24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહિલાઓ માટે બોધપ્રદ પુસ્તક

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશીપુસ્તકનું નામ- સુખરૂપ સ્ત્રી સંસાર

લેખક- માણેકબાઈ કહાનજી કવિ

પ્રકાશક-ઉલ્લેખ નથી

પ્રકાશન- ૧૯૧૩, કુલ પાના-૨૫૬

કિંમત- ઉપલબ્ધ નથીસુખરૂપ સ્ત્રી સંસાર પુસ્તક સંસાર અન્ો સ્વધર્મસંબંધી દોઢેક દાયકામાં થયેલાં પ્રસંગોપાત ભાષણો અન્ો લખાણોનો સંગ્રહ છે. લખાણોના વિષયોન્ો આનુષંગિક પુસ્તકનું નામ સ્ત્રી સુબોધિની અથવા સુખરૂપ સ્ત્રી સંસાર એવું રાખવામાં આવ્યું હતું એવો ઉલ્લેખ લેખિકાએ નિવેદનમાં કર્યો છે. આ પ્ાૂર્વે લેખિકાની દીકરી રત્નબાઈએ પણ સ્ત્રી ધર્મબોધ અન્ો ગ્ાૃહિણી સુવિચારમાળા નામે બ્ો પુસ્તકોનું પ્રકાશન કર્યું હતું. ત્ોન્ો મળેલા અભૂતપ્ાૂર્વ પ્રતિભાવન્ો લીધે લેખિકાએ પણ પોતાના આ પુસ્તકના પ્રકાશન વિશે વિચાર્યું છે, એવી નોંધ મળે છે.

નિવેદન પછી સામળ ભટ્ટના દોહા સાથે પુસ્તકનો ઉઘાડ થાય છે. અનુક્રમણિકામાં દર્શાવ્યા મુજબ પુસ્તકમાં છેલ્લે આપ્ોલાં વિવિધ અભિપ્રાયોન્ો બાદ કરીએ તો ૨૮ પ્રકરણોમાં પુસ્તક વહેંચાયેલું છે. નિવેદન, ઈત્યાદિથી શરૂ થયેલો ઉઘાડ પ્રતાપી સ્ત્રીઓના સુવચન, પતિવ્રતા પ્રશંસા, ઈશ્ર્વર પ્રાપ્તિ જેવા પ્રકરણોમાં સ્ત્રીઓના સુવચનોની સાથે વિસ્ત્ાૃત થાય છે.

મહાત્મા વિદુરનો ઉપદેશ, શ્રી ઋષભદેવનો પુત્રપ્રતિ ઉપદેશ, મહાસતી મદાલસાનો પુત્ર પ્રતિ ઉપદેશ જેવા કેટલાંક મહાનુભાવોના ઉપદેશના માધ્યમથી પણ સ્ત્રી સંબંધિત કેટલીક બાબતોન્ો ઉજાગર કરવામાં આવી છે. ત્યારબાદના પ્રકરણોમાં રામ મહિમા, દયા ધર્મ, શ્રીકૃષ્ણનો ઉદ્ધવ પ્રતિ ઉપદેશની વાત મૂક્યા પછી લેખિકાએ ગુરુ મહિમા અન્ો સ્ત્રી શિક્ષક જેવા વિષયન્ો ચર્ચવા સાથે સતી અન્ો પાર્વતી, દાન મહિમા વિશે વાત કરી છે. સતી દ્રૌપદીએ સત્યભામાન્ો સ્ાૂચવેલું પતિવશીકરણ જેવા ઓછા જાણીતા મુદ્દાન્ો વણી લઈન્ો લેખિકાએ એક નવી જ વાત મૂકવાનો યત્ન કર્યો છે. મનુષ્ય જન્મ અન્ો સત્સંગ, સ્ત્રીઓની હાલની સ્થિતિ, ક્ધયાઓનું જીવન શી રીત્ો સુધરે, લાજનો રિવાજ જેવા વિષયો ઉપર પણ એમણે પોતાના વિચારો પ્રગટ કર્યા છે.

