24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જાનવરના જીવની પણ કિંમત સમજવી જોઇએ

લાઈમ લાઈટ-સંજય શ્રીવાસ્તવઆજે દેશના મોટા ભાગમાં ભારે વરસાદની લ્હાણી થઇ રહી છે. ઘણા વર્ષોથી અનેક રાજ્યોમાં દુકાળની સ્થિતિ હતી તો જાણે કુદરતે જાણી જોઇને જ બધું સાટું વાળવા એકદમ અનરાધાર પાણી વરસાવીને મોટા ભાગના રાજ્યોને જળબંબાકાર બનાવી દીધા છે અને ઘણી જગ્યાએ એકંદરે પૂરની સ્થિતિ આવી ગઇ છે. લાખો લોકો તેમાં અસરગ્રસ્ત થયા છે. પૂરગ્રસ્ત લોકોની વાતો કહેવામાં માધ્યમો બહુ રસ લઇ રહ્યા છે અને તેમાં સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો દરેકના દર્દ શામેલ થઇ જાય છે. જોકે, આ બધા માનવોની જિંદગી સાથે દરેક કદમ પર જોડાયેલા પ્રાણીઓ પણ છે, જેમનાજીવ બચાવવા માટે કોઇ ઉત્પાત નથી મચાવતું. આ પૂરગ્રસ્ત સ્થિતિમાં પ્રાણીઓની સ્થિતિ પણ સારી નથી રહેતી. તેઓ પણ પાણીમાં તણાઇને બહુ ત્રસ્ત થાય છે. તેમનો ઉલ્લેખ સરખો પણ નથી થતો. દેશમાં મરઘી, મરઘાં, બતકો અને ગાય, ભેંસ, ઘોડા, ભેડ, બકરી, ઉંટ, સુવ્વર, કૂતરા, બિલાડીઓ સહિત લગભગ ૧૩ અબજની સંખ્યામાં પશુધન અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી સૌથી વધારે પ્રાણીઓ ગામડામાં રહેતા હોય છે. અને સૌથી વધુ પૂર ગામડાઓમાં જ આવે છે. આથી જોવા જઇએ તો આ પાલતુ પ્રાણીઓની જવાબદારી તેમના માલિકોની છે. પૂર અભયારણ્યો અને જંગલોમાં પણ આવે છે. અભયારણ્ય હોય કે જંગલ પણ ત્યાં રહેતા જાનવરો સુરક્ષિત રહે તેની ખાસ જવાબદારીતેના અધિકારીઓએ લેવી જોઇએ.

દરેકપશુપાલક પાસે હોય કે ના હોય, પણ તેમની પાસે એક વિશેષ વ્યવસ્થા હોય છે. તેઓ જો ઇચ્છે તો વધુ વિશાળ પાયે જવાબદારી લઇને તેમની સુરક્ષા કરી શકે છે, જેથી કાઝીરંગા જેવી દુર્ઘટના વારંવાર ના થાય. પણ આ અધિકારીઓ હોય કે તેમની મુખિયા સરકાર, કોઇનામાં પણ જાનવરોની જાન બચાવવાની ઇચ્છાશક્તિ નથી હોતી અને કામકાજ માટે તેમનો ઉપયોગ કરવા સિવાય તેમની કોઇ ખાસ પરવા નથી કરતું. મનુષ્યોની જેમ આ જાનવર પણ દુષ્કાળ, પૂર, હિમસ્ખલન, ભૂસ્ખલન, ચક્રવાત, વજ્રપાત બધું ઝેલે છે. પૂરમાં દર વર્ષે દસ લાખથી વધારે પાળેલા જાનવરો માર્યા જાય છે અને એટલા જ ગાયબ થઇ જાય છે. લગભગ ૫૫ ટકા ભેંસો, ૩૮ ટકા ગાયો અને ૪૧ ટકા બકરીઓ સથે ૪૭ ટકા સુવ્વર પૂરમાં અસરગ્રસ્ત થાય છે. દર વર્ષે ૪૪ ટકા પશુ દુકાળમાં હલાલ થઇ જાય છે. ચક્રવાત પણ લાખો પશુઓનો શિકાર કરીનેજ પસાર થાય છે.

૧૯૯૯માં ઑડિશામાં ચક્રવાતે ૩૨,૦૫,૬૮૯ પશુઓની જાન લીધી હતી. વરસાદ સામે રક્ષણ મેળવવા કરેલી બધી તૈયારીઓએ માણસોની જાન તો બચાવી લીધી, પણ પશુ અને પક્ષી જે માનવીના સાંનિધ્યમાં હતા, તે મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા. પાળેલા પશુ-પક્ષીઓ, ઢોર-ઢાંખર જેમ કે મરઘી, પોપટ, ગાય, બળદની પણ પૂરમાં મૃત્યુ પામ્યાની ગણતરી થઇ જાય, પણ તેમનું યોગ્ય રજિસ્ટ્રેન ન થયેલું હોવાથી એના વિશે પણ અંદાજો જ બાંધી શકાય છે, જ્યારે આમાં કાગડા કે બુલબુલજેવા પક્ષીઓની ગણતરી શેમાં થાય છે? એવું નથી કે તેમના મૃત્યુની અસર નથી થતી. તે પણ પરિસ્થિતિવશ તંત્રમાં મહત્ત્વધરાવે છે. પૂરમાં લોકો દરેક પ્રકારના ઉપાય કરીને બચી જાય છે, પણ તેમના માટે જાનવરોની સુરક્ષા કરવાની પ્રાથમિક્તા પછી આવે છે.

