23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુરુષોએ પણ કરાવવું જોઈએ ફેશિયલ

ટાપટીપ-મૌસમી પટેલ



મહિલાઓ પોતાની ત્વચા અને કોમ્પ્લેક્સને લઈને ખૂબ જ જાગરૂક હોય છે અને સમય સમય પર પાર્લરમાં જઈને કે પછી ઘરે બેઠાં જ ફેશિયલ કરી લેતી હોય છે. જ્યારે પુરુષો મહિલાઓની સરખામણીમાં ત્વચાનું એટલું ધ્યાન નહોતા રાખતા. પણ હવે સમય બદલાયો છે અને પુરુષો પણ નિયમિતપણે પાર્લરમાં જઈને ફેશિયલ કરાવે છે અને પોતાની ત્વચા પ્રત્યે સભાનતાપૂર્વક વર્તન કરે છે. પણ જે હજી સુધી આવું નથી કરતાં એ લોકો માટે આ રહી ફેશિયલ કરાવવાથી શું ફાયદા થાય છે એની થોડી ટિપ્સ-

ૄ ફેશિયલ કરાવતી વખતે અડધોથી એક કલાક સુધી તમારા ચહેરાને મસાજ મળે છે, અને આ મસાજને કારણે સ્ટ્રેસ દૂર થાય છે. આજકાલની બમ્બૈયા લાઈફમાં કોઈ એવું હશે કે જેને સ્ટ્રેસ ના હોય એટલે ફેશિયલ કરાવવાથી ત્વચા તો સુંવાળી બને જ છે, પણ તેની સાથે સાથે સ્ટ્રેસ પણ દૂર થાય છે.

ૄ ઘરે તમે કેટલા પણ પ્રયત્નો કરી લો, પણ પોતાની જાતે ચહેરાનું ક્લિિંંઝગ નથી કરી શકતા. પાર્લરમાં આપવામાં આવતા ૩૦-૪૦ મિનિટના સેશનમાં સારી રીતે ક્લિિંંઝગ થઈ જાય છે.

ૄ શહેરમાં દિવસે દિવસે પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કેે ત્વચાને થોડી એક્સ્ટ્રા કેરની જરૂર પડે છે અને આ કેર ફેશિયલથી તમને મળી રહે છે. ફેશિયલ અકાળે તમારી ત્વચાને વૃદ્ધ થતી અટકાવે છે.

ૄ સામાન્યપણે શરીરનો એવો નિયમ હોય છે કે જો તેના કોઈ પણ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય તો તે ભાગ કુદરતી રીતે જ ગ્લો કરવા માંડે છે. ફેશિયલ કરાવવાને કારણે ચહેરાનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને તેને કારણે જ ફેશિયલ કરાવ્યા બાદ ચહેરા પર ગ્લો આવી

જાય છે.

ૄ ફેશિયલ કરાવો તો તેમાં એક સ્ટેપ આવે છે, એ દરમિયાન દુ:ખાવો થાય. પણ દુ:ખાવા બાદ જ ચહેરો એકદમ ચમકી ઉઠે છે. આવું એટલા માટે થાય છે કે એ વખતે બ્યુટિશિયન આપણા ચહેરા પરના વ્હાઈટ અને બ્લેક હેડ્સ દૂર કરતાં હોય છે. આ બંનેને કારણે ચહેરો ઝાંખો પડી જાય છે.

ૄ આમ તો ત્વચા ખૂબ જ સેન્સિટિવ હોય છે અને તેમાં પણ આંખોની નીચેની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. જરાક પણ બેદરકારી અને દુર્લક્ષથી તેને નુકસાન થવા લાગે છે અને ડાર્ક સર્કલ્સ આવવા લાગે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4o77PW2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com