6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જેન્ટલમેન ગેમ વિલન બને ત્યારે...

સોહામણા લાગતા જલની કોલેજની ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકે વરણી થઇ ત્યારે તે ખુશખુશાલ થઇ ગયો. તેને સ્વપ્ને પણ જાણ નહોતી કે ટૂંક સમયમાં તેની કપરી કસોટી થવાની છે. એક દિવસ આંતર-કોલેજ ક્રિકેટ સ્પર્ધા માટે પ્રેક્ટિસ કરતો હતો ત્યારે ભૂલથી હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો. સંજોગવશાત્ એ દિવસે જ ફાસ્ટ બોલરના હાથમાંથી અનાયાસે બોલ સરકીને ચીલઝડપે જલના ચહેરા પર અથડાયો. જલ ચીસ પાડીને ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો. જલની ડાબી આંખ ઇજાગ્રસ્ત હોવાનું ધ્યાનમાં રાખીને મિત્રો તાબડતોબ ઓપ્થેલ્મોલોજિસ્ટ પાસે લઇ ગયા. તબીબે આવશ્યક પરીક્ષણ બાદ જલ કેટરેકટનો ભોગ બન્યો હોવાનું નિદાન કરીને કેટરેક્ટ સ્પેશિયાલિસ્ટ પાસે રવાના કર્યા. કેટરેક્ટ સ્પેશિયાલિસ્ટે જલની આંખનું પરીક્ષણ કર્યા બાદ રેટાઇનલ ડિટેચમેન્ટનો ભોગ બન્યો હોવાનું સૂચવીને રેટિના સ્પેશિયાલિસ્ટનું સરનામું સૂચવ્યું. જેણે જલને ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટનો સંપર્ક સાધવાનું જણાવ્યું. ચલક ચલાણું પેલે ઘેર ભાણુંની જેમ ગ્લુકોમા સ્પેશિયાલિસ્ટે જલની આંખનું પરીક્ષણ કરીને કોર્નિયા સ્પેશિયાલિસ્ટ તરફ આંગળી ચીંધી. સવારથી આંખની પીડા સાથે જલ કલાકો સુધી પિંગપોંગ બોલની જેમ ફંગોળાતો હતો. ડાબી આંખ સૂજીને દડા જેવી થઇ જવા ઉપરાંત દૃષ્ટિ જાળવવાનો તબક્કો પ્રવાસ અને સ્પેશિયાલિસ્ટની પ્રતીક્ષામાં વ્યતીત થતો હતો. જલની પરિસ્થિતિથી વાકેફ ટેક્સી ડ્રાઇવરે કોલાબાસ્થિત ધ ઇન્ટરનેશનલ આઇ ક્લિનિક અર્થાત્ વિઝન વિસ્ટા આઇ ક્લિનિકના ડૉ. સાયરસ મહેતાનો સંપર્ક સાધવાનું સૂચવ્યું. જે જલ માટે આશીર્વાદરૂપ સાબિત થયું. .....આજે જલની ડાબી આંખની દૃષ્ટિ સુરક્ષિત છે. તેના સ્ટડી રૂમમાં આંતર-કોલેજ ક્રિકેટ સ્પર્ધાની ટ્રોફી માટે જલ અંત:કરણપૂર્વક ડૉ. સાયરસ મહેતાનો

આભાર માને છે.

