17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુખ્ય પ્રધાન અને પ્રધાનો એક મહિનાનું વેતન આપશે સમાજના તમામ ક્ષેત્રમાંથી મળી રહી છે મદદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પ્રધાનમંડળના તમામ પ્રધાનોએ એક મહિનાનું વેતન મુખ્ય પ્રધાન સહાયતા નિધિમાં દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અગાઉ નગરસેવકો પણ પોતાનો એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. રાજ્યકક્ષાના પ્રધાનોમાં યોગેશ સાગર, વિદ્યા ઠાકુરે પણ પોતાના પગાર આપવાની જાહેરાત કરી છે. મુંબઈ કૉંગ્રેસના પ્રમુખ મિલિન્દ દેવરાએ પણ પક્ષના મુંબઈના નેતાઓને એક મહિનાનું વેતન અથવા પેન્શન આપવા જણાવ્યું હતું. આ સાથે સમાજના અલગ અલગ ક્ષેત્રમાંથી પણ મદદનો હાથ લંબાવવામાં આવી રહ્યો છે. હરમન ફિનોડચૅમન લિમિટેડે રૂ. ૫૧ લાખ દાનમાં આપ્યા છે, નાંદેડના ગુરુદ્વારા બૉર્ડે ખોરાક અને મેડિસિનથી ભરેલા ટ્રક સાંગલી અને કોલ્હાપુર મોકલી હતી. છત્રપતિ સંભાજીરાજે સાકર ઉદ્યોગે રૂ. ૧૦.૫૧ લાખ દાન કર્યાં છે. આ ઉપરાંત પણ વિવિધ એકમો મદદ માટે આગળ આવ્યા છે. ભાજપના મહારાષ્ટ્ર એકમે પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણના ગામોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્તદાદા પાટીલે સરપંચથી વિધાન પરિષદના સભ્ય સુધી તમામને દાન આપવા જણાવ્યું હતું.

પશ્ર્ચિમ મહારાષ્ટ્ર પર હજુ ઝળુંબતું જોખમ

વરસાદની આગાહી

કોલ્હાપુર, સાંગલી, સાતારા અને પુણે પૂરમાંથી માંડ બહાર નીકળ્યું છે ત્યાં ફરી વરસાદનું જોખમ તેમના પર તોળાઈ રહ્યું છે. હજુ એક અઠવાડિયાથી આવેલા પૂરની સ્થિતિથી રાહત નથી મળી ત્યાં ફરી ભારે વરસાદની આગાહીએ સ્થાનિક પ્રશાસન અને રાજય સરકારને ચિંતામાં મૂકી દીધાં છે. આ વિસ્તારમાં કોયના, વારણા અને રાધાનગરી ડેમ આવેલા છે, જે હાલમાં ઑવરફ્લો થઈ રહ્યા છે અને અહીંની નદીઓની જળસપાટી જોખમી જ છે. આ વિસ્તારમાં ઊંચા પર્વતો અને ગિરિમાળાઓ છે જ્યાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે અને તે તમામ પાણી અહીંની નદીઓમાં ઠલવાતું હોવાથી સ્થિતિ ભયજનક બની રહે છે. ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ચાલી રહેલા અઠવાડિયામાં વરસાદની આગાહી કરી છે. હાલમાં બચાવકાર્ય પૂર્ણ થયેલું જાહેર કરવામાં આવ્યું છે અને બચાવકાર્ય કરતી તમામ એજન્સીના ઑપરેશન બંધ કરવામાં આવ્યા છે. લગભગ પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

82Wh8J
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com