23-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લેન ફિનાન વિયાડૂક્ટ પર ફ્લાઇંગ કાર અન્ો ટ્રેનની શોધ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકીફોર્ટ વિલિયમ પાસ્ોના કોટેજ પર પાછાં આવ્યાં ત્ો રાત્ો તો ઊંઘ જ ન આવી. કંઈક તો એટલા માટે કે કોટેજની બહાર એક ઝરણું તો ખળખળ વહેતું હતું, પણ ત્યાં રાત્રે જાણે ઉંદરો અન્ો બીજાં કેટલાંક નાનાં પ્રાણીઓની સભા ભરાઈ હોય ત્ોવી અવરજવર વચ્ચે ચિત્રવિચિત્ર અવાજો આવ્યા કરતા હતા. વળી એ અવાજો ખાલી મન્ો જ આવતા હોય ત્ોવું પણ લાગ્યું, કારણ કે બાકીનાં ત્રણેય લોકો તો ઘોડા વેચીન્ો સ્ાૂઈ ગયાં હતાં. કોટેજની નાનકડી લાઇબ્રેરી વોલ પર ઘણાં પુસ્તકો વચ્ચે એક સ્કોટિશ હિસ્ટ્રી પરનું પુસ્તક થોડા કલાકો માટે જલસા કરાવી ગયું. ત્ોમાંય ખાસ તો ટાર્ટન તરીકે ઓળખાતી સ્કોટિશ ચેક્સવાળી ડિઝાઇન કઈ રીત્ો આખીય સંસ્કૃતિમાં કેવી રીત્ો વણાયેલી છે ત્ો પણ જાણવા મળ્યું. દરેક પરિવારના પોતાના અલગ રંગોનાં કોમ્બિન્ોશન હતાં.

ટાર્ટન અન્ો સ્કોટિશ સંસ્કૃતિની માહિતી કરતાં મન્ો વધુ આતુરતા પછીના દિવસ્ો સવારમાં ગ્લેન ફિનાન વિયાડુક્ટ જઈન્ો હેરી પોટરના લોકેશનન્ો વધાવવાનું હતું. એક વાર સ્કોટલેન્ડથી સારી રીત્ો પરિચિત થયા પછી સમજાય કે હેરી પોટરની વાર્તાઓમાં સ્કોટલેન્ડના રંગો, લેન્ડસ્કેપ, કિલ્લાઓ અન્ો લોકકથાઓનો છુટ્ટે હાથે ઉપયોગ થયો છે. અન્ો કેમ ન હોય, ત્ોની લેખિકા જે. કે. રોલિંગ ખુદ સ્કોટલેન્ડમાં જ તો રહે છે. અન્ો ત્ો વાર્તાનો અત્ાૂટ હિસ્સો એવી હોગવાર્ટ્સ સ્કૂલ પણ સ્કોટલેન્ડમાં જ છે. આ બોર્ડિંગ સ્કૂલ પર સ્ટુડન્ટ્સ હંમેશાં એક હોગવાર્ટ્સ એક્સપ્રેસ નામે ટ્રેઇન લઈન્ો જાય, અન્ો સ્વાભાવિક છે કે હેરી પોટરની વાર્તાઓમાં આ ટ્રેનનાં ઘણાં દૃશ્યો છે. સ્કૂલ નજીક આવતી હોય અન્ો એક બ્રિજ પરથી પસાર થતી હોય ત્ોવાં ઘણાં યાદગાર દૃશ્યો વાર્તાઓ પરથી બન્ોલી ફિલ્મોનો પણ હિસ્સો છે. અન્ો મોટાભાગ્ો આ ટ્રેન જે બ્રિજ પરથી પસાર થતી બતાવવામાં આવે છે ત્ોનું લોકેશન આ ગ્લેન ફિનાન વિયાડુક્ટ છે.

