23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક નવલકથા, બે ફિલ્મ
‘મુંબઈ સમાચાર’ના લેખક આશુ પટેલની નવલકથા પરથી નિર્માતા-દિગ્દર્શક જયંત ગિલાટર બનાવશે હિન્દી-ગુજરાતી ફિલ્મ

‘મુંબઈ સમાચાર’ના લેખક આશુ પટેલની નવલકથા પરથી નિર્માતા-દિગ્દર્શક જયંત ગિલાટર બનાવશે હિન્દી-ગુજરાતી ફિલ્મ

---------------------

પ્રખ્યાત પત્રકાર અને ‘મુંબઈ સમાચાર’ની લોકપ્રિય કોલમ ‘સુખનો પાસવર્ડ’ના લેખક આશુ પટેલની નોવેલ ‘બાત એક રાત કી’ પરથી ગુજરાતી-હિન્દી ફિલ્મ બનાવવા માટે જાણીતા નિર્માતા-દિગ્દર્શક જયંત ગિલાટરે રાઇટ્સ લીધા છે.

આ બંને ફિલ્મનું દિગ્દર્શન અને સ્ક્રિપ્ટ લેખન ડિરેક્ટર જયંત ગિલાટર અને આશુ પટેલ સંયુક્ત રીતે કરશે. કોઇ લેખકની નવલકથા પરથી બનનારી ફિલ્મ માટે લેખકને સિનિયર ડિરેક્ટર સાથે ફિલ્મનું સહ-દિગ્દર્શન કરવાની તક મળી હોય, એવો કદાચ આ પહેલો બનાવ છે.

આ વર્ષે મિત્ર આશુ પટેલના જન્મદિવસ પર જયંત ગિલાટરે પુસ્તકના હક ખરીદીને આશુ પટેલને સરપ્રાઇઝ આપી હતી. ગિલાટર કહે છે, ‘આશુભાઇના જન્મદિવસ નિમિત્તે મેં તેમને સરપ્રાઇઝ આપવા તેમના પુસ્તકના રાઇટ્સ લીધા, બાકી આ નોવેલ ફક્ત તેમાં રહેલા એક્સ ફેક્ટરના કારણે જ મેં પસંદ કરી છે. આ પુસ્તક એક બ્લોકબસ્ટર ફિલ્મ બનવાની પૂરતી સંભાવના ધરાવે છે.’

‘સદ્રક્ષણાય’ અને ‘રણભૂમિ’ જેવી એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મો બનાવનાર જયંત ગિલાટર એડ ફિલ્મ્સ અને ટીવી સિરિયલોના જાણીતા ડિરેક્ટર છે. તેમની લેટેસ્ટ હિન્દી ફિલ્મ રિશી કપૂર, જુહી ચાવલા, શબાના આઝમી, જેકી શ્રોફ અને દિવ્યા દત્તા અભિનીત ‘ચોક ડસ્ટર’ હતી. તેમણે હિટ ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’નું દિગ્દર્શન પણ કર્યું હતું, જેના માટે તેમને દાદાસાહેબ ફિલ્મ ફાઉન્ડેશન તરફથી શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવૉર્ડ મળ્યો હતો.

હાલમાં તેઓ ગુજરાતી સુપરસ્ટાર પ્રતિક ગાંધી અને બૉલીવૂડ એક્ટ્રેસ ડેઇઝી શાહ અભિનીત ફિલ્મ ‘ગુજરાત ૧૧’નું દિગ્દર્શન કરી રહ્યા છે, જે પહેલી ગુજરાતી સ્પોર્ટસ ફિલ્મ છે. આશુ પટેલ આ ફિલ્મમાં ક્રિએટિવ પ્રોડ્યુસર છે.

આશુ પટેલ અનેક ગુજરાતી પબ્લિકેશન્સમાં એડિટર રહી ચૂક્યા છે અને અત્યાર સુધી તેમના ૪૯ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે. પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા આશુ પટેલના અંગ્રેજી પુસ્તક ‘મેડમ એક્સ’ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. જયંત ગિલાટર ઉમેરે છે, ‘મેં આશુ પટેલની અડધી બનેલી સ્પેસ-ફિકશન એનિમેશન ફિલ્મ ‘રેગારોઝા’ની શો રીલ જોઇ હતી અને એમાં આશુનું દિગ્દર્શન ખૂબ જ ગમ્યું હતું. એ ફિલ્મની સરખામણી હૉલીવૂડ ફિલ્મમેકર જેમ્સ કેમરોનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ સાથે થઇ હતી. આને આધારે મેં નક્કી કર્યું છે કે ‘બાત એક રાત કી’ નોવેલ પરથી જે ફિલ્મ હું બનાવી રહ્યો છું તેનું દિગ્દર્શન અમે સંયુક્ત રીતે કરીશું.

-----------------------

ફિલ્મી ચક્કર: આશુ પટેલ સાથે જયંત ગિલાટર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

251X87
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com