23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખાલી હાથે ઓસ્ટ્રેલિયા આવેલાશરણાર્થીએ ખોબલે ખોબલે નાણાં મેળવ્યા મેની સ્ટલ ખાલી હાથે ઓસ્ટ્રેલિયા આવેલાશરણાર્થીએ ખોબલે ખોબલે નાણાં મેળવ્યા મેની સ્ટલ

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈબીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન અનેક દેશોના નાગરિકોને પારાવાર યાતના ભોગવવી પડી હતી. સૈનિકોની તો મોટી ખુવારી થઇ હતી. સામાન્ય જન ઘરબાર વિનાના થઇ ગયા હતા. શરણાર્થી તરીકે અહીં તહીં ભટકવું પડ્યું હતું.

શરણાર્થીની જિંદગી એક ગુલામ જેવી જ રહેતી હતી. આવા એક શરણાર્થી વિશે અહીં વાત કરવી છે, જેમણે મા-બાપ સાથે શરણાર્થી તરીકે રહેવું પડ્યું હતું. બાળ ઉછેર-ભણતર રખડી પડ્યું હતું. આવા મૂળ પોલેન્ડના પણ બાદમાં શરણાર્થી તરીકે જર્મની અને ઓસ્ટ્રેલિયામાં રહેવું પડ્યું હતું. સંઘર્ષ, મુશ્કેલી અને પડકાર વચ્ચે અસાધારણ સફળતા મેળવી છે-આવી વ્યક્તિ વિશે જાણવાનું મન દરેકને થાય. તો ચાલો મેની સ્ટલની સફળ સફર વિશે જાણીએ.

મેની સ્ટલ પોલેન્ડના પિતા અને જ્યૂઇસ માતાનું સંતાન છે. બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન જર્મની-પોલેન્ડ સહિત યુરોપના ઘણા દેશ સક્રિય હતા. યહૂદીઓ સૌથી વધુ અસર પામ્યાં હતાં. બધા લોકો જીવ બચાવવા નાસભાગ કરતાં હતાં. મેની સ્ટલના માતા-પિતાએ શરણાર્થી તરીકે જર્મનીના એક રેફ્યુજી કેમ્પમાં રહેવું પડ્યું હતું. આ કેમ્પમાં જ મેની સ્ટલનો જન્મ ૧૯૪૮માં થયો હતો. મેનીના જન્મ પછી જેમ તેમ થોડા મહિના શરણાર્થી કેમ્પમાં કાઢ્યા હતા.

મેની સ્ટલ માત્ર સાત મહિનાનો હતો ત્યારે માતા-પિતાએ અન્યત્ર શીફટ થવાનું નક્કી કર્યુ હતું. તેઓ દરિયાઇ માર્ગે પોલેન્ડ-જર્મની વટાવીને ઓસ્ટ્રેલિયાના શહેર પર્થથી ૧૦૦ કિ.મી. દૂર એક શરણાર્થી કેમ્પમાં રહેવા આવ્યા. અહીં પણ મુશ્કેલી અને સંઘર્ષ ચાલુ હતા. જોકે અગાઉ કરતાં સ્થિતિ સારી હતી. આ કેમ્પમાં ત્રણ વર્ષ રહેવું પડ્યું.

મેની સ્ટલ લગભગ ચાર વર્ષનો હતો ત્યારે માતા-પિતા પર્થમાં સ્થાયી થયા. મેનીએ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. દરેક મા-બાપની જેમ મેની સ્ટલના વડીલોનું પણ સ્વપ્ન હતું કે તે ડૉક્ટર-વકીલ કે અન્ય મોટી ડિગ્રી મેળવે. તેમણે જે મુશ્કેલી વેઠી તે સંતાનને ભોગવવી નહીં પડે તે માટે તેઓ મોટાં સ્વપ્ન જોતાં હતાં, પરંતુ પુત્રનું મન જુદું જ વિચારતું હતું.