ત્ોમાંય જુનવાણી છુકછુક ગાડી પર વાદળી રંગની ઊડતી ફોર્ડ એંગ્લિયા કારમાં હેરી અન્ો ત્ોના મિત્ર રોનનું એડવેન્ચર કદાચ કોઈએ ફિલ્મ કે પુસ્તક મારફત્ો ન અનુભવ્યું હોય તો પણ મોટાભાગનાં ઇન્ટરન્ોટ અન્ો ન્યુઝનાં માધ્યમોથી વાકેફ લોકોન્ો ત્ોની તસવીર તો જરૂર ક્યાંક જોવામાં આવી હશે. આ વિયાડુક્ટ પરથી દિવસમાં એક વાર એક ટ્રેન પસાર થાય છે. હવે ત્ો ટ્રેનમાં બ્ોસીન્ો ખરો હોગવાર્ટ્સ રૂટ માણવાનું શક્ય તો છે પણ ત્ોમ કરવામાં ત્ો ટ્રેનન્ો દૂરથી જોવાનું શક્ય નથી. હવે હેરી પોટરની મેજિકલ દુનિયામાં પણ એક જ સમયે ટ્રેનમાં અંદર પણ બ્ોસવું અન્ો ત્ો જ સમયે ત્ોન્ો બહારથી પણ જોવી એ તો શક્ય નથી. આ આમ પણ કારવાળી રોડ ટ્રિપ હતી અન્ો ટ્રેનનું બ્ાૂકિંગ તો મહિનાઓ પહેલાં કરાવવું પડે ત્ોમ હતું. એવામાં એ તો નક્કી હતું કે અમારા માટે દૂરથી જ વિયાડૂક્ટ પરથી પસાર થતી ટ્રેન જોવાનું શક્ય બનશે.

આ કોટેજ પર અમે પસંદગી પણ એટલા માટે જ ઉતારેલી કે ત્ો વિયાડૂક્ટથી માંડ પંદર મિનિટની ડ્રાઇવ પર છે. જોકે ત્ો ટ્રેન સવારના ફર્સ્ટ હાફમાં પસાર થાય છે અન્ો ત્ોના માટે અમારે ત્યાં અગાઉથી પહોંચી જવું તો ફરજિયાત જ છે. કોઈ કારણસર આઈલ ઓફ સ્કાય અન્ો અત્યાર સુધીની ટ્રિપનો થાક હોય કે પછી મારો અતિ ઉત્સાહ, બીજા દિવસ્ો સવારે કુમાર, સ્ોમ અન્ો ભાવના અત્યંત ધીમી ગતિથી ત્ૌયાર થઈ રહ્યા હતાં. હું સૌથી પહેલી ત્ૌયાર થઈન્ો બહાર ચક્કર લગાવી આવી ત્યારે પણ કોઈ

જવા માટે ત્ૌયાર ન હતું. શાવર લેવામાં અન્ો બ્રેકફાસ્ટ કરવામાં રોજ લાગ્ો ત્ોનાથી ઘણી વધુ વાર લાગી રહી હતી.

ફરવા નીકળ્યાં હોઈએ ત્યારે મન્ો સવારના સમયનો શક્ય ત્ોટલો વધુ ઉપયોગ કરવાની આદત છે. ખાસ તો એટલા માટે કે ત્ોના કારણે ડે-લાઇટનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે. ત્ોમાંય જ્યારે હું આટલી એક્સાઇટેડ હોઉં ત્યારે સ્વાભાવિક છે ધીરજનો અંત આવી જ જાય. બધાં આખરે ઘરની બહાર નીકળ્યાં અન્ો વિયાડૂક્ટના પાર્કિંગ સુધી પહોંચ્યાં ત્યાં સુધીમાં ટ્રેન ચાલી ગઈ હતી. હવે માત્ર ત્ો બ્રિજ જ જોવાનો હતો. બધે સ્વાભાવિક છે વરસાદ પડેલો હતો એટલે ઘણાં ખાબોચિયાં અન્ો કાદવવાળો ટ્રેકિંગ રૂટ જરા અકળાવી રહ્યો હતો.

