24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અનુચ્છેદ ૩૭૦નો શિરચ્છેદ, સ્વપ્રેમી વેંતિયાઓ અને રાષ્ટ્રીય તહેવાર...

રંગ છલકે--કિન્નર આચાર્યગયું અઠવાડિયું ભારતના રાષ્ટ્રપ્રેમી નાગરિકો માટે જાણે દિવાળીના તહેવાર જેવું રહ્યું. તીન તલ્લાક પરના કાયદાનો આનંદ હજુ શમ્યો ન હતો ત્યાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦નો શિરચ્છેદ થયો તેનું લાઈવ ટેલિકાસ્ટ આખા દેશે રસપૂર્વક નિહાળ્યું. સામાન્ય રીતે આપણે દુ:ખદાયક ઘટનાઓ જ આવી રીતે લાઈવ નિહાળી છે. મુંબઈ હુમલા સમયે ત્રણેક દિવસ સુધી દેશની આબરૂનું ચિરહરણ ટેલિવિઝન પર જોવા મળ્યું. બાટલા હાઉસ એન્કાઉન્ટર પણ લોકોએ ઉચ્ચક જીવે જોયું, અક્ષરધામ હુમલા વખતે અને સંસદ પરના એટેક વખતે તથા અન્ય અગણિત ઘટનાઓ બની ત્યારે ભારતીયોને મોટા ભાગે મરતા-માર ખાતા જોવા પડયા છે. દેશનું પરાક્રમ જોવાની તક મળી હોય તેવા દિવ્ય પ્રસંગો નજીકના ભૂતકાળમાં જ વધુ બન્યા છે અને એ માટે નરેન્દ્ર મોદીનો તથા કેન્દ્રની એન.ડી.એ. સરકારનો આભાર માનવો જોઈએ.

સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટ એર સ્ટ્રાઈક પછી ૩૭૦ના શિરચ્છેદ સમયે દેશ આખો ટેલિવિઝન સમક્ષ ગોઠવાઈ ગયો હતો. અમરનાથ યાત્રા ટૂંકાવવાની અને પટર્યકો - યાત્રાળુઓને કાશ્મીર છોડવાની વાત સરકાર તરફથી મુકાઈ ત્યારથી દેશવાસીઓનાં પેટમાં પતંગિયાં ઊડવાં શરૂ થયાં હતાં. બધાને એક જ પ્રશ્ર્ન થતો હતો કે કાશ્મીરમાં છેવટે શું થવા જઈ રહ્યું છે? કલમ ૩૭૦ હટાવવાનું આટલું સહેલું હશે એ તો કોઈને કલ્પના પણ ન હતી. બધાને હતું કે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બહુમતી ન હોય તો એ દૂર ન થઈ શકે. એટલે જ લોકોને લાગતું હતું કે ૩૫-અનો વધ થશે. પણ, કાંગારુની કોથળીમાં રહેલા નાના બાળનો શિકાર કરવાને બદલે કાંગરુને જ હણી નખાયું.

આ ઘટનાક્રમ દરમિયાન નોંધ લેવા જેવી અનેક ઘટના બની. સ્વાભાવિક રીતે જ મોટા ભાગના દેશવાસીઓ ખુશ થયા, સ્વાભાવિક રીતે જ કૉંગ્રેસે પોતાની છાપ સુધારવાની વધુ એક તક વેડફી નાંખી. કૉંગ્રેસ સંસદીય દળના નેતા અધિરંજન ચૌધરીએ તો આ મામલો યુનોના અધિકાર ક્ષેત્રમાં હોવાની વાત કરીને સોનિયા - રાહુલને પણ ચોંકાવી દીધાં. આ બધા શોરબકોર વચ્ચે લદ્દાખના સંસદસભ્ય જામયાંગ ત્સેરિંગ નામગ્યાલની મુદ્દાસરની, રસાળ સ્પીચે તેમને રાતોરાત આખા દેશમાં જાણીતા બનાવી દીધા. મૌકે પે ચૌકા આને કહેવાય. ત્રીસેક મિનિટની એ સ્પીચ તેમના માટે ખરેખર લાઈફ ચેન્જિંગ બની રહેશે, તેવું લાગે છે.