કોલાબાસ્થિત વિઝન વિસ્ટા આઇ ક્લિનિક ખાતે અત્યાધુનિક ટેક્નિકયુક્ત મશીનની સવલત છે. ક્લિનિકના ચેરમેન ડૉ. સાયરસ મહેતા ઉત્કૃષ્ટ ઓપ્થેલ્મોલોજિસ્ટ છે. જેઓ કેટરેક્ટ, ગ્લુકોમા, કોર્નિયા, રેટિના જેવી દૃષ્ટિ સંબંધિત તમામ પ્રકારની ક્ષતિઓનું સ્વયં સમાધાન સાધવામાં એક્સપર્ટ છે. તાજેતરમાં પોલેન્ડસ્થિત કેટોવિઝમાં આયોજિત ઇન્ટરનેશનલ પોલિશ ઓપ્થેલ્મિક કૉંગ્રેસમાં ડૉ. સાયરસ મહેતાને પ્રેસબાયમેનિયા પ્રાઇઝના એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેટરેક્ટ સર્જરીમાં નવીન પ્રકારના લેન્સના આરોપણમાં રિસર્ચ કરવા બદલ તેમને આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તર પર આવું બહુમાન-ગૌરવ પ્રાપ્ત કરનાર ડૉ. સાયરસ મહેતા સૌપ્રથમ ભારતીય છે. જેઓ વિસ્તૃતમાં માહિતી આપતા જણાવે છે કે આંખની હજારો ક્ષતિઓ એવી છે જે માટે એક છત નીચે વિવિધ પ્રકારની દૃષ્ટિ સંબંધિત ક્ષતિઓની સારવાર કરનારી વિઝન વિસ્ટા આઇ ક્લિનિક જેવા સેંટરનો સંપર્ક સાધવો હિતાવહ છે. જેને પરિણામે સમય અને સંપત્તિની બચતથી વિશેષ કીમતી જણસ કે અમૂલ્ય રત્ન લેખાતી આંખની દૃષ્ટિ પણ જળવાઇ રહે છે.

બ્રિટિશ ઓપ્થેલ્મિક એવૉર્ડથી સન્માનિત ડૉ. સાયરસ મહેતાના જણાવ્યા મુજબ જલ આવ્યો ત્યારે કટોકટીભરી સ્થિતિ હતી. વિઝન વિસ્ટા આઇ ક્લિનિક ખાતે અનેક અત્યાધુનિક મશીન ઉપલબ્ધ છે. આ અંતર્ગત કેટરેક્ટની સારવાર કરવા માટે જર્મની ખાતેથી કેલિસ્ટો મશીન ખરીદવામાં આવ્યું છે. જે આંખમાં બિલકુલ યથાયોગ્ય સ્થાન પર લેન્સના આરોપણ કરવામાં મદદરૂપ થાય છે. ગ્લુકોમાની સારવારાર્થે નેનોSLT લેસર મશીન છે, જેને કારણે ફક્ત પાંપણના પલકારામાં અર્થાત્ બે-ત્રણ મિનિટમાં આંખનું પ્રેશર ઘટાડીને ગ્લુકોમાની સારવાર કરી શકાય છે. સ્વિટઝરલેન્ડસ્થિત ગ્લુકોમા સેંટર દ્વારા માન્યતાપ્રાપ્ત મશીન છે. અગાઉ આંખ પર કાપો મૂકવો પડતો હતો જેની સરખામણીમાં અત્યાધુનિક મશીનને પરિણામે સેંટરમાં પીડારહિત પ્રક્રિયા દ્વારા ગ્લુકોમાની સારવાર શક્ય છે. આ ઉપરાંત આંખમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવનારા લેન્સના પાવર માપવા માટે ઈંઘક માસ્ટર ૭૦૦ વિથ ઝઊં મશીન છે. મુંબઇમાં સૌપ્રથમ આ મશીન આણવાનું શ્રેય ડૉ. સાયરસ મહેતાના ક્લિનિકને ફાળે જાય છે. ઇમ્પ્લાન્ટ કરવામાં આવનારા લેન્સના પાવર માપવા માટે આ મશીન સમગ્ર વિશ્ર્વમાં સર્વોત્કૃષ્ટ છે. રેટિનાની ક્ષતિના નિદાન માટે એન્જિઓવ્યૂ મશીન છે. મુંબઇમાં સૌપ્રથમ તથા એકમાત્ર છે, જેને પરિણામે આંખની એન્જિયોગ્રાફી કરી શકાય છે. મેક્યુલર ડિજનરેશન તથા રેટિનાના ડાયાબિટીસના નિદાનાર્થે ખૂબ મદદરૂપ થાય છે. આ સૌપ્રથમ મશીન છે જેમાં ઇન્જેકશનરહિત એન્જિયોગ્રાફી કરવી સુલભ બની છે. એક જમાનામાં એન્જિયોગ્રાફી ઇન્જેકશન દ્વારા કરવામાં આવતી હતી તેની આડઅસરરૂપે અમુક પેશન્ટને ઊલટી થવા ઉપરાંત અમુક અપવાદરૂપ કિસ્સામાં બેભાન થઇ જતા. એની તથા અન્ય મશીનની સરખામણીમાં નવીન મશીન ખૂબ ઝડપથી નિદાન કરે છે. જેને કારણે સારવાર ખૂબ ઝડપથી તથા સચોટતાપૂર્વક કરી શકાય છે. હકીકતમાં વિઝન વિસ્ટા આઇ ક્લિનિક ખાતે ડૉ. સાયરસ મહેતા જેવા કાબેલ તથા અનુભવી તબીબ ઉપરાંત અત્યાધુનિક ટેક્નોલોજીની સુવિધાને કારણે જલની દૃષ્ટિ જાળવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.

