17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એઆઈસીડબલ્યુનો મિકા સિંહ પર પ્રતિબંધ

મુંબઈ: એઆઈસીડબલ્યુએ (ઓલ ઈન્ડિયા સીનેવર્કર્સ એસોસિયેશન)એ મંગળવારે કહ્યું હતું કે મિકા સિંહનો મૂવી પ્રોડક્શન હાઉસીસ અને મ્યુઝિક કંપનીઓ સાથેનો તમામ પ્રકારના વ્યવહાર તાત્કાલિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

આઠમી ઑગસ્ટના ગુરુવારે કરાંચી(પાકિસ્તાન)માં એક અબજપતિની પુત્રીના લગ્નસમારંભમાં મિકા સિંહે પર્ફોર્મન્સ આપ્યું હતું. તે સંદર્ભમાં એઆઈસીડબલ્યુએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી ગાયકનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સત્તાવાર નિવેદનમાં સંસ્થાના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું હતું કે ભારતમાં અન્ય કોઈ મિકા સિંહ સાથે કોઈ કામ ન કરે તેના માટે એઆઈસીડબલ્યુએના કાર્યકરો તકેદારી રાખશે અને જો કરશે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

રાષ્ટ્રીય ગૌરવથી કારકિર્દીને મહત્ત્વ આપવાના ગાયકના કૃત્યને સંસ્થાએ વખોડી કાઢ્યો હતો, એવું નિવેદનમાં જણાવાયું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

J8n70y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com