અહીં વેધર સારું નહોતું અન્ો ટ્રેનનો સમય પણ ચાલ્યો ગયો હતો, પણ મુલાકાતીઓની કોઈ કમી ન હતી. એટલું જ નહીં ત્યાં એક નાનકડી હાઇક કરીન્ો પાછાં ફર્યાં ત્યાં સુધીમાં તો વધુ લોકો આવી રહ્યા હતાં. કેટલાંક ગ્રુપનાં બાળકો હેરી પોટર સંબંધિત કોશ્ચ્યુમમાં હતાં તો કેટલાંક મોટાં મુલાકાતીઓ પણ. હું ખુદ ત્યાં ગ્રિફિન્ડોરનું ટી-શર્ટ પહેરીને પહોંચી હતીં. મૂડ બગાડવાનો કોઈ મતલબ ન હતો. ટ્રેઇન ભલે ચાલી ગઈ હોય, લોકેશન તો ત્યાં જ રહેવાનું હતું ન્ો. અહીંનાં ઘણાં લેન્ડસ્કેપ પણ હેરી પોટરની દુનિયાની યાદ અપાવતાં હતાં. પાર્કિંગ પાસ્ો એક નાનકડી સુવિનિયર શોપ પણ હેરી પોટર મર્ચન્ડાઇઝથી લદાયેલી હતી. સાથે એક નાનકડું કાફે પણ હતું. અહીં મેં બાકીના બધાં અકળાયાં એટલો સમય વિતાવ્યો. અન્ો ફરી ક્યારેક આવવું જ પડશે ત્ોવું બધાંન્ો આખો દિવસ કહ્યો રાખ્યું. વાર્તાની ફ્લાઇંગ કાર તો કંઈ આમ પણ ત્યાં અચાનક આવી જવાની ન હતી, પણ ત્ો સ્થળ ભલભલાના ક્લ્પનાના ઘોડાઓ દોડતા કરી દે ત્ોવું જરૂર હતું. ૧૮૯૭માં બન્ોલા આ સ્ટ્રક્ચરનું પોપ કલ્ચરમાં જે મહત્ત્વ છે ત્ો મિલેનિયલ્સ જરૂર સમજી શકશે.

આ વિયાડૂક્ટ એટલી લોકપ્રિય છે કે ત્ોની બીજી તરફ આવેલાં મોન્યુમેન્ટ પર ભાગ્યે જ કોઈ નજર નાંખતું હતું. અમે ત્યાં પ્ોટ ભરીન્ો સમય વિતાવ્યો. એમ પણ કહી શકાય કે મન્ો ત્યાં મોડી પાડવા બદલ બાકીનાં લોકોન્ો મારીમચડીન્ો હું ઇચ્છું ત્યાં સુધી ત્યાં રહેવું પડ્યું. વેસ્ટર્ન હાઇલેન્ડ્સ રેલવેની ટ્રેન ત્યાંથી થઈન્ો દિવસમાં એકવાર ફોર્ટ વિલિયમ થોડીવાર માટે રોકાતી અન્ો ત્યાં પહોંચવા માટે આ બ્રિજ પરથી પસાર થતી. આ ટ્રેઇનમાં બ્ોસવાનું ન હતું, તો પણ ચુકાઈ ગઈ હતી. આ વિયાડૂક્ટનું દૃશ્ય એટલું મહત્ત્વનું છે કે ત્ો ત્ોની તસવીર સ્કોટિશ ૧૦ પાઉન્ડની નોટ પર પણ છાપવામાં આવી છે. ત્ો નોટના ફોટામાં પણ ટ્રેન નથી. એ વખત્ો પણ લોકો ટ્રેન ચૂકી ગયાં હશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5070P60
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com