23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાકિસ્તાની પોલીસની વાતો નવલકથામાં

સામાન્ય રીતે એવી માન્યતા છે કે પોલીસ વિભાગના અધિકારીઓ કડક વલણ અપનાવતા થોડા ક્રૂર હૃદયના હોય છે. જોકે, એ માન્યતાને ખોટી ઠેરવી રહ્યા છે પાકિસ્તાનમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા પોલીસ અધિકારી ઉમર શહીદ. હમીદ માત્ર પોલીસ અધિકારી જ નથી, અંગ્રેજી ભાષાના જાણીતા લેખક પણ છે. માનવજગતની સંવેદનાઓ તેમના લેખન કૌશલ્યમાં પ્રતિબિંબિત થતી જોવા મળે છે. તેઓ પોલીસ વિભાગમાં ઉચ્ચ સ્થાન પર હોવા છતાં ઋજુ હૃદયના માલિક છે એ જણાઈ આવે છે.

હમીદના પિતાની કરાંચીમાં તોફાની હિંસક ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી. એના સાથી પોલીસની પણ તાલિબાનો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જીવનની કરુણતાને તેમણે પુસ્તક સ્વરૂપે જનતા સમક્ષ રજૂ કરી જેણે હમીદને પાકિસ્તાનના ઉચ્ચકક્ષાના અંગ્રેજી ભાષાના લેખકોમાં સ્થાન અપાવ્યું.

અરેબિયન સમુદ્રનું મહત્ત્વનું બંદર ગણાતું કરાચી શહેર કાયમ રાજકીય અને કટ્ટરવાદી પરિબળોને કારણે ચર્ચામાં રહ્યું છે. બે દાયકા સુધી હમીદ કરાચીમાં રહી ચૂક્યા છે. હાલ તેઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ છે.

૨૦૧૩થી અત્યાર સુધીમાં તેમના ચાર પુસ્તક પ્રકાશિત થયા છે. હમીદના પુસ્તકોએ સમગ્ર વિશ્ર્વનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે. સાઉથ એશિયાના મહત્ત્વના મીડિયાથી માંડી મુંબઈના અન્ડરવર્લ્ડ વિશેની સેક્રેડ ગેમ્સ જેવી ધારાવાહિક રજૂ કરતી નેટફ્લીક્સ જેવી મહત્ત્વની ચેનલોએ પણ હમીદના પુસ્તકોની નોંધ લીધી છે.

હમીદની સફળતાનું મુખ્ય કારણ તેમના લખાણમાં રહેલું વાસ્તવિક ચિત્રણ છે. તેમના જ શબ્દોમાં જોઈએ તો, મારા જેવી વ્યક્તિના પુસ્તકમાં મુખ્ય ‘પંચ’ ન રહે તો પુસ્તક ચાલે જ નહીં, સમાજનું વાસ્તવિક નિરૂપણ અને સત્ય દર્શન લોકો જરૂર પસંદ કરે છે. હમીદના પુસ્તકમાં રાજકીય કાવાદાવા, ભ્રષ્ટાચાર, ગુનેગારોની દુનિયા વિશે નિર્ભિકપણે સત્યો રજૂ કરવામાં આવ્યા છે.

આ પોલીસ કમ લેખકને તેમના લખાણ બદલ ધમકીઓ પણ મળી હતી. તેમને કરાચી છોડી દેવાની અને પોલીસની દુનિયા છોડી દેવાની ઇસ્લામિક સંગઠનો દ્વારા ધમકીઓ પણ મળી હતી પણ હમીદે નીડરતાપૂર્વક પોતાની નોકરી અને લેખનકળા ચાલુ રાખ્યા. તેમની નવલકથા ‘ધ પ્રીઝનર’ પ્રકાશિત થયાને તરત થોડા જ સમયમાં

તેમના ગુરુ તથા પોલીસ સહકારી ચૌધરી અસ્લમની તાલિબાનો દ્વારા હત્યા કરવામાં આવી. ચૌધરી અસ્લમ ઉમર હમીદનું મોટું પીઠબળ હતા.

હમીદની ‘ધ પાર્ટી વર્કર’ નોવેલમાં રાજકીય પક્ષોની ગતિવિધિ, સત્તા માટેનું ગંદું રાજકારણ, વિશ્ર્વાસઘાતની પરંપરા અને કેવી રીતે નિતિગત ધારાધોરણની ધજ્જીઓ ઉડાડવામાં આવે છે તેનું નિરૂપણ છે જેમાં પરોક્ષ રીતે સરમુખત્યાર શાહીનો ઉદય દર્શાવવામાં આવ્યો છે. હમીદ જણાવે છે કે પુસ્તકના પાત્રો એવા યુવાનોને પ્રતિબિંબિત કરે છે જે વર્ષો સુધી તેમની વિચારધારાને સાચી માની પોતાનું જીવન ગેરમાર્ગે દોરતી વિચારધારા પાછળ હોમી દે છે. તેમનો આશય કોઈ પ્રવ્ાૃત્તિને પીઠબળ પૂરું પાડવાનો નથી. કોઈ પણ ચળવળના સિદ્ધાંતને સમજી એને આગળ ધપાવવો એ જ હકારાત્મક અભિગમ છે. ખાસ કરીને આતંકવાદ સામે લડનાર વ્યક્તિ એના વિશે વાત કરે ત્યારે તેમાં વાસ્તવિકતા વિશેષ હોય છે. નવલકથાની વિષયવસ્તુ કાલ્પનિક છે પરંતુ વાસ્તવિકતાથી દૂર પણ નથી. આ પ્રકારની વાતો લખવા માટે પણ ખૂબ જ હિંમત જોઈએ. પાકિસ્તાન જેવા દેશમાં નિર્ભિકપણે નવલકથા દ્વારા સત્યને ઉજાગર કરવાની હિંમત કરનાર અધિકારી સન્માનને પાત્ર છે તેમાં બેમત નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

05K64baO
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com