24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પૈસેવાલી સનમ ચાહિયે... આશિકી કે લિયે!

એકસમય હતો જ્યારે યુવકો લગ્ન માટે એવી યુવતીઓની શોધ કરતા કે, જે ઘરમાં રહીને કુટુંબને સંભાળી શકે. પણ હવે બદલાતા સમયની સાથે આજકાલ દરેક યુવક બધા ગુણોની સાથે સાથે નોકરી કરતી યુવતીઓની શોધ કરે છે. આજના જમાનામાં ફક્ત પતિ જ કમાઇને ઘર ચલાવે તેવી પ્રથા નથી રહી. હવે તો બને તેટલી ઘરની વધુ વ્યક્તિ કમાય તો જ ઘરખર્ચ અને બાળકોના ભણતરનો ખર્ચ નીકળી શકે છે. વળી જીવન જરૂરિયાત પણ હવે વધી ગઇ છે. તેના માટે અઢળક નાણાંની જરૂર પડે છે. આથી આજનો યુવાન વર્કિંગ ગર્લસાથે પરણવાનું વધુ પસંદ કરે છે. તેની સામે યુવતીઓનું પણ એવું જ હોય છે. તે પણ ઇચ્છતી હોય છે કે તેનો થનારો જીવનસાથી સારું કામ કરતો અને સારું કમાતો હોવો જોઇએ. તે ઉપરાંત પણ બંને એકબીજામાં કયા ગુણો, શોખ અને આવડત છે તેના પર પણ ધ્યાન આપે છે, જેમાં બંનેની પસંદ-નાપસંદ, વિચારો, જીવન સારી જીવી શકાય તે માટેની એકબીજાને સમજવાની વૃત્તિ વગેરે પણ બહુ મહત્ત્વ ધરાવે છે.આવો જોઇએ લગ્નબંધનમાં બંધાયા પછી આ બધી વસ્તુઓ બંનેને કેટલી કામ લાગે છે અને યુવક કે યુવતી બંને પોતાના જીવનસાથીને શોધવા માટેકેવા વિચારો ધરાવે છે અને કેમ બંનેવર્કિંગ હોવા જોઇએ તેવું ઇચ્છે છે તે વિશે થોડી છણાવટ કરીએ.

ઘરખર્ચમાં ફાળો આપી શકે

શહેર મોટું હોય કે નાનું પણ આજકાલની વધતી મોંઘવારી અને જરૂરતોને કારણે ખર્ચા વધતા જાય છે. સારી લાઇફસ્ટાઇલ અને બાળકોને સારું ભણતર આપવામાટેપતિ-પત્નીએ બંનેએ કમાવું જરૂરી છે. કેમ કે આજના સમયમાં પૂરા પરિવારની જરૂરતોને એક જણ માટે પૂરી કરવી મુશ્કેલ થઇ જાય છે. આથી યુવકો ઇચ્છે છે કે જોતેમની જીવનસાથી નોકરી કરતી હોય તો તે તેમના ઘરખર્ચમાં મદદ કરી શકે.

જીવનસાથીને સરળતાથી સમજી શકે

જો તમારી લાઇફ પાર્ટનર કામ કરીને કમાતી-ધમાતી હશે તો તે પોતાના કામની સાથે સાથે તમને પણ સમજી શકશે. જ્યારે તમે કામના કારણે થાકેલા કે તણાવમાં ઘરે આવશો તો તે તમારી પરેશાનીને સારી રીતે સમજી શકે છે. એવી પરિસ્થિતિમાં તે તમને ઘરે મોડા આવવાનું કારણ પણ નહીં પૂછે અને તેના માટે લડવા કે ચર્ચા કરવાને બદલે પ્રેમથી વાત કરશે. તમારી ઘરની જવાબદારીઓમાં સહાય કરશે.

પૈસાની બચત

જો બંને પાર્ટનર કામ કરતા હોય તો ઘરના ખર્ચાને પૂરો કરવાની સાથે સાથે આવનારા સમય માટે સારી બચત પણ કરી શકે છે. સારી બચત કરી શકાય છે, જે તમને તમારા ખરાબ સમયમાં કામ આવે છે. કોઇની પાસે મદદ માગવાની જરૂર નાપડે. આથી જ યુવકો નોકરી કે વ્યવસાય કરતી યુવતી સાથે લગ્ન કરવાનું વધુ પસંદ કરે છે.

યુવતીઓ પોતાનો ખર્ચો પોતે જ ઉઠાવી શકે છે

જો યુવતી નોકરી કરતી હોય તો બંને પાર્ટનર માટે સારી વાત હોય છે. એવામાંના તો યુવતીને પોતાના પતિ પર નિર્ભર રહેવું પડે છે કે ના તો પતિને પણ પત્નીના ખર્ચાની સમસ્યા નથી ઉદ્ભવતી. જો પત્ની નોકરી ના કરતી હોય તો તેણે પોતાના બધા જ ખર્ચા માટે પતિ પર નિર્ભર રહેવું પડે છે.

પોઝિટિવ હોય છે કામ કરતી યુવતીઓ

વર્કિંગ વુમન બહુ ઓપન માઇન્ડેડ અને સકારાત્મક વિચારો ધરાવતી હોય છે, કેમ કે તે પણ દુનિયાદારી અને બહારની દુનિયાની બહુ સમજ રાખે છે. જે પરેશાનિયોમાંથી એક પુરુષને પસાર થવું પડે છે તે સમસ્યાને તે અનુભવી ચૂકી હોય છે. આથી તેમજબૂત, સકારાત્મક અને ખુલ્લા મનની બની જાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a2221p1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com