18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વરસાદના વિરામ છતાં ૧૬૮ રસ્તા બંધ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો છતાં કેટલાક વિસ્તારોમાંથી હજુ પણ પાણી ઓસર્યાં નથી. રોડ-રસ્તાઓ અને રેલવે ટ્રેક પર હજુ પાણી ભરાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વાહન વ્યવહાર પર મોટી અસર થઈ રહી છે. આંકડા મુજબ રાજ્યના કુલ ૧૬૮ રસ્તાઓ બંધ જાહેર કરવામાં આવ્યા હતા અને ૭ જેટલા સ્ટેટ હાઈવે પણ હાલ બંધ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કચ્છ સાથે જોડાયેલા ચાર સ્ટેટ હાઇવે બંધ હોવાનું જાણવા મળ્યું હતું. તેમ જ આણંદ, છોટાઉદેપુર અને સુરતના સ્ટેટ હાઇવે બંધ રાખવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ૫૯ રૂટ હાલ બંધ રાખવામાં આવ્યા હતા. વરસાદની અસર વીજ પુરવઠા પર થઈ હતી. રાજ્યના ૧૩૪ ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી. સૌથી વધુ કચ્છ જિલ્લાના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

------------------------------------------

ગોહિલવાડનો દરિયા કિનારો એલર્ટ પર

ભાવનગર: જિલ્લાને વિશાલ દરિયા કિનારો મળ્યો છે. આ દરિયાઇ માર્ગે દેશમાં ભાંગફોડ પ્રવૃત્તિ કરવાના ઇરાદે આતંકીઓ ઘૂસી ન જાય તે માટે મળેલા ઇનપુટના આધારે ભાવનગર, તળાજા, મહુવાના દરિયા કિનારે આવેલા ગામડાઓમાં દેશ, રાજ્ય અને જિલ્લાની પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કાશ્મીરમાં ૩૭૦ કલમ નાબૂદ કર્યા બાદ પાડોશી દેશ અને કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયું છે.આતંકીઓ પોતાનો બદઈરાદો પાર પાડવા સક્રિય બન્યા છે. રાષ્ટ્રીય તહેવાર ૧૫ ઑગસ્ટ નજીક આવી રહ્યો છે. આતંકીઓ ગુજરાતની જળસીમામાંથી પ્રવેશ કરે તેવા ભૂતકાળના અનુભવ અને ઈનપુટના આધારે ગુજરાત સહિત ભાવનગર જિલ્લાના દરિયા કિનારે સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. દરિયામાં પેટ્રોલિંગ માટે અલંગ મરીન પોલીસ દ્વારા બે બોટ ભાડે રાખવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3m70235W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com