23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગોર્જિયસ ગોરખ કલ્યાણ: ઝમીં સે હમેં આસમાં પર, બિઠા કે ગિરા તો ન દોગે

સેેહત કે સૂર - નંદિની ત્રિવેદીધોધમાર વરસાદ વરસી ગયા પછીની નશીલી શાંતિ છે. ચંદ્ર-તારા વિનાની નિરભ્ર રાત્રિના સન્નાટાને છેદવા ઘરની બારીનાં પડદા ખોલતાં જ ઠંડી હવાની લહેરખી રૂમમાં ધસી આવે છે. આહા! ફ્રેન્ચ વિન્ડોઝની બેઠક પર લંબાવીને રેડિયોની સ્વિચ ઑન કરતાં જ એક આલ્હાદક ગીત શરૂ થાય છે. ઝમીં સે હમેં આસમાં પર બિઠા કે ગિરા તો ન દોગે, અગર હમ યે પૂછે કે દિલ મેં, બસા કે ભૂલા તો ન દોગે...! કેટલાં વર્ષે ફિલ્મ ‘અદાલત’નું આ ગીત સાંભળીને તરબતર થઈ જવાયું. ગીત બદલાતાં રેડિયો બંધ કરીને આ જ ગીત ઓછામાં ઓછી ૧૦ થી ૧૨ વાર એ ને એ જ વખતે યુટ્યુબ પર સાંભળી લીધું. ફિદા થઈ જવાયું મદનમોહન સાહેબની એ તરજ પર, આશા-રફીની મજેદાર જુગલબંદી પર. ‘અદાલત’નાં અન્ય ગીતોની સરખામણીએ આ ગીત પ્રમાણમાં ઓછું સાંભળવા મળે છે, પરંતુ અદભુત ગીત છે.

સંગીતકાર મદનમોહનનો પ્રિય રાગ છે કલ્યાણ. એમનાં ઘણાં ગીતોમાં એમણે કલ્યાણના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કર્યો છે જેમાં, યમન કલ્યાણનાં ગીતો ઊડીને આંખે વળગે એવાં છે. એ વાત આપણે રાગ યમનની ચર્ચા કરતી વખતે કરીશું, પરંતુ આ ગીત મહદ્દઅંશે રાગ ગોરખ કલ્યાણ-બાગેશ્રીનો સ્પર્શ ધરાવતું ગીત છે.

અલબત્ત, રંજકતત્ત્વ ઉમેરવા અન્ય સ્વરો પ્રયોજાયા છે. પણ આછી ઝલક ગોરખ કલ્યાણની જોવા મળતાં ચિત્ત પ્રસન્ન થઈ ગયું. આપણે અહીં વાત કરવી છે રાગ ગોરખ કલ્યાણની. ખૂબ જ મધુર રાગ છે. આરોહમાં સાતમાંથી ત્રણ સ્વરો વર્જ્ય હોવાથી એની અજોડતા (યુનિકનેસ) ઊડીને આંખે વળગે એવી છે. આ રાગ સાંભળીને તમારો મૂડ સુધરે નહીં તો આપણે હારી જવું!

આ જ રાગમાં ગાલિબની એક કાબિલેતારીફ ગઝલ છે :

ફિર મુઝે દીદ-એ-તર યાદ આયા

દિલ જીગર તશ્ર્ન-એ-ફરિયાદ આયા

જેનો અર્થ છે, મને ફરીથી એ ભીની આંખ યાદ આવે છે ને મારું હૃદય તરસ્યું થઈ જાય છે. અન્ય એક શેર પણ કેવો સુંદર છે!

ઝિંદગી યૂં ભી ગુઝર હી જાતી

ક્યૂં તેરા રાહગુઝર યાદ આયા

જીવન તો આમેય વીતી જવાનું જ હતું, પરંતુ જ્યાંથી એ પસાર થતી રહી એ રસ્તો હું કેમ હજુ ભૂલી શકતો નથી?

