23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વસતી નિયંત્રણ માટે સાઇકલ સફર

ગુડગાંવના લક્ષ્મણ વિહારમાં રહેતા ૬૦ વર્ષના સત્યદેવમાંઝીએ એક અનોખું અભિયાન આદર્યું છે. તેઓ દેશમાં વસતીવધારા સામે લોકોને જાગૃત કરી રહ્યા છે. તેઓ ‘હમ દો હમારે દો’ના જાગરૂક્તા અભિયાન સાથે એક હજાર કિલોમીટરની સાઇકલ યાત્રા પર નીકળી પડ્યા છે. એટલું જ નહીં, તેઓ પોતાના આ અભિયાન સાથે લોકોને જોડી રહ્યા છે, જેથી આવનારા સમયમાં જનસંખ્યા નિયંત્રિત રહી શકે. સાઇકલ યાત્રા દરમિયાન આ ભાઇ હરિદ્વાર થઇને બિહાર સુધીની સફર પૂરી કરશે. આ સફર ૨૦ દિવસમાં પૂરી કરવાનું સત્યદેવનું લક્ષ્યાંક છે. તેઓ હરિદ્વાર થઇને બિહાર જશે અને બિહારના સીવાન જિલ્લા સુધી જઇને ત્યાંવધુમાં વધુ લોકોને પ્રેરિત કરવા માગે છે. આ દરમિયાન ૧૦ હજાર લોકો હસ્તાક્ષર સાથે અભિયાનમાં જોડાય એ તેમનું લક્ષ્યાંક છે. અભિયાન દરમિયાન તેઓ મંદિરોમાં રહેશે અને એક દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦થી ૧૧૦ કિલો મીટર સાઇકલ ચલાવશે.

સત્યદેવ માંઝીનું કહેવું છે કે જનસંખ્યાનું નિયંત્રણ કરવું જરૂરી છે. જોલોકો અત્યારે આ બાબતનેે ગંભીરતાથી નહીં લે તો આવનારા સમયમાં તેના ગંભીર પરિણામ જોવા મળશે. તેમના અભિયાનમાં અત્યાર સુધી ૧૪ હજાર લોકો જોડાયા હોવાનો તેમનો દાવો છે. તેની સામે તેમનું લક્ષ્યાંક છે લાખો લોકોને જોડવાનું. આ પહેલા માંઝી અન્ના આંદોલન અને ભારત બચાવો રથયાત્રા સાથે પણ જોડાઇ ચૂક્યા છે. રાષ્ટ્ર નિર્માણ ટ્રસ્ટ તરફથી તેમને આ કાર્ય માટે સમ્માનિત પણ કરવામાં આવ્યા છે. જનસંખ્યા નિયંત્રણ કાનૂન માટે ભારત બચાવો રથયાત્રા હેઠળ કાશ્મીરથી ક્ધયાકુમારી અને બીજી સફરમાં દિલ્હીથી નેપાળ બૉર્ડર સુધીની સફર પૂરી કરી ચૂક્યા છે.

સત્યદેવે ગુડગાંવના સેક્ટર-૪ના માર્કેટ પાસે ૧૮ વર્ષ સુધી ચાની દુકાન ચલાવી પણ ૨૦૧૪માં તેમની દુકાન અતિક્રમણના નામ પર પ્રશાસન તરફથી તોડી નાંખવામાં આવી હતી. તેનું કારણ હતું કે વસતી વધારો એટલો થઇ ગયો હતો કે વાહનોને રસ્તા પરથી જવા માટે વધારે જગ્યાની જરૂરિયાત હતી. આ ઉપરાંત વધતી જતી વસતીને કારણે પ્રકૃતિને નુકસાન પહોંચાડાઇ રહ્યું છે. એવા સમયે તેમણે પ્રણ લીધું કે તે આ અભિયાન હેઠળ પોતે જીવશે ત્યાં સુધી લોકોને જાગૃત કરતા રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Dg3i25i0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com