સરકાર અને સંગઠનોની તમામ મદદ, બચાવકાર્ય મૂળ મનુષ્યો માટે હોય છે. પૂરપીડિતોને ભોજન મળી જાય છે, પણ પશુચારો કોઇ નથી વહેંચતું. તેમના માટે કેમ્પ પણ નથી થતા. જે પ્રાણીઓ પાળેલા નથી હોતા અને જેમનો મનુષ્યના જીવનમાં દરરોજનો સંબંધ નથી તેમના માટે કોઇ વિચારતું પણ નથી. કોઇએ તેમના માટે બચાવકાર્ય કે પુનર્વસનનો પ્રયાસ કદાચ જ કર્યા હશે. સાપ અને એવા દરેક પ્રકારના સરીસૃપ પ્રાણીઓ અને આ પ્રકારના પ્રાણીઓથી જુદા જીવજંતુ આપણા સહચર્યનો હિસ્સો બની જાય છે. પર્યાવરણ અને ખેતી ખેડૂતોની મહત્ત્વપૂર્ણ કડી છે. પૂરની વિકટ પરિસ્થિતિમાં માણસોની બચાવવાની ધમાલમાં પ્રાણીઓ તરફ કોઇ ધ્યાન નથી આપતું.સામાન્ય પરિસ્થિતિમાં જીવો પર દયા કરો, જીવધર્મ પરમધર્મ છે નારો લગાવવાવાળા લોકો આવા સમયે એ ભૂલી જાય છે કે તેમના સિવાય પણ આ ધરતી પર કોઇ જીવ છે, જેના પર પૂરની અસર તેમના કરતા પણ વધારે થાય છે.

પૂર જેવી કુદરતી આફતો દર વર્ષે આવતી જ રહે છે. આથી જો વર્ષો પહેલા આપણે પાલેળા પ્રાણીઓ, આપણા માટે કામ કરતા જાનવરો, આજુબાજુ રહેતા પ્રિય પશુઓ અનેપરિવેશનો હિસ્સો બનનાર જીવ જંતુઓને કેવી રીતે બચાવીશું તે અત્યાર સુધીમાં શીખી લીધું હોત તો આ નોબત ના આવેત. નિ:સંદેહ આસાન સંકટ વિશે પહેલેથી ખબર હોય તો તેની સાથે નિપટવું સરળ થઇ જાય છે. પૂર ભૂકંપની જેમ આકસ્મિક નથી. એવું પણ નથી કે આ દિશામાં સરકારે કંઇ ના કર્યું હોય. પૂરમાંમનુષ્યોના બચાવની સાથે સાથે પશુઓના બચાવ માટે પણ વિચારાયું છે. આઝાદી પછીના વર્ષોમાં તેના માટે કેટલીયેયોજનાઓ પણ બનાવાઇ છે. અત્યારે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાસ્ટાર મેનેજમેન્ટ (એનઆઇડીએમ), વર્લ્ડ એનિમલ પ્રોટેકશન એન્ડ પોલિસી પર્સપેક્ટિવ ફાઉન્ડેશન (પીપીએફ)એ મળીને કેટલીક નવી યોજનાઓ પણ બનાવી છે. એ વાત જુદી છે કે તેહજુ વ્યવહારિક સ્તર પર અસરકારક થતી દેખાઇ નથી રહી.

એનિમલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ લાઇવ સ્ટૉક ઇમરજન્સી ગાઇડલાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પશુ ચિકિત્સકોેને પૂરમાં પશુઓના બચાવ વિશે ઘણું બધું શીખવવામાં આવે છે. તેઓ બહુ સારી રીતે શિક્ષિત પણ હોય છે, પણ ક્યાંય કોઇપણ સ્તરે કામ થતું હોવાનું નથી દેખાતું. આ પરિસ્થિતિમાં વેટરનિટી ઇમરજન્સી રીસ્પોન્સ યુનિટ વિદેશોમાં બહુ સારું કામ કરે છે. પણ આપણે ત્યાં હજુ તેનું એવી અસર નથી દેખાતી. ૨૫૦ પ્રશિક્ષકો દ્વારા પ્રશિક્ષકની આ રીતની ૧૨ બટાલિયન છ રાજ્યોમાં તહેનાત કરીને યોજનાઓ અમલમાં લાવી રહી છે, પણ કંઇક એવું પરિણામ નથી આવી રહ્યું જે બહુ ઉલ્લેખનીય હોય. આજે પણ પૂરને કારણે પશુધન ઉત્પાદનમાં અબજો રૂપિયાનું નુકસાન દર ચોમાસામાં થાય છે.

