26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બ્લાઉઝની ભરમાર

ફેેશન-દીપ્તિ ધરોડ



પરિવારમાં કોઈ ફંક્શન હોય કે પછી કોઈ ટ્રેડિશનલ ઈવેન્ટ. સાડી પહેનના તો બનતા હૈ બોસ! પણ હવે એ જ જૂની સાડીને આખરે આકર્ષક કઈ રીતે બની શકે, કે સાડી પહેરવાનો ક્રેઝ અને ઉત્સાહ જળવાઈ રહે? આ સવાલનો જવાબ છે ક્રિયેટીવ અને ટ્રેન્ડી બ્લાઉઝ. ફેશન વર્લ્ડમાં જાત-જાતના નવા નવા બ્લાઉઝ આવ્યા છે કે જે પહેરીને તમે એકદમ ટ્રેન્ડી તો દેખાશો જ પણ ક્રાઉડથી અલગ પણ પડી જશો. અલબત્ત એેના માટે તમારે થોડી મહેનત કરવાની તૈયારી દેખાડવી પડશે હં...

-------------------------

બ્લાઉઝ ઓવર સાડી

વાંચવામાં જ એકદમ અટપટું લાગ્યું ને? પણ હમણાં હમણાં આવી અજીબોગરીબ વસ્તુઓ વધુ ટ્રેન્ડી ગણાય છે. નામ પ્રમાણે જ આ બ્લાઉઝ સાડીની ઉપર પહેરવાનું હોય છે. બી-ટાઉનની પાર્ટીમાં કે પછી રેમ્પ પર મોડેલ્સ પહેલાં સાડીનો પલ્લુ નાખીને પછી તેની ઉપર બ્લાઉઝ પહેરીને કેટવોક કરતી જોવા મળી હતી. સાડી પહેરવાનો આ એકદમ સ્ટાઈલિસ્ટ અને અનોખી પદ્ધતિ છે. એકાદ વખત તો ટ્રાય તો કરી જ શકાય ને?

-----------------------

વન શોલ્ડર બ્લાઉઝ:

આજકાલની યુવતીઓમાં આ પ્રકારના બ્લાઉઝ સૌથી વધુ લોકપ્રિય છે. આ બ્લાઉઝમાં જે તરફ સાડીનો પાલવ આવે છે એ તરફ સ્લીવ્ઝ જ નથી હોતી, જ્યારે જે એક હાથની સ્લીવ્ઝ હોય છે એની ઉપર એકદમ હેવી વર્ક કરવામાં આવે છે. એકદમ પ્લેન સાડી સાથે આ પ્રકારનો બ્લાઉઝ એકદમ દીપી ઊઠે છે.

-------------------

ઈલ્યુઝન નેકલાઈન બ્લાઉઝ

આ પ્રકારના બ્લાઉઝ એકદમ ડિસેન્ટ પણ સેક્સી લૂક આપે છે. આ બ્લાઉઝમાં થોડાક હિસ્સામાં ફૂલ ફેબ્રિક અને બાકી મોટા ભાગે નેટ કે પછી મલમલના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેડિશનલ સાડીને મોર્ડન લૂક આપવા માટેનો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે.

--------------------

લાંબા બ્લાઉઝ

ફેશન એ એક એવી દુનિયા છે કે જયાં વર્ષો જૂના ટ્રેન્ડ જ થોડા ઘણાં ફેરફારો સાથે પાછા આવતા હોય છે. આ પણ એક આવો જ ટ્રેન્ડ છે. મહિલાઓની પસંદ ફરી એક વખત લાંબા અને ફિટિંગવાળા બ્લાઉઝ તરફ વળી છે. પણ આ પ્રકારની પાતળી અને ફિગર ધરાવતી મહિલાઓ પર વધુ શોભી ઊઠે છે. આ બ્લાઉઝમાં પણ તમે તમારી મરજી મુજબ અલગ પદ્ધતિથી પાલવ લઈ શકો છો.

-------------------

બૉટ નેક

આ બ્લાઉઝ ખાસા સમયથી ટ્રેન્ડમાં છે, તેમ છતાં તેની લોકપ્રિયતા જરા પણ ઓછી નથી થઈ. જો તમને બહુ રિવિલિંગ બ્લાઉઝ ના પહેરવા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન પુરવાર થઈ શકે છે. ડિસેન્ટ લાગવાની સાથે સાથે આ બ્લાઉઝ એકદમ હોટ અને એવરગ્રીન ટ્રેન્ડમાં છે. આ બ્લાઉઝની એક બીજી ખાસિયત વિશે વાત કરવાની થાય તો આ બ્લાઉઝ પર તમે ઈચ્છો એ રીતે પલ્લું લઈ શકો છો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

u1kR4F
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com