27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોલ્હાપુર પિડિતો માટે કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યએ માગી ₹ ૬૮૧૩ કરોડની મદદ
રાહત:પૂરની સ્થિતિમાં એક અઠવાડિયું રહ્યા બાદ હવે કોલ્હાપુરમાં રાહતસમાગ્રી પહોંચાડવા માટે હેલિકૉપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. જીવ બચ્યા બાદ હવે જીવન માટે નવી શરૂઆત અહીંના લોકોએ કરવી પડશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખી મેમોરેન્ડમ આપવામાં ઉતાવળ(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં પૂર બાદ સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર પાસેથી રૂ. ૬૮૧૩ કરોડની મદદ માગતું મેમોરેન્ડમ મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કોલ્હાપુર, સાંગલી, સાતારા જિલ્લા માટે રૂ. ૪,૭૦૮ કરોડ અને કોંકણ, નાશિક અને મહારાષ્ટ્રના અન્ય પૂરગ્રસ્ત ભાગો માટે રૂ. ૨,૧૦૫ કરોડની માગ કરી હતી. આ માટેનું મેમોરેન્ડડમ કેન્દ્રને મોકલવામાં આવશે અને તે મંજૂર થાય તે સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી નાણાં વાપરશે, તેમ કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી પૂરના પાણી બરાબર ઓસર્યા નથી અને પંચનામા ચાલી રહ્યા છે ત્યારે સરકારે મેમોરેન્ડમ મોકલવામાં ઉતાવળ કરી હોય તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. સોમવારે મોડી રાત સુધી ખેતી ઉપરાંત વીજળી અને અન્ય નુકસાનનો તાગ મેળવવા માટે અધિકારીઓ કામે લાગ્યા હતા. વિધાનસભાની ચૂંટણી ઑક્ટોબરમાં છે અને સપ્ટેમ્બર મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં આચારસંહિતા લાગુ પડે તેવી સંભાવના છે, તે પહેલા કેન્દ્ર પાસેથી મદદના નાણાં માટેની મંજૂરી મળી જવી જરૂરી છે.

કોલ્હાપુર અને સાંગલીમાં પૂરને લીધે ભારે તારાજી સર્જાય છે અને લોકોમાં રોષ અને અસંતોષ છે. આથી પુનર્વસનમાં સરકાર કોઈ કચાશ છોડવા માગતી નથી.

કેવી રીતે થયું રૂ. ૬૮૩૧ કરોડ

સરકારે માગેલી મદદમાં રૂ. ૩૦૦ કરોડ મૃતકો અને તેમના પરિવારને આપવામાં આવતી મદદ માટે, રૂ. ૨૫ કરોડ રાહતકાર્ય માટે, રૂ. ૨૭ કરોડ ખોરાક, મેડિસિન, કપડાં માટે, રૂ. ૬૬થી ૭૦ કરોડ સ્વચ્છતા માટે, રૂ. ૨૦૮૮ કરોડ પાકને થયેલા નુકસાન માટે, રૂ. ૩૦ કરોડ જીવન જરૂરિયાતની વસ્તુઓ બગડી ગઈ તેની માટે, રૂ. ૧૧ કરોડ માછીમારો માટે, રૂ. ૨૨૨ કરોડ મકાનોના સમારકામ માટે, રૂ. ૮૭૬ કરોડ રોડ અને બ્રિજના સમારકામ માટે, રૂ. ૧૬૮ કરોડ સિંચન અને જળ સંસાધન ખાતા માટે, રૂ. ૭૫ કરોડ આરોગ્ય સેવાઓ માટે, રૂ. ૧૨૫ કરોડ શાળા અને પાણીની સિસ્ટમના સમારકામ માટે, રૂ. ૩૦૦ કરોડ નાના વેપારીઓને થયેલા નુકસાન માટે. આ ઉપરાંત રૂ. ૨૧૦૫ કરોડ કોંકણ અને નાશિકના જિલ્લાઓમાં થયેલા નુકસાન માટે માગવામાં આવ્યા છે. વેપારી માટે મદદ અત્યાર સુધી કોઈ સરકારે કરી નથી, તેવો દાવો રાજ્ય સરકારે કર્યો હતો.

-------------------------------

જનજીવન પાટે ચડી રહ્યું છે

કોલ્હાપુર અન સાંગલીમાં સ્થિતિ થોડી સામાન્ય થઈ રહી છે. નેશનલ હાઈ વૅ-ચાર ખુલ્લો મુકવામાં આવતા જીવન જરૂરીયાતની વસ્તુઓ પૂરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને ગૅસ પાઈપલાઈન તેમ જ ફોન કનેક્ટિવિટી પુન:સ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. લોકોને નાણાકીય મદદ પૂરી પાડવાનું કામ પણ ચાલી રહ્યું છે. સાંગલીમાં પણ જનજીવન પાટે ચડી રહ્યું છે. હજુ ૧૭ ગામ છે, જે વિખૂટા પડી ગયા છે. અહીં રોડ માર્ગે જવાનું શક્ય ન હોય બોટની મદદ લેવામાં આવી રહી છે. આરોગ્યની દૃષ્ટિએ કોઈ જોખમ ન લેતા પ્રક્રિયા થયેલું પાણી જ પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે ગામમાં પાણીની સપાટી ઊતરવા લાગી છે, પરંતુ નદીઓ હજુ જોખમી સપાટી પર જ છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7a4E6h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com