26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રોચ્છ્રયસ્વ તે શિરમ, રામરાજ્યવાસી ત્વમ

એક્સરે- પરખ ભટ્ટજામયાન્ગના પિતા સુથારીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે! એની પત્ની ડૉ. સોનમ સરકારી નોકરી કરી રહી છે. લોકસભા ચૂંટણી વખતે ફોર્મ ભર્યું ત્યારે તેની કુલ સંપત્તિ ૧૦ લાખ રૂપિયા હતી! કેન્દ્ર સમક્ષ તેની ફક્ત એક જ માંગ હતી : લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની! એ સિવાય તેને કશું જ ખપે એમ નહોતું. કોંગ્રેસીઓના રાજમાં લદ્દાખવાસીઓને જે તકલીફો અને પક્ષપાતનો સામનો કરવો પડ્યો હતો તેનાથી તેઓ ત્રાસી ચૂક્યા હતાંજેનિર્ણયની ભારતભૂમિ વર્ષોથી પ્રતીક્ષા કરી રહી હતી એ છેવટે ગુજરાતના બે સપૂતોએ અમલમાં મૂકી બતાવ્યો. ભારત માઁના શિર પર કાંટાળા તાજની માફક ખૂંચી રહેલા કાશ્મીરને નર્કયાતનામાંથી મુક્ત કરાવવાની દિશામાં એક પગલું ભરવામાં આવ્યું. આજે તે શાનથી ભારતની ટોચ પર બિરાજમાન થઈ શક્યા છે તેનો સમગ્ર શ્રેય મોદી સરકારને ફાળે જાય છે એ સ્વીકારવું રહ્યું. જ્યારે ઈતિહાસ લખાશે ત્યારે ભારતને ખરા અર્થમાં રામરાજ્ય બનાવવા માટેની ઉપલબ્ધિ પણ એમના જ ફાળે જશે! ગર્વથી મસ્તક ઊંચું રાખો, કારણ કે તમે રામરાજ્યમાં છો! એ શીર્ષકમાં આપેલા શ્ર્લોકનો અનુવાદ છે. લોકસભામાં પણ બહુમતી સાથે હેમખેમ આખું મિશન પાર પડી ગયું. બીજી એક નોંધવાલાયક બાબત અથવા વ્યક્તિ ધ્યાનમાં આવી એ હતી : જામયાન્ગ ત્સેરિંગ નામગ્યાલ!

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ પોતાના ટ્વિટર પર આ ૩૪ વર્ષીય યુવાનની ખૂબ પ્રશંસા કરી. ૨૮ વર્ષના સૌથી યુવાન લોકસભા કેન્ડિડેટ તેજસ્વી સૂર્યાના દાવેદારી નોંધાયાના ત્રીજા જ દિવસે લદ્દાખની બેઠક પરથી જામ્યાંગને ટિકિટ આપવામાં આવી. ભાજપ ઘણા સમયથી યુવાવર્ગને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયત્નોમાં લાગેલો છે, કારણ કે તેમને ખ્યાલ છે કે ભવિષ્યમાં આ નવી પેઢી જ પક્ષને સાચવી રાખવામાં મદદરૂપ થશે. બીજી બાજુ, કોંગ્રેસ દિવસે ને દિવસે મૂર્ખામીઓ કરી રહી છે. આંતરિક વિખવાદો, નિર્ણયાત્મક શક્તિનો અભાવ અને અસ્થિરતા એટલી હદે વધી ગયા છે જેની કોઈ સીમા નથી! કાશ્મીર મુદ્દે જ્યારે ફેંસલો આવ્યો ત્યારે કોંગ્રેસની વર્તણૂક સૌ કોઈએ નિહાળી. તેમની પાસે મજબૂત થિંક ટેન્કથી માંડીને દેશની કરોડરજ્જુ ગણાતાં યુવા નેતાઓની ભરપૂર કમી છે. એક સમયે રાહુલ ગાંધીને યુવા નેતા તરીકે ભારતની જનતાએ માથે બેસાડીને રાખ્યો હતો, પરંતુ યોગ્ય આયોજનને અભાવે એ ટેગનો ઉપયોગ ન કરી શકાયો. આ તરફ, ભાજપે દેશની સૌથી મહત્ત્વની ચૂંટણીમાં બેંગલોર અને લદ્દાખમાંથી બે નવજુવાનિયાઓને તક આપીને પુરવાર કર્યું કે ભાજપ ફક્ત જૂની વિચારધારા સાથે આગળ ધપવામાં વિશ્ર્વાસ નથી ધરાવતું. નવા જમાનાના દૃષ્ટિકોણનું અહીં સ્વાગત છે.

