24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પહાડ જેવડી ભૂલનું પ્રાયશ્ર્ચિત્ત

આજે આટલું જ- શોભિત દેસાઈઇયે જબ્ર ભી દેખા હૈ તારીખ કી નઝરોં ને

લમ્હોં ને ખતા કી થી સદીઓં ને સઝા પાઇ -મુઝફ્ફર રઝમી

તિહાસની નજરોએ એ અત્યાચાર પણ જોયા છે (જ્યારે) ગુનો કર્યો હતો ક્ષણોએ, સજા મળી સદીઓને.

પરમ ઐશ્ર્વર્ય એ વાતનું છે કે સદીઓને બદલે આપણે ઘાત ગઇ સાત દાયકામાં. ખૂબ પુલ બંધાશે હજી ઘણા વખત સુધી. હું એટલું જ જાણું સત્કાર્યોના મોટા પ્રશંસક તરીકે, કે ગંજાવર બહુમતીનો સકુશળ ઉપયોગ થયો. વિરોધીઓને પણ પોતાના કરવાની રાજકીય કુનેહ તો આહાહાહા...

કરીબ આઓ તો શાયદ સમઝમેં આ જાયે

કી ફાસલે તો ગલત-ફહમિયાં બઢાતે હૈં

- મુઝફ્ફર રઝમી

આ મામલો આખા દેશનો છે અને ૧૯૪૯ની પહાડ જેવડી ભૂલનું પ્રાયશ્ર્ચિત્ત કરી જ શકાય ૨૦૧૯માં, એનું નામ રાજકીય કોઠાસૂઝ.

કેન કેસેની ‘વન ફ્લ્યુ ઓવર ધ કુકુ’ઝ નેસ્ટ’ની ઉપરથી બનેલી ફિલ્મની વાત કરું. જેક નિકલ્સન એટલે કે ફિલ્મનો મેકમર્ફી જેલની સજાથી બચવા પાગલખાને જાય છે. વાત છેડે છે એક દિવસ પાગલ સહકેદીઓ સાથે જેલમાંથી છટકી, પીઠામાં બેઠા, પીતાં, સીટી મારતાં, બેઝબોલ ગેમ જોવાની અને તય કરે છે છટકવાનો રસ્તો. આરસનું તોતિંગ વોટરકૂલર ઉખેડી, ભગદાળું પાડીને. પાગલખાનાના બાકીના કેદીઓ ઠેકડી ઉડાડે છે, હોડ બકે છે. મેકમર્ફી તો પૂરેપૂરું જોર લગાડીને ઉતારે છે નવનેજા. પણ વોટરકૂલર ટસથી મસ થવાનું નામ નથી લેતું. છેવટે આંખોથી હાર માનતાં એટલું જ કહે છે: મેં પ્રયત્ન કર્યો...નહીં? એટલું તો કર્યું મેં...

મહાન, ધરમૂળ ફેરફારો પહેલાં તો આવે છે તરંગના રૂપે. પછી એમાં આયોજનનું મોણ ઉમેરાય છે, પછી એ સમયના તવા ઉપર શેકાય છે, પછી એને નિર્ણયનું સ્વરૂપ મળે છે, પછી એ નિર્ણયની રજૂઆત થાય છે જ્યાં એની પીઠબળ અને અસ્વીકારથી પૂજા થાય છે, પછી વહાણા વાય છે. અને દુનિયાથી એ તરંગ લુપ્ત થયાનો અહેસાસ થવા માંડે ત્યારે એને અગમચેતીના રંગરોગાનથી સજાવાય છે અને એક સાવ અણધારી સવારથી સાંજ સુધીમાં એનાં સિદ્ધિ તરીકેનાં વધામણાં લઇને સમય એને સુવર્ણ અક્ષરોથી લખીને તવારીખનું નામ આપે છે. આ છે નરેન્દ્ર મોદી ૧૯૯૧ અને પરમ આદરણીય નરેન્દ્ર મોદી - આદરણીય અમિત શાહ ૨૦૧૯.

અને...વિનમ્રતાની પરાકાષ્ઠા એ છે કે નરેન્દ્રભાઇ અમિતભાઇને એમ કહે, હસ્તધૂનન કરતાં કરતાં કે...

ઉતર ગયા જો તેરે દિલ મેં, શેર કહેલાયા

મૈં અપની ગુંજ થા ઔર ગુમ્બદો મેં રહતા થા.

- શકેબ જલાલી

મહાન જીવન લગભગ ઘોડિયામાંથી કે માના ખોળામાંથી જ નક્કી કરી લેતું હોય છે કે ભીડ પાછળ જવું જ નથી. ભીડ, મોત ના આવે ત્યાં સુધી જીવતી લાશોની ભીડ. ધર્મગ્રંથોને માથે મૂકીને ચાલતી ભીડ. નથી જ ચાલવું સમાજે નિર્મેલી આ ભીડની પીઠ જોતાં જોતાં. એ સમાજ જે વ્યક્તિનો શત્રુ રહ્યો છે. એ સમાજ જે ચાહી શકે છે તમને માત્ર ઘેટાંના રૂપમાં, વ્યક્તિ તરીકે નહીં જ નહીં. કેમ? વ્યક્તિ એટલે બગાવતની ભરપૂર શક્યતા. વ્યક્તિ એટલે રણશિંગુ ફૂંકવાની ફેફસાંની અધધધ શક્તિ. આવા જીવનનું બાળપણ એટલે હોશનું પહેલું કિરણ ફૂટવાની ક્ષણ. જેવું વરતાય કે તરત શોધાય રસ્તો ભીડથી અલગ ચાલવાનો. આંખ મીંચાય અને અક્ષરો વંચાય- હોશથી જીવે છે એ મરતા જ નથી અને બેહોશીમાં છે એ જીવતા જ નથી, અને...અને...તરત જ જાણી જવાય...મહેસૂસ થાય કે

કરુણા શું બીજી હોઇ શકે આથી વધુ મોટી?!

પીડા પૂરી થઇ ત્યારે જ પાછું ભાન શીખવાડ્યું.

અને સમાજ ઘેટાંને શોધાવ્યા જ કરતો હોય કરુણા સ્કવેર ફીટમાં, આંકડામાં, ટર્ન ઓવરમાં, ફાર્મ હાઉસમાં, ફોર્બ્સના ક્રમાંકોમાં.

આજની વાત ગંજાવર બહુમતીથી શરૂ કરી હતી આપણે. એ મળી એ પહેલાં ઉત્તરાખંડની ગુફામાં બે વિકલ્પ મોદીજીને દેખાયા...

એક

ઓ ઈશ્ર્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ

બીજો

જરૂરી તો નથી, રહું પ્રાર્થનામય; અને તારું જ કાયમ નામ આવે

જરૂરી છે તો કેવળ એટલું કે જીવન મારું બીજાને કામ આવે

મોદીજીએ બીજો વિકલ્પ પસંદ કર્યો...

આજે આટલું જ...આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p30HV33F
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com