સ્કૂલનું ભણતર તો પૂર્ણ કર્યું પરંતુ તેનું સ્વપ્ન મા-બાપથી અલગ હતું. તેને અલગ જ પ્રકારનો બિઝનેસ કરવો હતો. ૧૫ વર્ષ પછી ભણવાનું છોડી દીધું. આર્થિક સ્થિતિ નબળી હતી તેથી સ્કોલરશીપ મેળવીને ભણ્યા, સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી જે કામ મળે તે કર્યું પ્રારંભમાં બેન્ક ટોલર તરીકે કામ કર્યું. બાદમાં નાના-મોટા કામ કર્યા.

રમકડાં અને ગીફ્ટના ધંધામાં ઝંપલાવ્યું. તે સમયે આ લાઇનમાં ઓછા લોકો હતા. પારંપરિક ટોયઝ બનાવનારા હતા, પરંતુ આધુનિક રમકડાં બનાવવાનું સાહસ તેમણે શરૂ કર્યુ. પાંચ વર્ષમાં નોંધપાત્ર સફળતા મેળવી.

૨૦મા વર્ષે જ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો. અર્નેસ્ટ એન્ડ યંગનો ઓસ્ટ્રેલિયન એન્ટ્રપ્રેન્યોર ઓફ ધ યરનો એવોર્ડ મેળવીને તેમણે પ્રથમ યુવા બિઝનેસમેન તરીકે સ્થાન મેળવ્યુ. એક સમયના શરણાર્થી અને અર્ધ-ગુલામ એવા મેની સ્ટલનું ૨૦મા વર્ષે નસીબ ખૂલી ગયું. ભણવાની ઉમરે બિઝનેશનો મોટો એવોર્ડ મેળવ્યો. મા-બાપનું ગૌરવ વધાર્યુ અને સંતાનને આ લાઇનમાં આગળ વધવા સલાહ અને પ્રોત્સાહન આપ્યુ.

થોડા વર્ષ બાદ વર્લ્ડ એન્ટ્રપ્રેન્યોર ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન બન્યા.

મેની સ્ટલે માતા-પિતા સાથે સંઘર્ષ કર્યો હતો એટલે તેમનું માનસ પણ એવું થઇ ગયું હતું કે તેમણે સંઘર્ષ કરીને ટકી રહેવા મથતી રમકડાંની કંપની મુસે ટોયઝ ખરીદી લીધી. આમ તો આ કંપની ૧૯૮૫માં સ્થપાઇ હતી, પરંતુ ૧૫ વર્ષ બાદ સફળતા મેળવી શકી નહીં.

રમકડાંની કંપની ૨૦૦૦માં મેની સ્ટલે ખરીદીને રમતી-દોડતી કરી દીધી. રમકડાં ક્ષેત્રનો થોડો ઘણો અનુભવ અગાઉ મેળવ્યો હતો. કંપનીનું વેચાણ દસ વર્ષમાં ૭૦૦ ટકા વધી ગયું. ખાલી હાથે પોલેન્ડથી શરણાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવેલ મેની સ્ટલને ખોબલે ખોબલે નાણાં મળ્યાં.

મુસે ટોયઝ કંપની શોપકીન્સ, માઇક્રો બીન્ઝ, ક્રાફટ ડોલના કારણે વધારે પ્રખ્યાત થઇ. સૌથી વધુ વેચાણ આ પ્રકારના રમકડાનું થયું. ગ્રોસરી ડિપાર્ટમેન્ટ -સ્ટોરની આઇટમમાંથી રોજ રોજ પ્રેરણા મેળવતાં હતા. નાના બાળકો ખુશ થાય તેવા ટાઇની કેરેક્ટરના રમકડાં બનાવ્યા. બાળકોને મોબાઇલથી દૂર રાખવા હોય તો રમકડાં આપીને પ્રવૃત્ત રાખવા જોઇએ.

એનીમલ ટોયઝ ખાસ કરીને પાળેલાં પેટ પ્રાણીનાં રમકડાં બનાવ્યાં. મ્યૂઝીકવાળા ટોયઝની મોટી શ્રેણી બનાવી. બાળકોને નુકસાન નહીં કરે તેવા ટોયઝ બનાવવા પ્રાધાન્યતા આપી. શોપકીન્સ ટોયઝ ૪ થી ૧૦ વર્ષના બાળકોમાં લોકપ્રિય બન્યાં.

