હોય તો તે પણ હોર્મોન્સ અસંતુલિત થયાની નિશાની છે. ક્ષ તમારો સ્વભાવ જે મૂળ છે તેનાં કરતાં અચાનક જ બદલાઈ ગયો હોય. તમને ક્યારેક ચીડિયાપણું / નિરાશા / દુ:ખથી ઘેરાઈ ગયાની લાગણીઓ થવા માંડી હોય તો પણ હોર્મોન્સ સ્તર ઉપર નીચે થયા દર્શાવે છે. પણ હા, તમારાં સુખી તંદુરસ્ત જીવન માટે શક્ય તેટલા જલદી ડૉક્ટરની મુલાકાત નક્કી કરી લો. તેઓ તમને મારા કરતાં વધુ મદદ કરી શકશે. તમારી શારીરિક સમસ્યાનું મૂળ શોધવામાં તમે તમારી લાઈફસ્ટાઈલ ઓબ્ઝર્વ કરી આપેલા મુદ્દા ચકાસો, ડૉક્ટરને ક્ધસલ્ટ કરો અને હોર્મોન્સના હાહાકારને નાથવો કેમ તે સમજો. અસ્તુ.

------------------

મારી બેબીને ખાંડ વગર ચાલતું નથી, ચોરીનેય ખાય ખરી

સવાલ: મારી દસ વર્ષની દીકરી હંમેશાં જંક ફૂડ જ ખાયા કરે છે. તે તો ચલો બધા જ છોકરાઓનો પ્રોબ્લેમ છે, પણ હમણાં મેઈન પ્રૉબ્લેમ એ છે કે મારી દીકરી ચોરી ચોરીને પણ ખાંડના ડબ્બામાંથી બુકડા ભરી ભરીને ખાંડ ખાધે રાખે છે. દિવસ-રાત કંઈ જોયા વગર તે જાણે ખાંડની જ શોધમાં હોય છે. કોઈના ઘરે જઈએ તો પણ ખાંડ જ માગે. તેના લીધે અમે ઘરમાં ખાંડ સંતાડતા થઈ ગયા છીએ, આ શું કોઈ ગંભીર પ્રૉબ્લેમ છે? તેની મેળે જ સુધરી જશે? છોકરમતમાં આવું કરે છોકરા, તેમ બધા લોકો કહે છે, પણ મને ક્યારેક ડર લાગે છે.

---------------------

જવાબ

બહેન, તમને ડરાવવા માટે નથી કહેતી પણ આ ખરેખર એક અતિશય ગંભીર વાત છે. તમારી બેબીના શરીરમાં કોઈક ઊણપ છે જે વારંવાર તેને ખાંડ ખાવા તરફ ધકેલે છે. આ તેના શરીરનો ઈશારો છે, તે સમજો. શક્ય હોય તેટલા ઝડપથી તેના માટે ડાયટિશિયનનો સંપર્ક સાધો. છોકરમત એક હદ સુધી હોય, છોકરું બે-ચાર વાર એમ કરે ત્યાર બાદ ભૂલી જાય કે તે પોતે આમ કેમ કરે છે?

પણ આ કંઈ નાનીસૂની વાત નથી. તેના શરીરની ઊણપ હોઈ શકે. ડાયટિશિયનની કહેવા મુજબ આહારશૈલી બદલશો તો ચોક્કસ ઊણપ ભરાઈ જશે. આ સાથે જે તેના પિડિયાટ્રિક્સને પણ મળો. તેમની સલાહ અનુસાર બધા જ શારીરિક રિપોર્ટ્સ કરાવો. તપાસ દરમ્યાન જે રિઝલ્ટ આવે તેની યથાયોગ્ય સારવાર કરાવો. તેનું શરીર એકદમ તંદુરસ્ત થઈ જશે એટલે નજર સામે ખાંડનો ડબ્બો હશે તો પણ અને નહીં હોય તો ચોરી કરી ખાવાનું મન નહીં જ થાય. પોષણયુક્ત આહાર અને નહીં હોય તો બાળકોના વિકાસશીલ શરીર માટે ખૂબ જરૂરી ઘટક છે. આપે જે કહ્યું તે ખૂબ જંક ફૂડ ખાય છે તે પણ હાનિકારક છે, તમે જાણો જ છોને? ખેર, દીકરી ખૂબ જ ઝડપથી સંતુલિત પોષણક્ષમ આહાર થકી ચુસ્ત તંદુરસ્ત થઈ જાય તેવી શુભેચ્છા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mIrleQ5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com