18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ધૂમ વેચવાલીના મારા વચ્ચે સેન્સેક્સે ૩૭,૦૦૦ની અને નિફ્ટીએ ૧૧,૦૦૦ની સપાટી ગુમાવી
વાહનોનું વેચાણ ૧૯ વર્ષને ખાડે ગયું હોવાના અહેવાલ વચ્ચે ઓટો શેરોમાં તીવ્ર ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિશ્ર્વબજારમાંથી નરમાઇના સંકેત સાથે સ્થાનિક સ્તરે અર્થતંત્રની મંદ ગતિ અને પડકારોથી ચિંતિત રોકાણકારોએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં કરેલી આક્રમક વેચવાલીને કારણે સેન્સેક્સે ૩૭,૦૦૦ની અને નિફ્ટીએ ૧૧,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. મુંબઈ શેરબજારમાં ખાસ કરીને ફાઇનાન્શિયલ, ઓટો અને ટેલિકોમ શેરોમાં ધૂમ વેચવાલીથી સેન્સેક્સમાં જંગી કડાકો બોલી ગયો હતો.

શેરબજાર સોમવાર, ૧૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ બકરી ઈદ નિમિત્તે બંધ રહ્યું હતું. સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ વધ્યા હતા અને બીએસઇના માર્કેટ કેપમાં રૂ. ૨.૨૨ લાખ કરોડનું ગાબડું જોવા મળ્યું હતું. સેન્સેક્સની ત્રણ કંપનીઓ વધી અને ૨૮ કંપનીઓ ઘટી હતી.

વૈશ્ર્વિક ઇક્વિટી બજારની ઝડપી પીછેહઠ અને નકારાત્મક પરિબળો સાથે સ્થાનિક અર્થતંત્રની ચિંતાને કારણે વેચવાલીનું પ્રમાણ વધી ગયું હતું. સેન્સેક્સ ૭૦૦ પોઇન્ટની અફડાતફડી બાદ અંતે ૬૨૩.૭૫ પોઇન્ટ અથવા તો ૧.૬૬ ટકાના કડાકા સાથે ૩૭,૦૦૦ની સપાટી તોડતો ૩૬,૯૫૮.૧૬ રપોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

સત્ર દરમિયાન સેન્સેક્સ ૩૬,૮૮૮.૪૯ પોઇન્ટની નીચી અને ૩૭,૭૫૫.૧૬ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયો હતો. નિફ્ટી સત્રને અંતે ૧૮૩.૮૦ પોઇન્ટ અથવા તો ૧.૬૫ ટકાના કડાકા સાથે ૧૧,૦૦૦ની સપાટી તોડતો ૧૦,૯૨૫.૮૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન તે ૧૦,૯૦૧.૬૦ની નીચી અને ૧૧,૧૪૫.૯૦ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયો હતો.

એક તરફ અમેરિકા અને ચાઇનાના ટ્રેડ વોર, હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને આર્જેન્ટિનાના ચલણ પેસોના કડાકાને કારણે વૈશ્ર્વિક બજારોનો ટોન ધ્રુજરો બની ગયો હતો અને સ્થાનિક સ્તરે તો એનબીએફસી કટોકટી, ઇલેકશન અને અર્થતંત્રમાં માગના અભાવને કારણે બજારનું સેન્ટિમેન્ટ પહેલેથી જ નબળું પડી ગયું છે. એચડીએફસી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા ઇન્ડેક્સમાં સારું વેઇટેજ ધરાવતા શેરોના ધોવાણને કારણે સેન્સેકસ ઝડપથી ગબડ્યો હતો. જોકે, રિલાયન્સમાં દસેક ટકાનો સુધારો આવાવને કારણે સેન્સેક્સને ટેકો પણ મળ્યો હતો.

બપોર પછી વેચવાલીની તીવ્રતા વધી હતી. ૨.૪૦ વાગ્યે સેન્સેક્સ ૪૨૦.૦૧ પોઈન્ટ્સ તૂટીને ૩૭,૧૬૧.૯૦ પોઈન્ટ્સ જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૧૯.૨૦ પોઈન્ટ્સ ગગડીને ૧૦,૯૯૦.૪૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૦૬ ટકા અને ૧.૧૯ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે બપોરે ઓઈલ-ગેસને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે ઓટો અને ટેલિકોમ ઉપરાંત પાવર, કેપિટલ ગૂડ્ઝ અને મેટલ શેરોમાં પણ ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે વૈશ્ર્વિક રાહે શેરબજાર નરમ રહ્યું હતું અને બપોર બાદ વધુ ગગડ્યું હતું. બપોરે યસ બેન્ક ૮.૮૩ ટકા, ખખ ૫.૪૨ ટકા, બજાજ ફાઈનાન્સ ૫.૦૯ ટકા, ભારતી એરટેલ ૪.૭૩ ટકા, બજાજ ફિનસર્વ૪.૬૬ ટકા, ઇંઉઋઈ ૪.૩૬ ટકા, ગ્રાસિમ ૩.૯૯ ટકા, આઈશર મોટર્સ ૩.૮૯ ટકા અને મારુતિ ૪.૧૨ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. રિલાયન્સ ૧૦.૩૩ ટકા, ઈન્ડિયા બુલ હાઈસિંગ ફાઈ.૧૦.૧૮ ટકા, ગેઈલ ૨.૬૭ ટકા અને સન ફાર્મા ૧.૨૭ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

સેન્સેક્સના ટોપ લૂઝર શેરોમાં યસ બેન્ક, એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી, મારુતિ, ટાટા સ્ટીલ અને એલએન્ડટીનો સમાવેશ હતો. આ શેરોમાં ૧૦.૩૫ ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. જોકે, રિલાયન્સ સત્રને અંતે રૂ. ૧૧૩.૦૦ અથવા તો ૯.૭૨ ટકાના વધારા સાથે તે રૂ. ૧૨૭૫.૦૦ની સપાટીએ સ્થિર થયો હતો. સન ફાર્મા અને પાવરગ્રીડ પણ ટોપ ગેઇનર્સમાં શામેલ હતા.