અંગૂઠા જેટલા ટોયઝ અવનવા પાત્રો સાથે બનાવ્યા. શોપકીન્સ ટોયઝના નામ જાણવા જેવા છે, જેમાં મુખ્યત્વે કુકીકુકી, કપકેક હેવન, એપલ બ્લોસમનો સમાવેશ છે. મુસે ટોયઝની મુખ્ય બ્રાન્ડમાં એક્વાસેન્ડ, લીટલ લાઇવ પેટસ, માઇટી બિયન્ઝનો સમાવેશ છે. શોપકીન્સ માટે બાળકોમાં ક્રેઝ રહ્યો છે.

આ કંપનીનાં રમકડાં પ્રમાણમાં સસ્તા છે. વિશ્ર્વવિખ્યાત બ્રાન્ડ બાર્બી, લેગો બ્રાન્ડને મુસે ટોયઝે પાછળ મૂકી દીધી છે. કંપની દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરાયેલાં અસંખ્ય રમકડાં ૧૦૦ થી વધુ દેશમાં વેચાય છે. એવોર્ડ વિજેતા રમકડાં બનાવવામાં તેમનું નામ મોખરે છે. ઓસ્ટ્રેલિયા-અમેરિકાની ટોપ પાંચ ટોયઝ કંપનીમાં સમાવેશ છે. વિશ્ર્વના ટોપ ટેનમાં મુસે ટોયઝનું સ્થાન છે.

મેની સ્ટલે ૨૬મા વર્ષે ગીફ્ટવેર કંપની સ્થાપી, જે બાદમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કંપની બની ગઇ. તેમનો દત્તક પુત્ર ૨૦૦૧માં કંપનીમાં જોડાયો. તેણે નવી પેઢીને ધ્યાનમાં લઇને ટોયઝ બનાવવા માંડયા, મેની સ્ટલની પત્ની જેકી પણ ટેલેન્ટેડ હોવાથી ત્રણે મળીને કંપનીને નવી ઊંચાઇએ લઇ ગયા. શોપકીન્સના કારણે મોટી સફળતા મેળવી.

ઓર્ગેનિક ફાર્મિંગ જેવા ક્ષેત્રમાં પણ તેમણે દિલચશ્પી દર્શાવી. પરિવારની સંપત્તિ લગભગ બે અબજ ડોલરની છે. મેની સ્ટલ માતા-પિતા સાથે ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હતા અને મોટા ભાગની ઓસ્ટ્રેલિયન વસ્તી વિદેશી મૂળની છે. હાલ વસ્તી ૨.૫૦ કરોડ જેટલી છે, જેમાં પોણા ભાગના બહારથી આવેલા છે. એરિયાની દૃષ્ટિએ છઠ્ઠો મોટો દેશ છે. ગુજરાતીઓની વસતી નોંધપાત્ર છે.

મેલબર્ન સ્થિત મુસે ટોયઝ કંપની મેની સ્ટલે ખરીદી ત્યારે માત્ર ૧૦નો સ્ટાફ હતો. હાલ હજારો માણસ કામ કરે છે. ૨૦૦૦માં રેવન્યુ ૧૦૦ લાખ ડોલર હતી તે ૨૦૧૫માં વધીને ૯૦૦૦ લાખ ડોલર થઇ હતી.

સંઘર્ષથી સફળ થયેલા મેની સ્ટલના વિચાર પ્રેરણાદાયક છે. તે પૈકી અમુક અહીં પ્રસ્તુત છે. કપરા સમયને સહન અને પડકારનો સામનો કર્યા વિના સફળતા મળતી નથી.

સફળ બિઝનેસમેન પાસે મજબૂત ઇચ્છાશક્તિ, સમર્પણની ભાવના અને ઇન્ટેલીજન્સ હોવી જોઇએ. ફક્ત મનીથી મોટીવેટ થાઓ નહીં, તેનાથી વધુ પ્રેરાવો નહીં. મનીથી સાઇડ બેનીફીટ થઇ શકે છે મની સિવાય અન્ય ઘણાં પરિબળો છે.

બધા માને છે કે અમારી કંપની રમકડાં બનાવે છે પરંતુ મારી ટીમને કહું છું કે આપણી આ ટોયઝ કંપની નથી પરંતુ ક્રિએટીવ હબ છે. સર્જનાત્મક કંપની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

SD84Q3r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com