24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જયપુરમાં કોમી દંગલ: બે કોમ વચ્ચે પથ્થરબાજી થઇ
મોબાઇલ - ઇન્ટરનેટ નેટવર્ક બંધ

જયપુર: અહીં સોશિયલ મીડિયા પરની અફવાને પગલે બે કોમ વચ્ચે પથ્થરમારો થતાં ૯ પોલીસ સહિત ૨૪ જણ ઘાયલ થયા હતા અને પોલીસે તોફાની ટોળાને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યો હતો.

કોમી તંગદિલીને પગલે ૧૦ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બુધવાર રાત સુધી બંધ કરી દેવાઇ હતી અને પાંચ જણની ધરપકડ કરાઇ હતી.

એડિશનલ પોલીસ કમિશનર (સેક્ધડ) અજયપાલ લાંબાએ જણાવ્યું હતું કે અમુક આરોપી પર સરકારી કર્મચારીઓને ફરજ બજાવતા રોકવાનો આરોપ મુકાયો હતો.

ગલતા ગૅટની નજીક ઇદગાહની પાસે દિલ્હી તરફના ધોરીમાર્ગને લઘુમતી કોમના સભ્યોએ બંધ કરાવ્યો હતો અને હરિદ્વાર જતી બસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાથી અમુક મુસાફર ઘાયલ થયા હતા.

ગલતા ગૅટની નજીક રવિવારે લઘુમતી કોમના લોકોએ કાવડિયાઓ (ભગવાન શંકરના ભક્તો)ની સાથે ખરાબ વર્તન કરતા તંગદિલી ફેલાઇ હતી.

એડિશનલ પોલીસ કમિશનર (ફર્સ્ટ) સંતોષ ચલકેએ જણાવ્યું હતું કે અમે ‘જય શ્રીરામ’ બોલવાની ફરજ પડાતી હોવાની અફવા સોશિયલ મીડિયા પર ફેલાવનારા ત્રણ જણને ઓળખી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અન્યને પણ શોધવામાં આવી રહ્યા છે.

એડિશનલ પોલીસ કમિશનર (સેક્ધડ) અજયપાલ લાંબાએ જણાવ્યું હતું કે અહીં મંગળવારે વધારાના પોલીસ દળને ગોઠવવામાં આવ્યું તે પછી હિંસાનો કોઇ બનાવ નહોતો બન્યો. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

73u7v21
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com