27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટોપી પહેરાવવી એટલે શું?
હિતેન્દ્ર ભાલરિયાના જીવનના પ્રેરક પ્રસંગો તબક્કાવાર પ્રકાશિત કરવામાં આવશે

એક દૂજે કે લિયે ભાવનાબહેનહિતેન્દ્ર ભાલરિયા પ્રેમનો એવો સેતુ છે: ‘ચા કેટલી મીઠી કરું?’ઉત્તરમાં પતિ જણાવે છે ‘બસ એક ઘૂંટ પીને આપી દે...’લેખક: પ્રકાશ શાહસ્ટેનલેસ સ્ટીલના સરતાજ લેખાતા હિતેન્દ્ર ભાલરિયા એક છેડે વ્યવસાયિક સ્તરે નિતનવા સોપાન સર કરતા ગયા ત્યારે બીજે છેડે સાંસારિક ક્ષેત્રમાં પણ પરિવર્તન આવ્યું. બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા. સાવરકુંડલાનાં ભાવનાબહેન સાથે લગ્ન થયાં. ભૂતકાળને સ્મરતા વિલેપાર્લાનિવાસી હિતેન્દ્રભાઇ જણાવે છે કે ‘ભાવનાને પ્રથમ વાર જોઇ ત્યારે મને નાની લાગી, પછી એક વાર સાડીમાં જોયા બાદ લગ્ન માટે હા પાડી.’ સહધર્મચારિણી ખરા અર્થમાં અર્ધાંગના બની. કાર્યેષુ મંત્રી... મુજબ બિઝનેસ ગ્રોથમાં ભાવનાબહેને ખભેખભા મિલાવીને હિતેન્દ્રભાઇને સાથ-સહકાર આપ્યો. ભાવનાબહેનના જણાવ્યા મુજબ ‘પતિ વેપારની પ્રગતિ કાજે મોટા ભાગે મુંબઇની બહાર કે વિદેશ પ્રવાસે રહેતા. ત્યારે હું તેમની ઑફિસ સંભાળતી. અંદાજે સતત ૧૬ વર્ષ સુધી ઘરની જવાબદારી સંભાળવા સાથે નિયમિતપણે ઑફિસ જતી.’ આ માટે તેઓ સંયુક્ત પરિવારના સાથ-સહકારને શ્રેય આપે છે. ઘરે આવતાં મોડું થાય ત્યારે સંયુક્ત પરિવારને કારણે સંતાનોની કે ઘરની ચિંતા લગીરે ન રહેતી. તેમના મતાનુસાર સંયુક્ત પરિવારને લીધે સંતાનોમાં સંસ્કારનું સિંચન થવા ઉપરાંત પ્રેમ, હૂંફ અને લાગણીનો પણ સંચય થાય છે. ભાલરિયા દંપતીને નીલ નામે દીકરો અને પ્રાપ્તિ નામે દીકરી સમાન પુત્રવધૂ છે.

એક છેડે સાંસારિક ક્ષેત્રમાં પરિવર્તન સજાર્યું ત્યારે બીજે છેડે વ્યવસાયિક સ્તર પર પોતાની ક્ષિતિજ વિસ્તારતા ગયા. સાથે સાથે નિતનવા અભ્યાસક્રમ તથા કોર્સ કર્યા છે કહેવા કરતાં કરી રહ્યાં છે કહેવું વધારે બંધબેસતું સાબિત થશે. વાંચનનો જબરો શોખ ધરાવનાર હિતેન્દ્રભાઇએ હવે તો ઘરમાં નાની લાઇબ્રેરી બનાવી છે. આ સંદર્ભમાં ભૂતકાળને સ્મરતાં તેઓ જણાવે છે કે ‘ઘણાં વર્ષો સુધી ટોપી પહેરાવવી એ રૂઢિપ્રયોગનો અર્થ હું જાણતો હતો, પરંતુ તેનો માર્મિક અર્થ મને તારવવાનો મોકો મળ્યો, પર્યટનમાં. એક વાર હોંગકોંગ ફરવા ગયા ત્યારે તડકાં, શરદી વગેરેથી રક્ષણ આપે એ હેતુસર મિત્ર, સંબંધીઓ માટે બારેક ટોપી લીધી. જેનું વજન અંદાજે ૬૦૦ ગ્રામ હતું. સમયના અભાવને કારણે વધારે પડતા ભાવતાલ કરવાની જગ્યાએ ફફ્ત એક દુકાનમાંથી ટોપી ખરીદી. ત્યાર બાદ સહસા વાસણના વેપારી હોવાને કારણે ટોપી બનાવવાની પ્રક્રિયાનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું. જે મુજબ ચોક્કસ કિલો કાપડ લઇને એકસરખા વજનની ટોપી બનાવવામાં આવે તો આર્થિક રીતે સસ્તી સાબિત થાય. આ છતાં પોતે શા માટે ખરીદી? એ અંગે મનોમંથન કેળવતા ગ્રાહકને રાજીખુશીથી મોંમાંગી રકમ ચૂકવવા તૈયાર કરવો એવી સેલ્સમેનશિપને ટોપી પહેરાવવી કહેવાય એ માર્મિક અર્થ સમજાયો.’

