17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેનિક્યોરનાં નુકસાન

ટાપટીપ-મૌસમી પટેલ



મોટાભાગની મહિલાઓ દર બે-ત્રણ મહિને મેનિક્યોર તો કરાવતી જ હોય છે. પણ હાલમાં એક નવો ટ્રેન્ડ ચલણમાં આવ્યો છે નામે જેલ મેનિક્યોર. પણ મૂળે મેનિક્યોર જ તમારા નખ અને આરોગ્ય માટે જોમખી છે. આવો જોઈએ કઈ રીતે નખને નુકસાન પહોંચાડવાની સાથે સાથે આ મેનિક્યોર કેન્સર માટે પણ કારણભૂત બને છે.

સામાન્યપણે મોટાભાગના સલૂનમાં નેલ મેનિક્યોરમાં નખને પોલિશ કરવા માટે અલ્ટ્રા વાયોલેટ લેમ્પનો ઉપયોગ કરતા હોય છે. જોકે નખને પૂર્ણપણે સેટ કરવા માટે અને જેલ મેનિક્યોર સુકાય ત્યાં સુધી અને સેટ થાય ત્યાં હાથને લેમ્પની અંદર જ રાખવા પડે છે. આજકાલ યુવતીઓમાં આ જેલ મેનિક્યોરનું ચલણ ખૂબ જ વધી ગયું છે.

એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે યુવી લેમ્પના ઉપયોગથી નખની આસપાસની ત્વચાને નુકસાન પહોંચે છે, એટલું જ નહીં પણ આને કારણે કેન્સર થવાનું જોખમ પણ રહેલું છે. એટલું જ નહીં પણ તમે ૧૨ વખત યુવી કિરણો લો એટલે તમારી ત્વચા પર એની અસર દેખાવા લાગે છે. સતત છ મહિના સુધી જો તમે દર થોડા સમયે મેનિક્યોર કરાવતા તો હોવ તો તમારા નખ પર પણ આની અસર જોવા

મળે છે.

સલૂનમાં ઉપયોગમાં લેવાતા આ યુવી લેમ્પ પર પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે, કારણ કે આરોગ્ય માટે આ લેમ્પમાંથી નીકળનારા કિરણો જોખમી છે. જોકે આ બધાનો આધાર આ લેમ્પમાંથી કેટલી ઝડપી લાઈટ નીકળે છે, તમે કેટલી વખત આ લાઈટ લો છો તેના પર રહેલો છે.

દરેક સલૂનમાં અલગ અલગ પ્રકારના લેમ્પ ઉપયોગમાં લેવાય છે. પૂરા મેનિક્યોરમાં આઠથી દસ મિનિટનો સમય લાગે છે. આ ઉપરાંત લેમ્પની પોઝિશન પણ ખૂબ જ મહત્ત્વની છે. નેલ ક્યુરિંગ સેશન આઠ મિનિટથી લાંબું ના હોવું જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2063U8o3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com