વાત પશુ ઉત્પાદનની જ નહીં, પશુઓ જો પૂરમાં જાન ના ગુમાવે તો તેમનો વ્યાપાર કરવામાં આવે છે. પૂરનો ફાયદો ઉઠાવીને ઢોરઢાંખરને સરહદની પાર મોકલી દેવામાં આવે છે. એનઆઇડીએમ, પીપીએફએ મળીને જે અધ્યયન યોજનાઓ બનાવી છે,તેને અથવા એનિમલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ લાઇવ સ્ટૉક ઇમરજન્સી ગાઇડલાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ને વેટરનિટી ઇમરજન્સી રીસ્પોન્સ યુનિટ દ્વારા ત્યારે સફળતાપૂર્વક અને વ્યવહારિક સ્તરે લાગુ કરવામાં આવે, જ્યારે પ્રારંભિક સ્તરે તેની તૈયારી થતી હોય. જેનાથી કેન્દ્ર અને રાજ્યમાં તાલમેલ થશે. સરકાર અને વ્યવસ્થા બંનેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પશુઓની જાન બચાવવાની પ્રબળ ઇચ્છાશક્તિ થશે, એટલું જ નહીં, જન જાગરૂક્તા અને સામાજિક એક્તા તથા તેમની સહાયતા અને સમાવેશના કારણે પ્રભાવી પરિણામ આવી શકે છે.

સ્થાનિક પ્રશાસનનેપૂરો અનુભવ હોય છે કે પૂર ક્યારે અને કેટલા ક્ષેત્રમાં આવી શકે છે અને તે ક્યારે પ્રચંડ બનશે ક્યારે ઉતરી જશે. એટલે પશુઓની સંખ્યાનો અંદાજો લગાવવો એટલા માટે જરૂરી છે જેથી વિકટ પરિસ્થિતિમાં તેમના ખોરાકની માગને યોગ્યરીતે પૂરી કરી શકાય. પશુઓનો કેવી રીતે બચાવ કરી શકાય તે દરેક વાત પર નિર્ણય લેવાવાળાની સમિતિ બનવી જોઇએ જેમાં પશુચિકિત્સક, પશુપોષણ અને લોક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ, સ્વૈચ્છિક કાર્યકર્તા અને બિનસરકારી સંગઠનોના સક્રિય લોકો શામેલ હોવા જોઇએ. તેમણે દરેક પ્રકારની સમસ્યાનો હલ કાઢીને સુલઝાવવી જોઇએ, જેનાથી પશુઓને ઓછામાં ઓછી ક્ષતિ પહોંચે. પૂરથી પશુ બચી જાય તો ખતરો બીમારીનો થાય છે. પૂરના પાણીથી પશુઓના પગને સૌથી વધારે અસર થાય છે. નખ ગળી જવા, લંગડાપણું, શ્ર્વાસના રોગ અને માંસપેશીમાં તણાવ થઇ જાય છે. પશુચારામાં ઝહેરીલું ઘાસ કે છોડવા મળવાની આશંકા અત્યારે બહુ વધારે હોય છે. પશુઓના માલિક તેમના નીલા રંગના મસૂડા કે ગાઢ શ્ર્વાસ અથવા બીજા લક્ષણ જોઇને ઓળખી પણ જાય છે પણ તેમને તત્કાલ ચિકિત્સા નથી મળતી. પૂરથી મૃત્યુ પામતા પશુઓને અગ્નિદાહ દેવો જરૂરી હોય છે. તેની વ્યવસ્થા પણ નથી થઇ શક્તી. સરકાર અને સંસ્થાઓ આ કામ કરતા પહેલા લોકોએ તેના પ્રત્યે જાગરૂક અને સંવેદનશીલ બનવું જોઇએ. પૂરના સમયે જે ઇમરજન્સી કિટ રાખવાની વાત કહેવાય છે તે લોકો નથી રાખતા. તેમાં પશુની ઓળખ, પ્રાથમિક ચિકિત્સાની વ્યવસ્થા, વેક્સીનેશનનો રેકોર્ડ અને મહત્ત્વપૂર્ણ સંપર્ક સૂત્ર, નંબરો વગેરે હોય છે. ઓછામાં ઓછા ૭૨ કલાકના ચારાની વ્યવસ્થા અને ત્રણ દિવસ માટે પીવાના પાણી અને દવાનો પર્યાપ્ત સ્ટૉક પણ પાળેલા પ્રાણીઓ માટે સુરક્ષિત રાખવો જોઇએ. પણ ખુદ પશુપાલક જ વ્યવસ્થિત નથી હોતા તો વ્યવસ્થાને દોષ દેવો યોગ્ય નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j100tG6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com