ઓટોમોબાઇલનું વેચાણ જુલાઇ મહિનામાં ૧૮.૭૧ ટકાના તોતિંગ કડાકા સાથે ૧૯ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હોવાના અને તેને કારણે પાછલા ત્રણેક મહિનામાં ૧૫૦૦૦ કામદારો બેરોજગાર બન્યાં હોવાના સિયામના અહેવાલને કારણે ઓટો શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

ગ્લોબલ ટ્રેડ વોરની વધી રહેલી ચિંતા, હોંગકોંગમાં વધી રહેલા હિંસક વિરોધપ્રદર્શનો અને આર્જેન્ટિનાની આર્થિક કટોકટીને કારણે એશિયાઇ બજારોમાં કડાકા જોવા મળ્યાં હતાં. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ૨.૧૦ ટકા તૂટ્યો હતો જ્યારે શાંધાઇ કમ્પોઝિટ ૦.૬૩ ટકા ગબડ્યો હતો. કોરિયાનો કોસ્પી ૦.૮૫ ટકા અને જાપાનનો નિક્કી ૧.૧૧ ટકા ગબડ્યો હતો. યુરોપના બજારોમાં પણ ખૂલતા સત્રમાં નરમાઇ જોવા મળી હતી.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૧.૬૫ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૭૯ ટકા, બીએસઈ મીડકેપ ૨.૨૫ ટકા, બીએસઈ સ્મોલકેપ ૧.૪૨ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૭૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૭૫ ટકા, બીએસઈ ઓલકેપ ૧.૭૫ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૧.૭૩ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૮૧ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૩૩ ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૨.૨૯ ટકા, સીડીજીએસ ૨.૦૭ ટકા, એફએમસીજી ૧.૮૮ ટકા, ફાઈનાન્સ ૩.૦૧ ટકા, હેલ્થકેર ૦.૯૧ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૨.૬૦ ટકા, આઈટી ૨.૫૪ ટકા, ટેલિકોમ ૪.૩૪ ટકા, યુટિલિટીઝ ૧.૬૭ ટકા, ઓટો ૩.૮૮ ટકા, બેન્કેક્સ ૨.૪૨ ટકા, કેપિટલ ગુડ્સ ૩.૨૦ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૦ ટકા, મેટલ ૧.૭૨ ટકા, પાવર ૨.૬૬ ટકા, રિયલ્ટી ૧.૦૫ ટકા અને ટેક ૨.૭૬ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૫.૯૮ ટકા અને ઓઈલ એન્ડ ગેસ ૧.૦૫ ટકા અને ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ શેર્સમાં મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૯.૭૨ ટકા, સમફાર્મા ૩.૭૧ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે યસ બેન્ક ૧૦.૩૫ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૬.૧૧ ટકા, બજાજ ફાઈનાન્સ ૫.૭૨ ટકા, ભારતી એરટેલ ૫.૨૮ ટકા અને એચડીએફસી ૫.૦૭ ટકા ઘટ્યા હતા.

એ ગ્રુપની કંપનીઓમાંથી ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયા, ઈન્ડિયાબુલ્સ ઈન્ટિગ્રેડેટ સર્વિસીસ અને લક્ષ્મી વિલાસ બેન્કને ઉપલી, જ્યારે કોફી ડે એન્ટરપ્રાઈઝીસ, કોક્સ એન્ડ કિંગ્સ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સને નીચલી સર્કીટ લાગી હતી.

આજે બી ગ્રુપની ૨૭ કંપનીઓને ઉપલી, ૩૬ કંપનીઓને નીચલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૩૬૬ કંપનીમાંથી ૧૫૪ કંપનીઓને ઉપલી અને ૨૧૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

આજે જેનાં પરિણામો જાહેર થશે તેમાં દિપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પ, એડલવિસ ફાઈનાન્સિયલ સર્વિસીસ, એવરેડી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા, ફિનોલેક્સ કેબલ્સ, ગાયત્રી પ્રોજેક્ટ્સ, જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એચઇજી, હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ, આઈડીબીઆઈ બેંક, આઈડીએફસી, ઈન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇન્ડિયાબુલ્સ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, જૈન ઇરીગેશન સિસ્ટમ્સ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, કેએનઆર ક્ધસ્ટ્રક્શન્સ, એમએમટીસી, ઓમેક્સ, રિલાયન્સ કેપિટલ, રેપ્કો હોમ ફાઇનાન્સ સુઝલોન એનર્જી, સ્વાન એનર્જી અને વોકહાર્ટનો સમાવેશ થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

obo380Ro
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com