ટૂંકમાં, કેટરેક્ટ, ગ્લુકોમા, રેટિના, કોર્નિયા જેવી દૃષ્ટિ સંબંધિત કોઇ પણ પ્રકારની ક્ષતિનું અત્યાધુનિક ટેક્નિકયુકત મશીન તથા અનુભવી અને કાબેલ ઓપ્થેલ્મોલોજિસ્ટ દ્વારા સમાધાન સાધવાનું આદર્શ સરનામું છે, વિઝન વિસ્ટા આઇ ક્લિનિક.

-----------------------

વિઝન વિસ્ટા આઇ ક્લિનિક

એક છત નીચે કેટરેક્ટ, ગ્લુકોમા, રેટાઇનલ ડિટેચમેન્ટ, કોર્નિયા જેવી દૃષ્ટિ સંબંધિત તમામ ક્ષતિનું સમાધાન:

-------------------

+ Know

yr dr. +નામ: ડૉ. સાયરસ મહેતા - પ્રખ્યાત ઓપ્થેલ્મોલોજિસ્ટ

-------------

મુખ્ય એવૉર્ડ્સ:

ૄ ઇરાનના કોન્સલ જનરલના હસ્તે પ્રખ્યાત લેખાતા પારસી રત્ન એવૉર્ડથી નવાજેશ

ૄ દારાબશાહ અચિવમેન્ટ એવૉર્ડ

ૄ મહારાષ્ટ્ર પોલીસના ક્ધસલટન્ટ

ૄ ફેલો ઓફ ધ અમેરિકન સોસાયટી ઓફ કેટરેક્ટ એન્ડ રિફ્રક્ટિવ સર્જન્સ દ્વારા યંગેસ્ટ ઇન્ડિયન તરીકે સન્માનિત

ૄ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ગ્લુકોમા સર્જન્સ દ્વારા ગોલ્ડ મેડલ

ૄ કૈરોસ્થિત ઇજિપ્શિયન સોસાયટી ઓફ આઈ સર્જન્સ દ્વારા

ગોલ્ડ મેડલ

-------------------

એડ્રેસ: વિઝન વિસ્ટા આઇ ક્લિનિક

રામનિમિ બિલ્ડિંગ, બીજે માળે, તાજમહાલ હોટેલની

પાછળ, કોલાબા પોલીસ સ્ટેશનની સામે.

-----------------

કોન્ટેક્ટ નંબર: ૯૯૬૭૪ ૩૯૦૩૯ - ૦૨૨ ૨૨૦૪૦૭૧૧ - ૯૮૧૯૮ ૫૦૯૭૧

-------------------

Email: cyresmehta@yahoo.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

cc8887
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com