24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

મહુવા હાલ બીલીમોરાના ગં. સ્વ. સવિતાબેન (ઉં.વ. ૮૬) તે સ્વ. હિંમતલાલ પ્રભુદાસ મહેતાના ધર્મપત્ની. સ્વ. બાવાલાલ ગોપાળજી મહેતાના દીકરી. રશ્મી, બીના, રેખા જીતેન્દ્ર સંઘરાજકા, છાયા નલીન પારેખ, બીજલ ધનેશ શાહના માતુશ્રી. ગં. સ્વ. મંજુલાબેન હરૂભાઈ મહેતાના દેરાણી. કેતન, સ્વ. અમીત હરૂભાઈ મહેતાના કાકી ગુરુવાર, તા. ૮-૮-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પંચાલ

ખત્તલવાડ હાલ થાણા જયકીશન આત્મારામ પંચાલ (ઉં.વ. ૯૬) તા. ૧૦-૮-૧૯ના દેવલોક પામ્યા છે. તે મણીબેનના પતિ. હરીશભાઈ, દિનેશભાઈ, શકુંતલાબેન, કંચનબેન, સુમનબેન, નીષીતા (ઉષા)બેનના પિતા. વંદના, સુભાંગી, ગોવિંદભાઈ, વિજયભાઈ, કિર્તીભાઈના સસરા. વિઠ્ઠલદાસ ખુશાલદાસ પંચાલ (ખાનવેલ)ના જમાઈ. કરણ, તન્વી, કેતકીના દાદા. પ્રાર્થનાસભા રાખેલ નથી.

હાલાઈ ભાટીયા

ગં. સ્વ. મંજુલા કાપડીયા (મધુ) (ઉં.વ. ૯૨) તે સ્વ. હેમરાજ હરીદાસ પુરષોત્તમ ચપરના ધર્મપત્ની. રેણુકા, રશ્મિ, ભારતી, દિલીપ, મહેશના માતાજી. નિશા, હેમાંશુ, હિના, પ્રતાપના દાદી. મનીષ, યતીન, મિતેષ, કવિતા, ભાવનાના નાની. નીલમ, મીના, પ્રવિણકુમાર, અરુણકુમારના સાસુજી તા. ૧૧-૮-૧૯ના પુના ખાતે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય

ધીરજલાલ વિઠ્ઠલદાસ ગરાચ (ઉં.વ. ૮૭) તે સ્વ. અમૃતલાલ, સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. જમનાદાસના નાના ભાઈ. વિરેન્દ્ર, સુનીલ, મનીષ, કિર્તીબેન નવનીતભાઈ સોનેજી, મીનાબેન અશોકકુમાર છાંટબારના પિતાશ્રી તા. ૯-૮-૧૯ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

વિશા સોરઠીયા વણિક

મંડેરવાળા હાલ કાંદિવલી સ્વ. અમૃતબેન દામોદર શાહ (મંગ)ના પુત્ર જયંતિલાલ (ઉં.વ. ૭૫) તા. ૧૧-૮-૧૯, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે લતાબેનના પતિ. મેહુલ, માધવીના પિતા. નેહા, સની અસલદેકરના સસરા. સ્વ. વૃજલાલભાઈ, સ્વ. ગોવર્ધનભાઈ, સ્વ. મથુરાદાસ, સ્વ. કિરીટભાઈ, અમૃતલાલ, અરવિંદભાઈ, સ્વ. તારાબેન, સ્વ. પ્રભાબેન, ગં. સ્વ. હંસાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૪-૮-૧૯, બુધવારના ૫ થી ૭ હાલાઈ લોહાણા મહાજન વાડી, હોલ નં. ૧, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

કપોળ

જાનબાઈ દેરડી હાલ ઘાટકોપર સ્વ. પરમાણંદ (બાબુભાઈ) મોહનલાલ કરવતના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મલાબેન (નંદુબેન) (ઉં.વ. ૯૦) તા. ૧૧-૮-૧૯, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિનોદ, મહેન્દ્ર, કિશોર, ડો. મુકેશ, અરવિંદ, ગં. સ્વ. તરુલતા, ગીતા, હંસા, લતા, દક્ષાના માતુશ્રી. કલાવતી, મૃદુલા, ભારતી, અરવિંદા, શ્રદ્ધા, સ્વ. ભગુભાઈ, અરુણ, મનોજ, દક્ષેશ, મુકેશના સાસુજી. પિયર પક્ષે ખાટસુરાના રતિલાલ ભાણજી મહેતાના દીકરી. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