રાબેતા મુજબ જ ડાબેરીઓના પેટમાં આ ફેંસલા થકી ઊકળતું તેલ રેડાયું. કહેવાતા દોઢડાહ્યા વિદ્વાનોએ માનવાધિકાર, જનમત અને બીજી કેટલીક ડાહી-ડાહી વાતો કરી. લાલભાઈઓએ તો તેમની મમ્મીનું કૈલાસગમન થયું હોય તેમ છાતી કૂટી અને રુદાલીઓને પણ શરમાવે તેવું કરુણ રુદન કર્યું. ગાડા નીચે ચાલતાં ગલૂડિયાંઓએ હંમેશાં મુજબ જ કહ્યું કે, "હું તો કહેતો/કહેતી જ હતી કે... વાસ્તવિકતા એ છે કે સંઘ છેલ્લા અનેક દાયકાથી જમ્મુ-કાશ્મીરના ટુકડા કરવાની હિમાયત કરી રહ્યો હતો, પણ, જાણે મોદી-શાહનું આ પગલું પોતાના દિમાગની નિપજ હોય તેમ આત્મશ્ર્લાઘામાં રત વેંતિયાઓ ઝૂમતા દેખાયા. સરવાળે કેટલાક વિકૃત, ડાબેરી દ્વેષી લોકોને બાદ કરતાં બધાને મજા પડી. શ્રાવણના પ્રારંભે જ મસ્ત તહેવારની ભેટ આપવા બદલ, થેન્કસ ટુ મોદીજી!

મોબાઈલ એપ્સ માત્ર રમત

માટે નથી, કરીઅર પણ બને!

આપણી સામાન્ય સમજ એેવી છે કે, મોબાઈલ એપ એટલે મજા અને આનંદ. પણ, દુનિયા હવે એકદમ જ બદલાઈ ગઈ છે. મોબાઈલ એપ દ્વારા વિવિધ અભ્યાસક્રમોમાં અને કરીઅરમાં પણ ખાસ્સી મદદ મળે છે. ઉદાહરણ તરીકે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ઞઙજઈ)ની પરીક્ષાઓ પાસ કરવી હોય તો તેની તૈયારી માટેની ડઝનબંધ ઉપયોગી એપ ઉપલબ્ધ છે. આ એપ્સનો નિયમિત, સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો આવી બધી એકઝામ્સ ક્લિયર કરવામાં મદદરૂપ થાય છે.

અનએકેડમી - ઞક્ષફભફમયળુ નામની મોબાઈલ એપ યુ.પી.એસ.સી. પરીક્ષાર્થીઓમાં સૌથી પોપ્યુલર છે. તેમાં એકદમ વૈજ્ઞાનિક, નીવડેલી પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી સામગ્રીઓ પૂરી પાડવામાં આવે છે. અનએકેડમી એટલી હદે પોપ્યુલર છે કે હમણાં એક અમેરિકન કંપનીએ તેમાં ખૂબ મોટું રોકાણ કર્યું છે. આ સિવાય એક "મૃણાલ નામની એપ છે. આઈ.એ.એસ. એકઝામ્સ માટેનું ઉપયોગી મટીરિયલ તેમાં ઉપલબ્ધ છે.

છેલ્લા એક દાયકામાં દેશમાં સિવિલ સર્વિસીસ વિશે યુવાઓમાં ક્રેઝ વધ્યો છે, જાગૃતિ વધી છે. આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. બનવાનું લગભગ પ્રત્યેક યંગસ્ટરનું સ્વપ્ન હોય છે. તેને કારણે જ સ્ટડી મટીરિયલની માગ વધી છે. અનએકેડમી, મૃણાલ ઉપરાંત સિવિલ્સડેઈલી, આઈ.એ.એસ. બાબા, વિઝન આઈ.એ.એસ., ઈન્સાઈટ્સ ઑફ ઈન્ડિયા, ક્લિયર આઈ.એ.એસ., ધ હિન્દુ, નોલેઝ જેવી એપ્સ પણ આવી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં હોટ

ગણાય છે.