----------------------------------------------

જર્મન કવિ રિલ્કેએ સંગીતને સંબોધીને કવિતા લખી હતી. એનો અંગ્રેજી અનુવાદ આ રીતે થયો છે :

ઝજ્ઞ ખીતશભ

ઝવય બયિફવિંશક્ષલ જ્ઞર તફિિીંંયત. ઙયવિફાત:

ઝવય િીશયિં જ્ઞર શળફલયત. ઢજ્ઞી, હફક્ષલીફલય ૂવયયિ

હફક્ષલીફલયત યક્ષમ. ઢજ્ઞી, શિંળય

તફિંક્ષમશક્ષલ તિિંફશલવિં રજ્ઞિળ વિંય મશયિભશિંજ્ઞક્ષ

જ્ઞર િિંફક્ષતાશશિક્ષલ વયફિતિં.

ઋયયહશક્ષલત, રજ્ઞિ ૂવજ્ઞળ? ઘ, ુજ્ઞી જ્ઞર વિંય રયયહશક્ષલત

ભવફક્ષલશક્ષલ શક્ષજ્ઞિં ૂવફિ?ં- શક્ષજ્ઞિં ફક્ષ ફીમશબહય હફક્ષમતભફાય.

ઢજ્ઞી તિિંફક્ષલયિ: ળીતશભ. ઢજ્ઞી ભવફળબયિ જ્ઞર જ્ઞીિ વયફિિં

ૂવશભવ વફત જ્ઞીલિંજ્ઞિૂક્ષ ીત. ઘીિ શક્ષક્ષયિ ળજ્ઞતિં તયહર,

િિંફક્ષતભયક્ષમશક્ષલ, તિીયયુયમ જ્ઞીિ,ં-

વજ્ઞહુ રફયિૂયહહ:

ક્ષજ્ઞૂ વિંફિં વિંય શક્ષયિંશિજ્ઞિ તીિજ્ઞિીક્ષમત ીત

વિંય ળજ્ઞતિં ાફિભશિંભયમ જ્ઞર મશતફિંક્ષભયત, ફત વિંય જ્ઞવિંયિ

તશમય જ્ઞર વિંય ફશિ:

ાીયિ,

યક્ષજ્ઞળિજ્ઞીત

ક્ષજ્ઞ હજ્ઞક્ષલયિ વફબશફિંબહય.

-છફશક્ષયિ ખફશિફ છશહસય

એક જ વાક્યમાં એનું હાર્દ કહેવું હોય તો એ છે કે સાચે જ સંગીત એટલે જ્યાં બધી ભાષાઓ સમાપ્ત થાય છે તે. શાસ્ત્રીય સંગીતની કમાલ એ જ છે કે જેમાં ભાષા અને શબ્દોનું મહત્ત્વ નગણ્ય છે. માત્ર સ્વર જ સર્વોપરિ છે.

---------------------------------------

ગોરખ કલ્યાણ

રાગ ગોરખ કલ્યાણમાં વાદી સ્વર મધ્યમ ખૂબ સ્ટ્રોંગ છે. રાગ ગાતી વખતે મધ્યમ પર વિરામ લઈને બહેલાવવામાં આવે છે. રાગ નારાયણી સાથે સામ્યતા ધરાવતા ગોરખ કલ્યાણને જુદો પાડતા સ્વરો છે મધ્યમ અને પંચમ. નારાયણીમાં વાદી સ્વર અને ન્યાસ પંચમ છે.

ગોરખ કલ્યાણમાં મંદ્ર સપ્તકનો કોમળ નિષાદ પણ રાગનું સૌંદર્ય વધારે છે. એ જ રીતે આરોહમાં નિષાદ વર્જ્ય હોવાથી એ બાગેશ્રીથી જુદો પડે છે. ત્રણેય સપ્તકમાં બહેલાવી શકાય એટલી ગહનતા આ રાગમાં છે. એનું નામ ભલે ગોરખ કલ્યાણ છે, પરંતુ આ રાગ કલ્યાણ અંગનો કે કલ્યાણ થાટનો નથી.