સ્ત્રી ઉન્નતિની સાધના, સ્ત્રી મંડળની આવશ્યકતા જેવી સમયની જરૂરિયાતન્ો પારખીન્ો લેખિકાએ આ મુદ્દે પણ ક્રમબદ્ધ વિચારો પ્રસ્તુત કર્યા છે. સૌરાષ્ટ્રદેશની પ્રાચીન સ્ત્રી કવિઓ, સુઘડ સ્ત્રીની પ્રશંસા, સંસ્કારનો સાર અન્ો સંસાર બોધ, પવિત્ર ધર્મ અન્ો સ્ોવા પ્ાૂજા, માતા ભુવન્ોશ્ર્વરી, સામાન્ય આચારવિચાર, વાણી વિવેક, દેશ-વિદેશની સ્ત્રી કેળવણી જેવા પ્રકરણોન્ો પોતાના પુસ્તકમાં સામેલ કરીન્ો લેખિકાએ એક નવી દિશા ચીંધી આપી છે.

પોતાના નિવેદનમાં લખ્યું છે એ ઉપરથી વિચારીએ તો પુસ્તક સીધી રીત્ો સ્ત્રીઓન્ો, સ્ત્રીઓ માટે શિખામણરૂપ વિષયો, મુદ્દાઓ અન્ો બાબતોન્ો સાંકળી લે છે. પરંતુ પુસ્તકના પાના ઉપરથી પસાર થતાં જોઈએ તો પુસ્તક માત્ર એ પ્રકારનું નથી. લેખિકાએ પોતાના વિચારોન્ો આધાર આપવા માટે આપણી સંસ્કૃતિના કંઇકેટલાય મહાનુભાવોના વિચારો અન્ો એમના વક્તવ્યોમાંથી ઉદ્ધરણો આપ્યાં છે. જેમકે, પ્રતાપી સ્ત્રીઓના સુવચન નામના પહેલા પ્રકરણમાં લેખિકાએ મૈત્રીયીન્ો બ્રહ્મપ્રાપ્તિ બાબત્ો ઉલ્લેખ કર્યો છે એમાં, જ્યારે ઋષિ યાજ્ઞવલ્કયે વનમાં જવા પ્રયાણ કર્યું, ત્યારે પોતાની સર્વ સંપત્તિ પોતાની સ્ત્રી કાત્યાયની અન્ો મૈત્રેયી વચ્ચે વહેંચી લેવાની આજ્ઞા કરી. મૈત્રેયીન્ો વૈરાગ્ય ઉપજ્યો હતો, ત્ોથી ત્ોણે સર્વે વસ્તુઓ કાત્યાયનીન્ો આપી, પોત્ો ઋષિ સાથે વનમાં આવવાની ઈચ્છા બતાવી. ઋષિએ એ મુજબ કર્યું. થોડા દિવસો પછી વનવાસમાં રહ્યા પછી જ્યારે ઋષિએ મૈત્રેયીન્ો પ્ાૂછ્યું કે અહીં ગમે છે કે નહીં. ત્યારે મૈત્રેયીએ પ્ાૂર્વજીવનના સુખની વાત કરી. ઋષિએ એમન્ો બોધ આપ્યો કે ધન માલ સર્વ પરમાત્માનું જાણી, તન મન ધનથી પરોપકાર કરવો એ જ ખરેખરો ત્યાગ અન્ો એમાં જ ખરેખરું સુખ છે. પતિનાં આ સુબોધ વચનો આચરણમાં મૂકીન્ો મૈત્રેયી આનંદરૂપ બ્રહ્મપદન્ો પામી.

મહિલાઓ માટે બોધપ્રદ અન્ો ઉપદેશકારક આવા પુસ્તકોનો ચાલ એ જમાનામાં શરૂ થયો હતો એ પણ ઘણી મહત્ત્વની બાબત છે. આજે સ્ત્રી સશક્તીકરણના જમાનામાં આવા પુસ્તકોનો ફાલ ઊતરે છે ત્યારે આવા પુસ્તકોનું મહત્ત્વ અન્ો મહત્તા જરા સમજવા અઘરાં પડે એમ છે. છતાં લેખિકાએ આ શ્રમસાધ્ય કાર્ય કરીન્ો, પોતાના વિચારો, પ્રવચન અન્ો લેખોનું સંપાદન કરીન્ો ગુજરાતી સાહિત્ય અન્ો ગુજરાતી ભાષા ઉપર મોટો ઉપકાર કર્યો છે. એ માટે લેખિકા ધન્યવાદન્ો પાત્ર છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

265L0qN
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com