બજારમાં આમ તો આવી એકઝામ્સ માટેનાં અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. પણ આ બધી એપ્સ તેના કરતાં ક્યાંય બહેતર હોય છે. તેમની પાસે વિવિધ સબ્જેક્ટસ પરનાં અનેક લેકચર્સ, વિડિયોઝ પણ ઉપલબ્ધ હોય છે, નિવૃત્ત આઈ.એ.એસ. તથા આઈ.પી.એસ. તેમના ફેકલ્ટી હોય છે. ટેક્નોલોજીનો જો યોગ્ય ઉપયોગ થાય તો... સમજાઈ ગયું?

સુપરસ્ટાર સિંગર એટલે સીટ રોકવા મૂકેલો રૂમાલ

અગાઉ એસ. ટી. બસમાં પેસેન્જરને સીટ નંબર ફાળવાતા ન હતા. કોઈ સ્ટેશન આવે અને સૂસૂ કરવા જવું હોય તો સીટ પર રૂમાલ પાથરીને તે જવું પડતું, નહિતર પાછા આવીએ ત્યાં લગીમાં કોઈ ત્યાં ગોઠવાઈ ગયું હોય. સોની ટી.વી. પર આવતો સુપરસ્ટાર સિંગર્સ આવો જ એક હાથરૂમાલ છે. ઈન્ડિયન આઈડલ પૂરું થયું પછી કોઈ અન્ય ચેનલ ક્યાંક વ્યુઅરશિપ હડપી ન જાય તે માટે મારી-મચડીને ચાઈનીઝ ભેળ જેવો શો લૉન્ચ કરી દેવાયો છે.

શોની મજા, સોરી... સજા એ છે કે, તેમાં મોટા ભાગના સ્પર્ધકો અગાઉ કોઈ શોમાં ભાગ લઈ ચૂકયા છે. કવ્વાસ રામ શંકરની દીકરી જાણે રિયાલિટી શો માટે જ અવતરી હોય તેમ અહીં પણ એ હાજરાહજૂર છે. સ્નેહા શંકર નામની આ છોકરી સારું ગાય છે. પણ હવે તેણે સ્ટેજ પર એ સાબિત કરવાનું નથી, સ્ટુડિયોમાં કરવાનું છે.

ઈન્ડિયન આઈડલના વિજેતા સલમાન અલી, ફાઈનલિસ્ટ નીતિન વગેરેને પણ તાજી લોકપ્રિયતાનો લાભ ખાટવા જ શોમાં ઘુસાડવામાં આવ્યા છે. ખરેખર જો આ કાર્યક્રમ બાળકોને પ્રોત્સાહન આપવાનો હોય તો ઈન્ડિયન આઈડલના ઢગાઓ તેમાં શા માટે દર બીજું ગીત ગાવા માંડે છે?

વિવિધ ચેનલો પર અનેક ફાલતુ મ્યુઝિક શો આવતા હોય છે. અનેક સારા શો પણ આવતા જ રહે છે. પરંતુ માત્ર ટી.આર.પી. બીજી ચેનલ પાસે ન જાય, એ જ ઉદ્દેશ્યથી શરૂ થયેલા શો જૂજ હશે. સુપરસ્ટાર સિંગર આવો જ એક કાર્યક્રમ છે. છાપેલા કાટલા જેવા સ્પર્ધકો, એ જ જજસાહેબો અને સાહિબા, એ જ રોના-ધોના... અને ગાના? વેલ, એ તો સૌથી ગૌણ હોય. ગાયન સાથે આવા શોને શો મતલબ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

oB0335
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com