જામયાન્ગ જે આત્મવિશ્ર્વાસ અને આંકડાકીય માહિતીઓના પુરાવા સાથે લોકસભામાં ૧૮ મિનિટ સુધી બોલ્યો એ જોઈને ભલભલા સંસદસભ્યોએ મોઢામાં આંગળા ઘાલી દીધા હતાં. જ્યારે તે પોતાની સ્પીચ આપવા માટે ઊભો થયો ત્યારે કોઈને એની પાસેથી ખાસ કશી અપેક્ષા નહોતી. એક તો પહેલી વખતનો સંસદસભ્ય, ને એમાં પણ પહેલીવહેલી સ્પીચ! બે-પાંચ મિનિટ બોલીને બિચારો બેસી જશે એવું જ સૌને લાગી રહ્યું હતું. પરંતુ જામયાન્ગે ધૂંઆદાર અંદાજમાં શરૂઆત કરી. ૨૦૧૧માં કોંગ્રેસ દ્વારા સેન્ટ્રલ યુનિવર્સિટી ન આપવાની પક્ષપાતની સમસ્યાથી શરૂ કરીને મોદી સરકારના નિર્ણયો શા માટે યોગ્ય છે ત્યાં સુધીની બધી જ વાતો એણે આવરી લીધી. વચ્ચે વચ્ચે જેટલા વિપક્ષીઓએ એને અટકાવવાનો પ્રયત્ન કર્યો એને પણ બેસાડી દેવામાં આવ્યા. આટલા વર્ષોથી તમે જ તો બોલો છે, હવે અમને પણ બોલવા દો! જામયાન્ગની આ દલીલ પર પ્રત્યેક સંસદસભ્ય આફરીન પોકારી ગયો. ૩૪ વર્ષના આ જુવાનિયાએ લોકસભામાં શેર-શાયરી અને હસાયરાની રમઝટ બોલાવી દીધી. અને એ પણ પોકળ દલીલો થકી નહીં, પરંતુ નક્કર ડેટા ફેક્ટ્સના માધ્યમથી! પીડીપી, નેશનલ કોંગ્રેસ સહિત એમાંના નેતાઓ ઓમર અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તી પર એવા જોરશોરથી વ્યંગબાણો છોડ્યાં, જેનાથી તમામ વિપક્ષીઓ બરાબરના ઘાયલ થયા. અમિત શાહ, સ્મૃતિ ઇરાનીનું જામયાન્ગને ભરપૂર સમર્થન મળ્યું.

સ્વાભાવિક વાત છે સાહેબ! સાવ નોન-પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવનારા જામયાન્ગે લદ્દાખની સમસ્યાનો મૂળિયાથી સામનો કર્યો છે. મહેબૂબાની પીડીપી સરકાર અથવા નેશનલ કોંગ્રેસ દ્વારા કઈ રીતે લદ્દાખના રહેવાસીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે એ જામયાન્ગે નજર સમક્ષ નિહાળ્યું છે. બેચલર ઇન આર્ટ્સ કરવા માટે જ્યારે તેણે જમ્મુની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી તેની પોલિટિકલ કરિયર શરૂ થઈ. ‘ઓલ લદ્દાખ સ્ટુડન્ટ અસોસિયેશન’માં એક વર્ષ સુધી તે પ્રેસિડન્ટ રહ્યો અને ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ ભાજપમાં જોડાયો. એ સાલ હતી, ૨૦૧૨ની!

રાષ્ટ્રીય સ્તર પર ફરી એકવાર ભાજપ મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યો હતો. બિલ્કુલ એ સમયે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ આવી. ભૂતકાળમાં ત્રણ વર્ષ સુધી ભાજપના નેતા થમ્પસ્તન છેવાંગના પ્રાઈવેટ સેક્રેટરી રહી ચૂકેલા જામયાન્ગને આ વખતે છેવાંગનું લોકસભા કેમ્પેઇનિંગ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. એની મહેનત જાણે રંગ લાવી હોય એમ સાવ નજીવા એવા ૩૬ મતના માર્જિનથી છેવાંગને ચૂંટણીમાં જીત હાંસિલ થઈ. ૨૦૧૫માં તો તે ખુદ કાઉન્સેલરની પોસ્ટ માટે માર્તેસ્લાંગની બેઠક પરથી ચૂંટણી લડ્યો અને ૮૨૫ વોટના તફાવતથી જીત્યો પણ ખરો!

જામયાન્ગ પ્રત્યે ભાજપનો વિશ્ર્વાસ દૃઢ થતો ગયો. છેવટે ગત લોકસભા ચૂંટણીમાં તેને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાનો અવસર આપવામાં આવ્યો. પરિણામો આવ્યા ત્યારે ૧૧,૦૦૦ વોટના માર્જિનથી જામયાન્ગની જીત થઈ હતી. લોકસભામાં એન્ટ્રી તો મળી ગઈ, પરંતુ ઝવેરીએ પારખેલા આ હીરાને બોલવાની તક નહોતી મળતી. જમ્મુ-કશ્મીર અને લદ્દાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત રાજ્યો જાહેર કરતા આખરે જામયાન્ગની કિસ્મત ચમકી અને લોકસભામાં તેણે પોતાની વાક્છટાનો પરિચય આપીને જતાવી દીધું કે, છોટે હૈ તો ક્યા હુઆ? હમ કિસી સે કમ નહીં!

પિતા સુથારીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે! એની પત્ની ડૉ. સોનમ સરકારી નોકરી કરી રહી છે. લોકસભા ચૂંટણી વખતે ફોર્મ ભર્યું ત્યારે તેની કુલ સંપત્તિ ૧૦ લાખ રૂપિયા હતી! કેન્દ્ર સમક્ષ તેની ફક્ત એક જ માંગ હતી : લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની! એ સિવાય તેને કશું જ ખપે એમ નહોતું. કોંગ્રેસના શાસનમાં લદ્દાખવાસીઓને જે તકલીફો અને પક્ષપાતનો સામનો કરવો પડ્યો હતો તેનાથી તેઓ ત્રાસી ચૂક્યા હતાં. જાતઅનુભવ કરીને ત્યાંની જનતાનો અવાજ બનેલા જામયાન્ગને ફક્ત પોલિટિક્સમાં જ નહીં પરંતુ કવિતાઓમાં પણ રસ છે. ભોટી ભાષામાં તેનું પુસ્તક પણ છપાઈ ચૂક્યું છે. લોકસભામાં તેનો જે શાયરાના અંદાજ જોવા મળ્યો એ કાબિલેતારીફ છે. દેશને જરૂર છે આવા યુવા નેતાઓની, જે ભવિષ્યમાં ભારતની ધુરા સંભાળી શકવા માટે કાબિલ હોય!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

t80B215J
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com