મુળ ગામ અંજાર હાલ નાસિક સ્વ. રાજેન્દ્ર (રાજુભાઈ) દયાળજી શેઠીયા (ઠક્કર) (ઉં.વ. ૫૯) તે બકુલાબેનના પતિ. ચેતન, સનીના પિતાશ્રી. સહજ, રૂદિયા, વિહાના દાદાજી. જીગ્નાબેન, દર્શાલીબેનના સસરા. ભુજવાળા શ્રીમતી નર્મદાબેન વાલજીભાઈ જોબનપુત્રાના જમાઈ સોમવાર, તા. ૧૨-૮-૧૯ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૮-૧૯, બુધવારના ૪ થી ૬. સ્થળ: કચ્છી લોહાણા મહાજન વાડી, દિંડોરી રોડ, પંચવટી, નાસિક.

અનાવિલ બ્રાહ્મણ

ગામ ઉમરસાડી હાલ પારડીના જશવંતભાઈ મોહનલાલ દેસાઈ (ઉં.વ. ૮૭)નું તા. ૧૩-૮-૧૯ના નિધન થયું છે. તે સુરેખાબેનના પતિ. ધનેશ, અલ્પેશ, દર્શનાના પિતા. સુષ્મા, ઝંખના, દેવાંગકુમારના સસરા. યુગ, પલ, અમનના દાદા-નાના. કનુભાઈ, અનિલભાઈ, સુનીલભાઈ, સ્વ. ભૂરીબેન, સ્વ. મધુબેન, સ્વ. મોંઘીબેન, ધીરીબેન, તારાબેનના ભાઈ. બંને પક્ષની સાદડી તા. ૧૪-૮-૧૯, બુધવારે અનાવિલ હોલ, ઉદવાડા પૂર્વ, ને. હા. ૪૮ ખાતે ૩ થી ૬. લૌકિક રિવાજ બંધ છે.

મોઢ વણિક

મોરબીના સ્વ. પંકજ હરિલાલ મહેતાના ધર્મપત્ની ગીતાબહેન (ઉં. વ. ૫૭) જેનપુર મુકામે શ્રીજીચરણ પામેલ છે. જે પરસોત્તમભાઈ, દિલીપભાઈ, જગદીશભાઈ, જીવતીબહેન, વિજયાબેન, ધનલક્ષ્મીબેનના બેન. નિતીન, નલિની, હંસાના ભાભી. કલ્પનાના દેરાણી. પ્રાર્થનાસભા- લૌકીક વ્યવહાર રાખેલ નથી.

લુહાર સુથાર જ્ઞાતી

કોઠાપીપરીયા હાલ ઘાટકોપર અ. સૌ. કાશીબેન વાલજીભાઈ લક્ષ્મણભાઈ વાળા (ઉં. વ. ૮૨) શનિવાર, ૧૦-૮-૧૯ના શ્રીરામચરણ પામ્યા છે. તે વિનોદભાઈ, મુકેશભાઈ, રસીલાબેન નંદલાલ, સ્મિતાબેન રાજેશકુમાર નારણભાઈના માતુશ્રી. સ્વ. દેવરાજભાઈ, સ્વ. રામજીભાઈ, વિઠ્ઠલભાઈના ભાઈના ધર્મપત્ની. ભેસવડીવાળા હાલ મુંબઈ જેઠાભાઈ કાનજીભાઈ ડોડીયાના દીકરી. તેઓ રાહુલ, કૌશિક, વીધી, હેલી તથા શુભમ, કેવીન, રિયાન, પરીના દાદી-પરદાદી. તેઓ ચંદ્રીકાબેન, ભારતીબેન, બીનાબેન, ધારાબેનના સાસુમાની પ્રાર્થનાસભા ૧૬-૮-૧૯ ને શુક્રવારના ૪ થી ૬. સ્થળ: લાયન્સ કલબ ઓફ ઘાટકોપર, કમ્યુનીટી હોલ, ગારોડીયાનગર, ઘાટકોપર (ઈ).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

kTf03L8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com