--------------------------------------------

મૂડ સુધારનાર રાગ

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વિચારીએ તો માથાનો દુખાવો દૂર કરવા માટે આ રાગના સ્વરો સંભળાવવામાં આવે છે. એટલો બધો મેલોડિયસ છે કે ખાસ તો તમારો મૂડ ખરાબ થઈ ગયો હોય તો આ રાગ સાંભળવાથી મૂડ સુધરે છે.

આ રાગના સ્વરો એટલા બધા સૂધિંગ અને માનસિક શાતા આપનારા છે કે તમે સળંગ એક કલાક પણ સાંભળો તોય કંટાળો ન આવે.

આ રાગ મગજનો ભાર હળવો કરે છે તેમજ તેની હકારાત્મક અને પ્રોત્સાહક મેલડી જિંદગીમાં ઉમંગ-ઉત્સાહનું વાતાવરણ ઊભું કરે છે.

--------------------------------------------

કયા કલાકારોને સાંભળશો?

આ રાગ માટે મારી પર્સનલ ચોઈસ છે, પં. રસિકલાલ અંધારિયા અને પ. યશવંતરાય પુરોહિતે ગાયેલો ગોરખ કલ્યાણ અને એની લાજવાબ બંદિશ આંખનવા લાગે ના. આ સિવાય ઉ. રાશિદખાનનો ગોરખ કલ્યાણ બેશક, તમારો મૂડ સુધારશે. પં. સંજીવ અભ્યંકર, અતીન્દ્ર સર્વાડિકરનો ગાયેલો આ રાગ પણ સાંભળી શકો છો. આ રાગમાં ફિલ્મી ગીતો ઓછાં છે. શુદ્ધ શાસ્ત્રીય સાંભળવાની મજા વધારે છે. એમાંય માથાનો દુખાવો કે મગજનો ભાર હળવો કરવા શુદ્ધ શાસ્ત્રીય રાગ જ સાંભળવો જોઈએ.

---------------------------------------------

નિષ્કર્ષ

માનવ શરીર પર સંગીત ઉપચારનું મહત્ત્વ ઘણું છે. સંગીત ઉપચારથી કોમ્યુનિકેશન, ભાષા સમૃદ્ધિ વિકસે છે અને બૌદ્ધિક વિકાસ થાય છે. કટોકટીના સમયે કે જ્યારે માનવમન પીડાગ્રસ્ત છે, ત્યારે અમુક સંગીત પીડા હળવી કરી શાતા આપે છે. રવીન્દ્રનાથ ટાગોરે એક સ્થાને એટલે જ કહ્યું છે, "સંગીત દ્વારા જ મને એ બોધ થયો કે મુક્તિ મારી છે. હું એ મુક્તિનો અનુભવ કરી શકું છું. સંગીતના માધ્યમે હું દેહ અને મનથી બહુ દૂર ચાલ્યો જઉં છું. મારાપણું ભૂલી જઉં છું. સંગીત સહજપણે મને લૌકિક બંધનોથી ઉપર ઉઠાવે છે. હું ત્યાં પહોંચી જઉં છું જ્યાં પરમ તત્ત્વની અનુભૂતિ થાય છે.

હા, દરેક વ્યક્તિ તંદુરસ્તી તથા મનદુરસ્તી અલગ હોવાથી ઉપચારની પ્રક્રિયા પણ અલગ જ હોય છે. દરેક રાગ એ ચોક્કસ મૂડ અથવા લાગણી સાથે સંકળાયેલો છે, જેની અસર કુદરતી રીતે જ માનવ મન પર પડે છે. જેમ પરફોર્મ કરવા માટે કે ગાવા માટે સંગીત સાધના જરૂરી છે એ જ રીતે યોગ્ય ઉપચારને યોગ્ય પ્રતિસાદ મળે એ માટે પણ શ્રવણ સાધના અનિવાર્ય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

53831615
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com