આત્મ મંથન કરતી વખતે અન્ય એક ગૂઢ બાબતની તારવણી કાઢી. કપોળ જ્ઞાતિના હિતેન્દ્રભાઇના જણાવ્યા મુજબ ‘કસ્ટમર પાંચ પ્રકારના હોય છે. પ્રથમ પ્રકારને અંતર્ગત પરિકલ્પના કરીને તેને મૂર્તિમંત આકાર આપનાર ઉદ્યોગપતિને શોધતો હોય છે. જે કિંમત અંગે નથી વિચારતો. દ્વિતીય કક્ષાના કસ્ટમર ઉચ્ચતમ ગુણવત્તાયુક્ત માલ બનાવડાવે છે. જે કિમત અંગે થોડો વિચાર કરે છે. તૃતીય કક્ષાના કસ્ટમર ગુણવત્તાયુક્ત માલની જો વાજબી કિંમત હોય તો ઓર્ડર અને પેૈસા એડવાન્સ આપતા અચકાતો નથી અને ઓર્ડર આપ્યા પછી ડિલિવરી માટે ધેૈર્ય જાળવી શકે છે. ચોથી કક્ષાના કસ્ટમર ગુણવત્તાયુક્ત માલની વાજબી કિંમત ચૂકવીને તાબડતોબ ડિલિવરી માગતા હોય છે. જ્યારે પાંચમી કક્ષાના કસ્ટમર ભાવતાલ કરવા ઉપરાંત ઉધારે માલ લેતા હોય છે.’ તેમના મતાનુસાર પોઝિટિવ વિચારશેૈલીને અનુસરવાથી વર્તમાન અને ભવિષ્ય બંને સુધરશે. જે આપી શકો છો તેે આપતા રહો, પરમાત્મા અનેકગણું વધારે આપશે.

કસ્ટમરની વાત નીકળી છે ત્યારે અન્ય એક કિસ્સો સ્મરતાં બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ દ્વારા ગિરનાર એવોર્ડથી સન્માનિત હિતેન્દ્રભાઇ જણાવે છે કે ‘એક વાર રાતના નવ વાગ્યે ચેન્નઇથી ગ્રાહકનો ફોન આવ્યો કે કોકટેલ શેકર નામે આઇટમમાંથી પાણી લિક થાય છે. ફરિયાદ કરીને કસ્ટમર તો ઊંઘી ગયો, પરંતુ મારી નીંદર વેરણ થઇ ગઇ. ગુણવત્તા અને શાખ માટે સદાય જાગૃત અને કદી પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં ન માનતો હોવાને કારણે સમસ્યાનો તાગ મેળવવા મળસ્કે ચારેક વાગ્યે ન્હાઇને સીધા ઍરપોર્ટ ગયો. ચેન્નઇની ફલાઇટ પકડીને ગ્રાહકના ઘરે જઇને તેને સાથે લઇને તેની ફેકટરીમાં પહોંચ્યો. જઇને હું આશ્ર્ચર્યચકિત થઇ ગયો, કારણ કે માલના એક પણ કાર્ટૂન ખોલવામાં આવ્યા જ નહોતા! હકીકતમાં કસ્ટમર કડદો અર્થાત ક્ધસેશન કરવા માગતો હોવાને કારણે ખોટી ફરિયાદ કરી હતી. જોકે તેને સ્વપને પણ વિચાર્યું નહોતું કે હું સીધો તેની ફેકટરીમાં પહોંચીશ. ચેન્નઇથી પાછા ફરીને મેં નિરાંતની ઊંઘ લીધી.’

ભાલરિયા કંપનીના ઉત્પાદિત માલ અંગે સદાય સજાગ રહેનારા હિતેન્દ્રભાઇ જણાવે છે કે ‘હંમેશાંથી માલની ગુણવત્તામાં કદી બાંધછોડ કરવામાં માનતો નથી.’ માલને ઉત્કૃષ્ટ બનાવવા ઉપરાંત ગોબા કે ડેન્ટ ન પડે એ હેતુસર હેવી ગેજના સ્ટીલનો ઉપયોગ કરવા સાથે કાટ ન ચઢે એ માટે ક્રોમિયમનું પ્રમાણ વધારે રાખે છે. માલ ફાટી ન જાય એ માટે નિકલનું પ્રમાણ વધારે હોય છે. જેને પરિણામે માત્ર ભારતીય બજારમાં નહીં, પરંતુ વિદેશી બજારમાં પણ ભાલરિયાની શાખ ઊભી થઇ છે. જોકે તેનો સમગ્ર યશ તેઓ પરમપિતા પરમેશ્ર્વરને ફાળવે છે. ઉમદા કાર્ય માટે તેમને નિમિત્ત બનાવવામાં આવ્યા હોવાનું જણાવીને કહે છે કે:

મારો હરિ કરે તે કદી કોઇ કરી તો જુઓ?

ચાંદ સૂરજને કોઇ હવામાં અધ્ધર રાખી તો જુઓ?

મોરના પીંછા જેવા રંગો કોઇ ભરી તો જુઓ?

બાગ-બગીચા, વન-વનરાઇઓ, નદી-પર્વતો કોઇ સર્જી તો જુઓ?

દાડમમાંથી દાણા કાઢીને પાછા એને ભરી તો જુઓ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

865452R
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com