23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતના દિવ્યાંગો પહેલા જ ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા
કૅપ્ટન વિક્રાંત કેનીએ મેળવી સુકાની ધોની જેવી સિદ્ધિ

વુસ્ટર (ઇંગ્લૅન્ડ): ભારતના શારીરિક રીતે અક્ષમ (દિવ્યાંગ) ક્રિકેટરો ગઈ કાલે અહીં સૌથી પહેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં યજમાન ઇંગ્લૅન્ડને ૩૬ રનથી હરાવીને ચૅમ્પિયન બની ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં પ્રથમ ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ધોનીના સુકાનમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું. દિવ્યાંગ ભારતીયોની ટીમનો સુકાની વિક્રાંત કેની હતો.

સોમવારે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને પછડાટ આપનાર ભારતે ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામે ૨૦ ઓવરમાં રવિન્દ્ર સાન્ટેના ચાર સિક્સર સાથે બનેલા ૫૩ રન તથા કુણાલ ફણસેના ૩૬ રન તેમ જ સુગ્નેશના ચાર છગ્ગા સાથે બનેલા ૩૩ રનની મદદથી ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૪ રન બનાવી શકી હતી જેમાં ઍન્ગસ બ્રાઉનના સૌથી વધુ ૪૪ રન હતા. ભારતના સાત બોલરોમાંથી સની ગોયત અને કુણાલ ફણસેને બે-બે વિકેટ અને નરેન્દ્ર મંગોરે તથા અનીસ રાજનને એક-એક વિકેટ મળી હતી.

કુણાલ ફણસેને મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર અપાયો હતો. ભારતે થોડા દિવસ પહેલાં પણ ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું. આ સ્પર્ધા છ દેશો વચ્ચે રમાઈ હતી. સેમી ફાઇનલમાં ભારતે પાકને અને ઇંગ્લૅન્ડે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

U5M55dQ0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com