23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નોબેલ પ્રાઇઝ વિજેતા હરગોવિંદ ખુરાના

૧૯૨૨માં ભારતમાં જન્મેલા ડૉ. હરગોવિંદ ખુરાના જગવિખ્યાત બાયોકેમિસ્ટ હતા. વધુ અભ્યાસ માટે યુએસએ ગયેલા ખુરાનાએ ૧૯૬૬માં અમેરિકન નાગરિકત્વ મેળવ્યું હતું. માનવીય શરીરના કોષ સંદર્ભે ગહન અભ્યાસ કરીને શોધખોળ કરવા માટે તેમને ૧૯૬૮માં સંયુક્તપણે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. એ જ વર્ષે તેમને કોલંબિયા યુનિવર્સિટીમાંથી પણ એક પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. એમના પિતા પટવારી હતા અને આર્થિક સ્થિતિ સદ્ધર ન હોવા છતાં તેમણે તેમના પાંચેય સંતાનોને ભણાવી ગણાવીને ઉછેર્યા હતા. હરગોવિંદ ખુરાના પહેલેથી જ અભ્યાસમાં કુશળ હોવાને કારણે તેમને શાળા તેમ જ કૉલેજના અભ્યાસ દરમિયાન સ્કૉલરશિપ મળ્યા કરતી હતી. ૧૯૪૫માં એમ.એસસી.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ ભારત સરકારની સ્કૉલરશિપ મેળવીને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા હતા. અહીં ડૉક્ટરેટ મેળવીને તેઓ ભારત પાછા ફર્યા, પણ અહીં તેમને કામ ન મળતા પાછા ઇંગ્લૅન્ડ જતા રહ્યા. પરિણામે આપણે એક હોનહાર વૈજ્ઞાનિક ગુમાવ્યા. ત્યાંથી કૅનેડા ગયા અને અમેરિકા પહોંચી ગયા અને ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું હતું. શરીરની ચયાપચય ક્રિયાામાં મહત્ત્વનો ભાગ ભજવતા પ્રોટિનના સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઇડની ભૂમિકા વિશે રજૂઆત કરનારા તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતા. આરએનએ અને ડીએનએના સંદર્ભમાં તેમણે કરેલા સંશોધનને પગલે વિસ્તૃત સંશોધન શક્ય બન્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1Bc2F2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com